બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / મોદી સરકારના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા વૈશ્વિક નેતાઓએ કર્યો શુભકામનાઓનો વરસાદ

નેશનલ / મોદી સરકારના કાર્યકાળને 12 વર્ષ પૂર્ણ થતા વૈશ્વિક નેતાઓએ કર્યો શુભકામનાઓનો વરસાદ

Nirav Kumar

Last Updated: 09:55 AM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રમાં 12 વર્ષ પુરા કર્યા છે. આ બાબત પર વિશ્વભરના અનેક નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ,પાપુઆ ન્યુ ગિનીના PM તથા ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પુરા થવા પર વિશ્વભરના અનેક નેતાઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. અનેક વૈશ્વિક નેતાઓએ એકસલન્ટ ગવર્નન્સ, ડેવલોપીંગ કન્ટ્રીઝ સાથેના તેમનો અવાજ ઉઠાવવાની અને મજબૂત ભારત માટેના તેમના વિઝનની પ્રશંસા કરી છે. એવામાં ભાજપે સરકારની મુખ્ય સિદ્ધિઓ, સુધાર અને કલ્યાણકારી પહેલોને પ્રદર્શિત કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યું છે.

  • શ્રીલંકાના રાષ્ટ્રપતિએ મોકલ્યો અભિનંદન સંદેશ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે 8 જૂન 2026 ના રોજ લખેલા પત્રમાં પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા હતા. જેમાં તેમને જણાવ્યું હતું કે, આ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા લોકશાહીના લોકોનો પીએમ મોદી પર અતૂટ વિશ્વાસ દર્શાવે છે. તેમને ભારતમાં થયેલા આર્થિક અને સામાજિક પરિવર્તનની પ્રશંસા કરતા કહ્યું કે પીએમ મોદીનું વિઝન શ્રીલંકા સહિત ઘણા દેશોને પ્રેરિત કરે છે.

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ 4-6 એપ્રિલ 2025 દરમિયાન શ્રીલંકાની મુલાકાત લીધી હતી, તે વખતે તેમને શ્રીલંકાના મિત્ર વિભૂષણાય જે ત્યાંનો હાઈએસ્ટ સિવિલિયન ઓનર છે, તેનાથી નવાજવામાં આવ્યા હતા. ભારતે 2022 ના આર્થિક સંકટ દરમિયાન શ્રીલંકાને તેની નેબરહુડ ફર્સ્ટ નીતિ મુજબ મોટી સહાય પૂરી પાડી હતી.

vtv hiring 2

પાપુઆ ન્યુ ગિનીના PMએ 'રોલ મોડેલ' ગણાવ્યા

આ દરમિયાન પાપુઆ ન્યુ ગિનીના પ્રધાનમંત્રી જેમ્સ મારાપે એક વીડિયો મેસેજમાં પીએમ મોદીને આદર્શ ઉદાહરણ અને રોલ મોડેલ ગણાવ્યા છે. પીએમ મોદીના કાર્યનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ભારતમાં 200 મિલિયનથી વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવું ​​એ એક શાનદાર અને ઐતિહાસિક સિદ્ધિ છે. મે 2023 માં પીએમ મોદીએ પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લીધી અને ત્યાં મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. જેમાં PM મોદીએ ફોરમ ફોર ઈન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC-III) સમિટમાં હિસ્સો લીધો હતો.

  • ત્રિનિદાદ અને ટોબેગોના PMએ પણ અભિનંદન પાઠવ્યા

ત્રિનિદાદ અને ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસરે પીએમ મોદીને અભિનંદન આપતા કહ્યું કે PM મોદીના નેતૃત્વમાં ભારત વૈશ્વિક મુદ્દાઓ પર એક પ્રમુખ અવાજ બનીને ઉભર્યો છે. તેમને પીએમ મોદીની સાધારણ પૃષ્ઠભૂમિથી ઉઠીને 140 કરોડ લોકોના દેશનું લગાતાર ત્રણ કાર્યકાળ માટે નેતૃત્વ કરવાની સફરની પ્રશંસા કરી હતી. તેમને ભારતની વિદેશ નીતિ, આર્થિક પ્રગતિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની પણ પ્રશંસા કરી હતી.

વધુ વાંચો : 4399 દિવસ, અને PM મોદીએ તોડ્યો નેહરુનો રેકોર્ડ, જુઓ તનતોડ મહેનતથી લઇને સફળ કાર્યકાળ વિશે

પીએમ મોદીએ 3-4 જુલાઈ 2025 ના રોજ ત્રિનિદાદ અને ટોબેગોનો પ્રવાસ કર્યો હતો. જેમાં છેલ્લા 26 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પહેલી દ્વિપક્ષીય મુલાકાત હતી. આ મુલાકાત ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય ઇમિગ્રન્ટ્સના આગમનના 180માં વર્ષગાંઠના અવસર પર થઈ હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Major Achievements Twelve Years Narendra Modi
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ