બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Split vs Window vs Portable AC:સૌથી વધુ વીજળી શેમાં વપરાય છે અને કોણ આપે છે સારુ કુલિંગ?

તમારા કામનું / Split vs Window vs Portable AC:સૌથી વધુ વીજળી શેમાં વપરાય છે અને કોણ આપે છે સારુ કુલિંગ?

Nirav Kumar

Last Updated: 11:19 PM, 7 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં એર કન્ડીશનરનો ઉપયોગ વધે છે અને બિલ પણ વધુ આવે છે. એવામાં લોકો તેની ખરીદી કરતી વખતે એવું AC લાવવાનો પ્રયાસ કરે છે જે ઓછી વીજળી વાપરતું હોય. આજે તમને સ્પ્લિટ એસી ,વિન્ડો એસી અને પોર્ટેબલ એસી વચ્ચેનો ભેદ જણાવીશું.

ઉનાળા દરમિયાન એર કન્ડીશનર વગર રહેવું અમુક લોકો માટે મુશ્કેલ બની ગયું છે. આથી જ લોકો મોટી, વિશ્વસનીય બ્રાન્ડના એસી ખરીદવાનું પસંદ કરે છે, જે વધુ સારી ઠંડક અને ઓછો વીજ વપરાશ આપે છે. જ્યારે ઘણા લોકો માત્ર તેમના 5-સ્ટાર રેટિંગ, બ્રાન્ડ અને કિંમતના આધારે એસી ખરીદે છે ત્યારે તેઓ તેમના વીજળી બિલમાં બચત જોતા નથી. પરંતુ તેનાથી ખર્ચ વધુ આવે છે. આથી એસી ખરીદતા પહેલા સૌથી મોટો પ્રશ્ન એ છે કે, પાવર વપરાશ અને ઠંડકની દ્રષ્ટિએ કયો વિકલ્પ સારો?, સ્પ્લિટ, વિન્ડો કે પોર્ટેબલ, બેસ્ટ છે?

  • સ્પ્લિટ એસીના ફાયદા

આ આજકાલ મોટાભાગના ઘરોમાં જોવા મળે છે. સ્પ્લિટ એસી પાવર વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. તેમનું કોમ્પ્રેસર યુનિટની બહાર સ્થિત હોય છે, જે અસરકારક રીતે રૂમમાંથી ગરમી બહાર કાઢે છે. આ સિવાય આધુનિક બ્રાન્ડ્સમાં હવે બિલ્ટ-ઇન ઇન્વર્ટર સિસ્ટમ્સ છે. જે તેમની ગતિ અને ઠંડક કાર્યક્ષમતામાં વધુ સુધારો કરે છે. સ્પ્લિટ એસી રૂમને ઝડપથી ઠંડુ કરે છે. સ્પ્લિટ એસી વિન્ડો એસી કરતા 30% થી 50% ઓછી વીજળી વાપરે છે.

hiring vtv 1
  • વિન્ડો એસીના ફાયદા

વિન્ડો એસી સ્પ્લિટ એસી કરતાં સસ્તા હોય છે. જે તેમને બજેટ ખરીદદારો માટે શબેસ્ટ ઓપ્શન બનાવે છે. ઇન્સ્ટોલેશન પણ સસ્તું અને સરળ છે અને ઠંડક યોગ્ય આપે છે. ઠંડક ધીમી પણ એફીશીયંટ હોય છે. જો તમે તેનો સતત ઉપયોગ કરો છો તો તે વધુ વીજળી વાપરે છે, ક્યારેક સ્પ્લિટ એસી કરતાં પણ વધુ વાપરે છે. આ સિવાય આ એસી સરળતાથી બારી કે દિવાલના સ્લોટમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. જે તેને નાના રૂમ માટે સારો ઓપ્શન બનાવે છે.

  • પોર્ટેબલ એસીનાં ફાયદા

પોર્ટેબલ એસીનો સૌથી મોટો ફાયદો તેની પોર્ટેબિલિટી છે. તમે તેને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. સ્પ્લિટ અને વિન્ડો એસીથી ઊંધું તેને જટિલ ઇન્સ્ટોલેશનની જરૂર નથી. તેને સેટ કરવું એકદમ સરળ છે. જે લોકો વારંવાર ઘર ખસેડે છે કે ભાડે રાખે છે તેમના માટે પોર્ટેબલ એસી એક શાનદાર ઓપ્શન હોઈ શકે છે. પોર્ટેબલ એસી વધુ વીજળી વાપરે છે અને ધીમી ઠંડક આપે કરે છે. તેની ગરમ હવા દૂર કરવા માટે ડક્ટનો ઉપયોગ થાય છે. પરંતુ તે ઘણીવાર ગરમ અને ઠંડી હવા અંદર ફેંકે છે.

વધુ વાંચો : બળબળતી ગરમીમાં AC વગર ભઠ્ઠી જેમ તપતું ઘર થઈ જશે ઠંડુ, કરો આ ગજબનો જુગાડ

  • કયો ઓપ્શન સારો ?

સ્પ્લિટ-વિન્ડો અને પોર્ટેબલ એસી વચ્ચે, સ્પ્લિટ એસી ઓછામાં ઓછી વીજળી વાપરે છે અને સારી ઠંડક આપે કરે છે. ત્યાર બાદ વિન્ડો એસી પસંદ કરી શકો છો, જ્યારે પોર્ટેબલ એસી સૌથી વધુ વીજળી વાપરે છે. જો તમે વીજળી બચાવતી વખતે લાંબા સમય સુધી એસીનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા હોવ તો સ્પ્લિટ એસી પસંદ કરવાનું બેસ્ટ છે. જો તમને સસ્તો અને સરળ ઓપ્શન જોઈતો હોય તો વિન્ડો એસી પસંદ કરો. જો તમે ઘર બદલતા રહો છો તો તમે પોર્ટેબલ એસી ખરીદી શકો છ પરંતુ તમારે વધુ બિલ ચૂકવવું પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Summer Split AC Window AC
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ