બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કૂવો ભરાયો લાશોથી! શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત

ચારે બાજુ ચીસાચીસ / કૂવો ભરાયો લાશોથી! શ્રદ્ધાળુઓને લઈ જતી પિકઅપ કૂવામાં ખાબકી, 14ના મોત

Pravin Joshi

Last Updated: 08:14 PM, 14 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ નજીક શ્રદ્ધાળુઓથી ભરેલી ઓવરલોડેડ પિકઅપ ગાડી રસ્તા કિનારે આવેલા ખુલ્લા કૂવામાં ખાબકતા 14 લોકોના ડૂબી જવાથી મોત થયા છે.

મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ વિસ્તારમાંથી એક અત્યંત હૃદયકંપાવી દેનારી અને કાળજું ચીરી નાખે તેવી અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં શ્રદ્ધાળુઓથી ચિક્કાર ભરેલી એક પિકઅપ ગાડી અચાનક ચાલકના કાબૂ બહાર જઈને રસ્તાની બિલકુલ બાજુમાં આવેલા એક ઊંડા કૂવામાં ખાબકી હતી. મ્હાસવાડ-પંઢરપુર માર્ગ પર તાંડુવાડી ગામ નજીક સર્જાયેલા આ ભયાનક અકસ્માતમાં ૧૪ જેટલા શ્રદ્ધાળુઓના પાણીમાં ડૂબી જવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ક્ષણભરમાં જ હસતા-રમતા પરિવારો કાળના ગાલમાં સમાઈ ગયા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે તમામ મૃતકો પંઢરપુર વિસ્તારના રંજની ગામના વતની હતા. એક જ ગામના ૧૪ લોકોના સામૂહિક મોતથી રંજની ગામ સહિત સમગ્ર પંથકમાં માતમ છવાઈ ગયો છે અને લોકોની આંખો ભીની થઈ ગઈ છે.

didha - 2026-06-14T201326.386

દેવદર્શન કરીને પરત ફરતી વખતે જ નડ્યો કાળમુખો અકસ્માત

સ્થાનિક સૂત્રો અને પોલીસ પ્રશાસન પાસેથી મળતી વિગતો અનુસાર, પંઢરપુરના રંજની ગામના આ ગ્રામજનો અને શ્રદ્ધાળુઓ મ્હાસવાડ ખાતે આવેલા પ્રસિદ્ધ સિદ્ધનાથ ભગવાનના દર્શન કરવા માટે ગયા હતા. પરિવાર સાથે ભગવાનના દર્શન કરીને ભારે ઉત્સાહ સાથે તમામ લોકો પિકઅપ ગાડીમાં બેસીને પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન માલશિરસ તાલુકાના તાંડુવાડી ગામ નજીકથી પસાર થતી વખતે કાળે આ શ્રદ્ધાળુઓનો માર્ગ રોક્યો હતો. ધોળા દિવસે બનેલી આ દુર્ઘટનાની ચીસાચીસ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકોના મોટા ટોળા તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.

રક્ષણાત્મક રેલિંગનો અભાવ અને ઓવરલોડિંગ બન્યા મોતનું કારણ

જો કે, અકસ્માતનું ચોક્કસ અને સત્તાવાર કારણ જાણવા માટે પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ પ્રત્યક્ષદર્શીઓના પ્રાથમિક અંદાજ મુજબ ડ્રાઇવરે પૂરપાટ ઝડપે જઈ રહેલા વાહનના સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવી દીધો હતો. દુર્ઘટના પાછળ માર્ગ મકાન વિભાગની બેદરકારી પણ સામે આવી રહી છે, કારણ કે રસ્તાની બિલકુલ અડીને આવેલો આ કૂવો પાણીથી કાંઠોકાંઠ ભરેલો હતો અને તેની આસપાસ સુરક્ષા માટે કોઈ પ્રોટેક્શન વોલ કે લોખંડની રેલિંગ બનાવવામાં આવી નહોતી. પરિણામે કાબૂ બહાર ગયેલી પિકઅપ ગાડી સીધી કૂવાના પાણીમાં ઊંડે ગરકાવ થઈ ગઈ હતી. વધુમાં, પિકઅપ વાહનમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાથી અંદર બેઠેલા લોકોને બહાર નીકળવાની તક જ નહોતી મળી.

મૃતકોમાં 4 માસૂમ બાળકો અને 4 મહિલાઓ સામેલ

આ હૃદયદ્રાવક દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. કૂવામાં પાણી વધુ હોવાને કારણે શરૂઆતમાં બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તેમ છતાં સ્થાનિક તરવૈયાઓની મદદથી યુદ્ધના ધોરણે રાહત કાર્ય શરૂ કરાયું હતું. આ આખી ઘટનામાં 2 નસીબદાર લોકોનો કૂવાના પાણીમાંથી ચમત્કારિક આબાદ બચાવ થયો છે. કૂવામાંથી અત્યાર સુધીમાં 8 લોકોના કમકમાટીભર્યા મૃતદેહો બહાર કાઢી લેવામાં આવ્યા છે, જેમાં 4 નિર્દોષ મહિલાઓ અને 4 માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ બેદરકારી / રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાંથી 11 બાળકો ગુમ, સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો

સ્થાનિક રાજકારણમાં પણ આ ઘટનાથી શોક છે અને માલશિરસના સ્થાનિક ધારાસભ્ય ઉત્તમ જાનકર પણ પરિસ્થિતિની ગંભીરતા જોઈને સગા-સંબંધીઓને સાંત્વના આપવા અને બચાવ કાર્યની સમીક્ષા કરવા ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસે હાલમાં અકસ્માતનો અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ પ્રક્રિયા હાથ ધરી છે. હોસ્પિટલમાં બચેલા ઘાયલોની સારવાર ચાલી રહી છે અને બાકીના મૃતકોની ઓળખ વિધિ કરવાની સમાંતર કામગીરી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SolapurTragedy RoadAccident SolapurAccident
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ