બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 20 યુવતીઓના 8000 વાંધાજનક વીડિયો ઉતાર્યા, 'પટેલ'ને નામે મહિલાઓને ફસાવનારની ધરપકડ
Last Updated: 09:35 PM, 14 June 2026
Ahmedabad Crime News: અમદાવાદમાં હિન્દુ નામ ધારણ કરી અસહાય, છૂટાછેડા લીધેલી અને વિધવા હિન્દુ મહિલાઓને લગ્નની લાલચ આપી ફસાવતા ગુનેગારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચ અને પશ્ચિમ મહિલા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ છે. એક પીડિત મહિલાની ફરિયાદ બાદ સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ સમગ્ર મામલો બહાર લાવવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીનો રહેવાસી કરીમ રફીકભાઈ સિપાઈ નામનો ઈસમ મેટ્રિમોનિયલ સાઇટ પર 'આદિત્ય પટેલ' નામે નકલી પ્રોફાઈલ બનાવી હતી. તેમજ આઇટી એન્જીનીયર હોવાની ખોટી ઓળખ આપતો હતો. તે પરણિત હોવા છતાં પોતાને વિધુર અને નિઃસંતાન ગણાવી મહિલાઓને પ્રેમજાળમાં ફસાવતો હતો.
મહિલાઓનો વિશ્વાસ જીતવા માટે આ આરોપી પોતાના આદિત્ય પટેલ નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ અને પત્નીના મરણના ખોટા પ્રમાણપત્રો બનાવીને મહિલાઓને મોકલી આપતો હતો. હિન્દુ સંગઠનના દાવા મુજબ પકડાયેલા આરોપી કરીમના મોબાઈલ ફોનમાંથી અંદાજિત 20 અલગ-અલગ યુવતીઓના નામ ધરાવતા ફોલ્ડર મળી આવ્યા. આ ફોલ્ડર્સમાં અંદાજે કથિત 8000થી વધુ આપત્તિજનક તસવીરો અને વીડિયો મળી આવ્યા છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ VIDEO / અમદાવાદમાં PCR વાનને રોકી યુવકોની દાદાગીરી, વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં
ADVERTISEMENT
પીડિત મહિલાની ફરિયાદના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી કરીમ સિપાઈની ધરપકડ કરી લીધી છે. નોધનીય છે કે, એક પીડિત વિધવા મહિલાની સતર્કતાને કારણે ફૂટ્યો હતો. મોબાઈલ સ્ક્રીન પર ટ્રુકોલર ટેબ ક્લોઝ કરતી વખતે અચાનક તેનું સાચું નામ ડિસ્પ્લે થયું હતું. મહિલાએ આપેલા સરનામે તપાસ કરાવતા તે ખોટું નીકળ્યું હતું, જેથી તેણે હિન્દુ સંગઠનનો સંપર્ક કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.