બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / VIDEO : 'ગેટ આઉટ, ગેટ આઉટ' ઘાટલોડિયાની IDP સ્કૂલને 'પાવર ચડ્યો'વાલીનું અપમાન કર્યું

અમદાવાદ / VIDEO : 'ગેટ આઉટ, ગેટ આઉટ' ઘાટલોડિયાની IDP સ્કૂલને 'પાવર ચડ્યો'વાલીનું અપમાન કર્યું

Priykant Shrimali

Last Updated: 11:46 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad IDP School Controversy : વાલીઓ બાળકોને સારા શિક્ષણ માટે બાળકોને શાળામાં મોકલે છે ત્યારે હવે શાળાના કર્મચારી જ વાલી સાથે જે અસભ્યતાથી વાત કરી રહ્યા છે તેને લઈ અનેક સવાલ

Ahmedabad IDP School Controversy : ફરી એકવાર મેટ્રો સિટી અમદાવાદની ખાનગી શાળાની દાદાગીરી સામે આવી છે. વાસ્તવમાં વાલીઓ બાળકોને સારા શિક્ષણ માટે બાળકોને શાળામાં મોકલે છે ત્યારે હવે શાળાના કર્મચારી જ વાલી સાથે જે અસભ્યતાથી વાત કરી રહ્યા છે તેને લઈ અનેક સવાલ ઊભા થયા છે. વિગતો મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી IDP સ્કૂલ એક વખત ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. થોડા દિવસો પહેલા એક વાલી સાથે થયેલી ગેરવર્તણૂકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો. આ ઘટનાએ શિક્ષણ જગતમાં અનેક સવાલો ઊભા કર્યા હતા. હવે આ મામલે તપાસ કરવા પહોંચેલા જિલ્લા શિક્ષણ અધિકારી (DEO)ને પણ શાળામાં સરળતાથી પ્રવેશ ન મળ્યાના આક્ષેપો સામે આવ્યા છે, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો છે.

શું છે સમગ્ર મામલો ?

પ્રાથમિક વિગતો મુજબ પોતાના બાળકનું જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) મેળવવા માટે એક વાલી શાળામાં પહોંચ્યા હતા. જોકે શાળા સંચાલન તરફથી તેમને સહકાર આપવાને બદલે અપમાનજનક ભાષામાં વાત કરવામાં આવી હોવાના આક્ષેપ છે. વાયરલ થયેલા વીડિયોમાં વાલીને “અમારા કેમ્પસમાંથી બહાર નીકળી જાઓ” જેવી ટિપ્પણીઓ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, સર્ટિફિકેટ મેળવવા માટે પોલીસને સાથે લાવવાની વાત પણ કરવામાં આવી હોવાનું કહેવાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) તપાસ માટે સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. પરંતુ તપાસ માટે આવેલા અધિકારીને પણ ગેટ પર રાહ જોવડાવવામાં આવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. શાળા સંચાલનના આ વલણને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.

આ પણ વાંચો : કાજલ મહેરિયાના લગ્ન બાદ હવે કોર્ટમાં નકલી છૂટાછેડા, સિંગરના નામે કોઈએ કરી નાખી અરજી, કોર્ટે ખોલી પોલ

આવો જાણીએ વીડિયોમાં શાળાના કર્મચારીએ શું કહ્યું ?

વીડિયોની શરૂઆતમાં શાળાના કર્મચારી વિવેક ભૂલીને વાલી સાથે દાદાગીરી કરતાં જોવા મળે છે. જેમાં તેઓ હિન્દીમાં કહે છે, તમે અમારા કેમ્પસમાંથી બહાર નીકળો, પોલીસને લાવવી છે ને ? ત્યારે વાલી કહે છે કે, પહેલા અમારું સર્ટી.. ત્યારે શાળા કર્મચારી કહે છે કે, કોઈ સર્ટીફિકેટ નહીં મળે, તમે પોલીસને લઈને આવો. તમે પોલીસને લઈ ને જ આવો, નીકળો... પછી કર્મચારી બેથી ત્રણ વાર ઊંચા અવાજે વાલીને આઉટ કહેતા સાંભળવા મળે છે. આ તરફ વાલી પણ કર્મચારીને સભ્યતાથી વાત કરવાનું કહે છે તો કર્મચારી વાલીને કહે છે કે, કોઈ સભ્યતા નહિ... ચાલ...નીકળ.... પોલીસને લઈને આવો.. હવે તો તમે પોલીસને લઈને જ આવો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IDP School Controversy Ahmedabad Ghatlodia
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ