ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 12:05 PM, 11 June 2026
ADVERTISEMENT
ભારતમાં અત્યારે લગભગ દરેક વસ્તુ મોંઘી થઇ રહી છે. કેમ કે, ફ્યુઅલનો ભાવ અવ્ધતા તેની અસર માર્કેટ પર એટલી ખતરનાક પડી છે કે, રાશન અને ખાણીપીણીની ચીજ વસ્તુઓ પણ મોંઘી બની છે. હવે તેની સાથે બાળકોના ભણતર પર પણ મોંઘવારીની અસર પડી છે. જેમાં નોટબુક, ચોપડા, લંચ બોક્સ, કંપાસ બોક્સ, વોટર બોટલ, પેન અને પેન્સિલ સહિતની સ્ટેશનરીના ભાવમાં 10%થી 25% સુધીનો મોટો વધારો થયો છે.
ADVERTISEMENT
સ્ટેશનરીની વસ્તુઓ મોંઘી બનતા હવે વાલીઓએ દરેક વસ્તુ પાછળ એવરેજ 50થી 200 રૂપિયા વધુ ખર્ચ કરવો પડશે. જેમાં કોઈ વાલી પોતાના બાળક માટે આવી માત્ર પાંચ વસ્તુઓ પણ ખરીદશે તો તેમનું બજેટ સીધું 1000 રૂપિયા જેટલું વધી જશે. આ દર્શાવે છે કે, ઇન્ફલેશન કઈ હદ સુધી આઉટ ઓફ કંટ્રોલ થઇ રહ્યું છે.
આ અંગે સ્ટેશનરી માર્કેટના વેપારીઓ જણાવે છે કે, ગ્લોબલ લેવલે જે ક્રાઈસીસ ચાલી રહ્યા છે તેના લીધે પ્લાસ્ટિકના ભાવમાં 25% જેટલો વધારો થયો છે. આથી પ્લાસ્ટિકમાંથી બનતા લંચ બોક્સ, વોટર બોટલ અને કંપાસ બોક્સ મોંઘા બની ગયા છે. આ સિવાય બુક પર ચડાવવામાં આવતા પ્લાસ્ટિક કવરના ભાવમાં 40% અને ખાખી કવરના ભાવમાં 25%નો વધારો થયો છે. આ સિવાય કાગળની કિંમતો વધવાના કારણે નોટબુક અને ચોપડાના ભાવમાં પણ 10% જેટલો વધારો ઝીંકાયો છે.
ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, આ સ્ટેશનરીની અમુક ફેન્સી વસ્તુઓ અને કાચો માલ ચાઈનાથી આવે છે. બાદમાં દિલ્હી, મુંબઈ થઈને અમદાવાદ આવે છે. એવામાં ચાઈનાના યુઆન સામે પણ ભારતીય રૂપિયાની વેલ્યુ ઘટી રહી છે આથી ત્યાંથી આવતી વસ્તુઓ મોંઘી થઈ રહી છે.
ADVERTISEMENT
પહેલા એક ડઝન ચોપડાનો ભાવ 500 હતો તે વધીને 600 રૂપિયા થયો છે. લંચ બોક્સ પહેલા 200-400 રૂપિયામાં મળ્યું હતું તે વધીને 250-500 રૂપિયા થયા છે. વોટર બોટલની કિંમત પહેલા 150-500 હતી તે વધીને 180-625 રૂપિયા થયા છે. કંપાસ બોક્સની કિંમત પહેલા 50-300 હતી તે વધીને 65-375 રૂપિયા થયા છે. પ્લાસ્ટિક કવરની કિંમત પહેલા 100 હતી તે વધીને 140 રૂપિયા થયા છે. ખાખી કવર રોલની કિંમત પહેલા 80 હતી તે વધીને 100 રૂપિયા થયા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
અત્યારે અનેક શાળાઓમાં ફરજિયાત વિદ્યાર્થીઓને બુક સહિતની સ્ટેશનરી કિટ આપી દેવાય છે કે પછી અમુક નક્કી સ્ટેશનરીમાંથી ખરીદીની ફરજ પાડવામાં આવે છે. આથી સ્ટેશનરી માર્કેટનો બજારનો ધંધો પડી ભાંગ્યો છે. આ અંગે ફેડરેશન ઓફ બૂક્સ એન્ડ સ્ટેશનરી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે, ગુજરાતમાં સ્ટેશનરીની દુકાનોની સંખ્યા 12,000થી ઘટીને માત્ર 8000 થઈ ગઈ છે. મતલબ કે, 4000 સ્ટેશનરીની દુકાનો બંધ થઇ ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT