બ્રેકિંગ ન્યુઝ
8 ફોટો ગેલેરી
Last Updated: 11:33 PM, 9 June 2026
1/8
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું પોતાનું એક આગવું મહત્વ અને સ્વભાવ હોય છે. ગ્રહોના મંડળમાં સૌથી નાના અને સૂર્યની સૌથી નજીક બિરાજમાન બુધ ગ્રહને 'ગ્રહોના રાજકુમાર' તરીકે ઓળખવામાં આવે છે. બુધ એ વાણી, તીક્ષ્ણ બુદ્ધિ, તર્કશક્તિ અને વ્યાપારી સમજણના કારક ગ્રહ છે. તે એક દ્વિસ્વભાવ ધરાવતો પૃથ્વી તત્વનો ગ્રહ છે અને ઉત્તર દિશાના સ્વામી છે.
2/8
કાલપુરુષ કુંડળીમાં મિથુન અને કન્યા રાશિ પર બુધ ગ્રહનો સીધો અધિકાર છે. ગ્રહોની સ્થિતિના ગણિત અનુસાર, બુધ ગ્રહ કન્યા રાશિમાં ઉચ્ચના અને મીન રાશિમાં નીચના માનવામાં આવે છે. વિશેષ કરીને, કુંડળીમાં 15 અંશ (ડિગ્રી) પર બુધ પરમ ઉચ્ચ અને તે જ રીતે મીન રાશિમાં 15 અંશ પર પરમ નીચના થાય છે. બુધના પ્રભાવ હેઠળ આવતી મિથુન (વાયુ તત્વ) અને કન્યા (પૃથ્વી તત્વ) રાશિના જાતકોના જીવનના રસ્તા અને સ્વભાવમાં ઘણો તફાવત જોવા મળે છે. કન્યા રાશિ પર બુધનો પ્રભાવ ઘણો ઊંડો હોય છે, જ્યારે મિથુન રાશિ પર શનિનો પણ વિશેષ પ્રભાવ રહે છે.
3/8
મિથુન રાશિના સ્વામી સ્વયં બુધ દેવ છે અને ન્યાયના દેવતા શનિદેવ આ રાશિના જાતકો માટે ભાગ્ય વધારનારા ગ્રહ માનવામાં આવે છે. આ રાશિ બુદ્ધિમત્તા, ચપળતા અને અદભુત આકર્ષણની રાશિ છે. આ જાતકો ખૂબ જ મિલનસાર હોય છે અને તેમનું આકર્ષણ વિપરીત લિંગ તરફ સામાન્ય રીતે વધુ જોવા મળે છે. કન્ફ્યુઝન અને બેદરકારી આ રાશિના જાતકોની સૌથી મોટી નબળાઈ છે. ઘણી વખત ચોક્કસ નિર્ણય ન લઈ શકવાના કારણે અથવા આળસના લીધે કરિયરના મોટા મોટા સર્વોત્તમ મોકા તેમના હાથમાંથી નીકળી જાય છે. નિયમિત રૂપે સંકટમોચન હનુમાનજીની ભક્તિ અને ઉપાસના કરવી. દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષની નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો.
4/8
કન્યા રાશિ પણ બુધની જ માલિકીની રાશિ છે, પરંતુ તે પૃથ્વી તત્વની પ્રમુખ રાશિ હોવાથી તેના ગુણો મિથુન કરતાં અલગ પડે છે. કન્યા રાશિના જાતકો અદભુત વાકપટુતા (વાત કરવાની કળા) અને શાનદાર સંવાદ કૌશલ્ય ધરાવે છે. તેમની પાસે મેનેજમેન્ટ અને વહીવટી કામો સંભાળવાના અદભુત ગુણો હોય છે. આ લોકો ખૂબ જ ચાલાક અને સમય પારખુ હોય છે. આર્થિક અથવા ધનની બાબતોમાં આ જાતકો સામાન્ય રીતે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. સ્વાર્થની પ્રવૃત્તિ કન્યા રાશિના જાતકોની સૌથી મોટી નબળાઈ છે. ઘણીવાર પોતાના ફાયદા માટે તેઓ અન્ય બાબતોને નજરઅંદાજ કરી દે છે. શુક્ર અને બુધના સમન્વય માટે ઓપલ (Opal) અથવા હીરો (Diamond) રત્ન ધારણ કરવો અને રોજ સવારે પવિત્ર મનથી ગાયત્રી મંત્રનો જાપ કરવો.
5/8
6/8
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ