બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / TMCના બળવાખોર સાંસદોનું લિસ્ટ આવ્યું સામે, શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણનું પણ નામ

નેશનલ / TMCના બળવાખોર સાંસદોનું લિસ્ટ આવ્યું સામે, શત્રુઘ્ન સિંહા અને યુસુફ પઠાણનું પણ નામ

Pravin Joshi

Last Updated: 06:01 PM, 10 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMC માં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ધારાસભ્યો બાદ હવે પક્ષના 19 લોકસભા સાંસદોએ બળવો કર્યો હોવાની સત્તાવાર યાદી સામે આવી છે, જેમાં દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હા અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાન જેવા મોટા નામ સામેલ છે.

પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની રાજકીય મુશ્કેલીઓમાં વધારો થયો છે. પક્ષના ધારાસભ્યોમાં શરૂ થયેલો બળવો હવે દિલ્હી સુધી પહોંચી ગયો છે અને લોકસભાના 19 સાંસદો સત્તાવાર રીતે બળવાખોર ખેમામાં સામેલ થઈ ગયા છે. આ સાંસદોએ લોકસભા સ્પીકરને પોતાના હસ્તાક્ષર સાથેનો એક સત્તાવાર પત્ર સોંપીને અલગ સંસદીય જૂથની રચના કરવાની મંજૂરી માંગી છે. આ ઘટનાક્રમ સામે આવ્યા બાદ બંગાળથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓ ધ્રૂજી ઉઠ્યા છે.

mamata-banerjee

બળવાખોર બનેલા TMC ના 19 લોકસભા સાંસદોની સંપૂર્ણ યાદી

સામે આવેલી સત્તાવાર યાદી મુજબ, મમતા બેનર્જીના નેતૃત્વને પડકારનારા 19 લોકસભા સાંસદો અને તેમના મતવિસ્તાર આ પ્રમાણે છે..

  • શત્રુઘ્ન સિન્હા (આસનસોલ)
  • યુસુફ પઠાન (બહરામપુર)
  • કાકોલી ઘોષ (બારાસાત)
  • જગદીશ ચંદ્ર બસુનિયા (કૂચબિહાર)
  • ખલીલુર રહેમાન (જંગીપુર)
  • અબુ તાહિર ખાન (મુરશિદાબાદ)
  • પાર્થ ભૌમિક (બેરકપુર)
  • બાપી હલદાર (મથુરાપુર)
  • સાયોની ઘોષ (જાદવપુર)
  • માલા રોય (કોલકાતા દક્ષિણ)
  • મિતાલી બાગ (આરામબાગ)
  • દીપક અધિકારી - દેવ (ઘાટાલ)
  • કાલીપદ સોરેન (ઝાડગ્રામ)
  • જૂન માલિયા (મેદિનીપુર)
  • અરૂપ ચક્રવર્તી (બાંકુડા)
  • ડૉ. શર્મિલા સરકાર (વર્ધમાન પૂર્વ)
  • અસિત કુમાર માલ (બોલપુર)
  • શતાબ્દી રોય (બીરભૂમ)
  • રચના બેનર્જી (હૂગલી)

આ યાદીમાં પક્ષના અનેક સ્થાપક સભ્યો, ગ્લેમર જગતમાંથી આવેલા સાંસદો અને કટોકટીના સમયમાં જીતીને આવેલા નેતાઓ સામેલ હોવાથી મમતા બેનર્જી માટે આ આંચકો પચાવવો મુશ્કેલ બનશે. જો કે, આ અંગે પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર વિસ્તૃત પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

રાજ્યસભામાં પણ મોટો ભડકો: સુષ્મિતા દેવનું રાજીનામું

લોકસભામાં બગાવતની સાથે-સાથે રાજ્યસભામાં પણ TMC ને મોટો ફટકો પડ્યો છે. પક્ષના ફાયરબ્રાન્ડ મહિલા નેતા અને રાજ્યસભા સાંસદ સુષ્મિતા દેવે બુધવારે પક્ષ અને સંસદ સભ્યપદ બંનેમાંથી સત્તાવાર રાજીનામું આપી દીધું છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરાયેલી હોદ્દાવાર અધિસૂચના અનુસાર, તેમનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લેવામાં આવ્યું છે. સુષ્મિતા દેવે આ નિર્ણય પાછળ અંગત અને રાજકીય કારણો હોવાનું જણાવ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેઓ ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. નોંધનીય છે કે, આ પહેલા TMC ના સૌથી વરિષ્ઠ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાય પણ સંસદ અને પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી ચૂક્યા છે.

અમારી સાથે 64 ધારાસભ્યો, અમે જ અસલી TMC: ઋતબ્રત બેનર્જી

આ સમગ્ર રાજકીય ડ્રામા વચ્ચે બળવાખોર જૂથના મુખ્ય નેતા અને પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા ઋતબ્રત બેનર્જીએ એક મોટો ધડાકો કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે, અમારા જૂથની સાથે અત્યારે TMC ના કુલ 64 ધારાસભ્યો મજબૂતીથી ઉભા છે. આ આંકડો આગામી થોડા દિવસોમાં હજુ પણ મોટો થશે. સંગઠન, ધારાસભ્યો અને સાંસદોની આ પ્રચંડ બહુમતી સાબિત કરે છે કે અસલી તૃણમૂલ કૉંગ્રેસ અમારું જૂથ જ છે, મમતા બેનર્જીનું જૂથ નહીં. તેમણે વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, અમારો કૉંગ્રેસ પક્ષમાં વિલય કરવાનો કોઈ જ ઈરાદો નથી, અમે જ પક્ષ પર આધિપત્ય જમાવીશું.

વધુ વાંચો : VIDEO : ઈન્ટરનેટ પર થોડી સેકન્ડો માટે હટ્યું 'બ્યુટી ફિલ્ટર', ઝટકે ઓછા થઈ ગયા 1.4 લાખ ફોલોઅર્સ

28 વર્ષના ઈતિહાસનું સૌથી મોટું સંકટ

વર્ષ 1998 માં સ્થપાયેલી અને છેલ્લા 28 વર્ષથી પશ્ચિમ બંગાળના રાજકારણમાં કેન્દ્રસ્થાને રહેલી તૃણમૂલ કૉંગ્રેસ અત્યાર સુધીના સૌથી મોટા અસ્તિત્વના સંકટનો સામનો કરી રહી છે. પક્ષમાં શરૂ થયેલી આ લડાઈ હવે વિચારધારાની નહીં પરંતુ સત્તા અને નેતૃત્વ હડપવાની લડાઈ બની ગઈ છે. એક તરફ મમતા બેનર્જી પોતાના વફાદારો સાથે દિલ્હીમાં કાનૂની અને રાજકીય બચાવના રસ્તાઓ શોધી રહ્યા છે, તો બીજી તરફ બળવાખોર જૂથ બહુમતીના જોરે સત્તા પલટાવવાની ફિરાકમાં છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

TMCCrisis2026 ShatrughanSinha MamataBanerjee
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ