બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / માર્કેટમાં મોટો કડાકો: જૂન મહિનામાં સોનું 10 હજાર અને ચાંદી 20 હજાર રૂપિયા થઈ સસ્તી, જાણો નવા ભાવ
Last Updated: 11:05 PM, 14 June 2026
વધતી જતી મોંઘવારી અને આંતરરાષ્ટ્રીય સ્તરની ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓએ બુલિયન માર્કેટ પર ખૂબ જ ઊંડી અસર પાડી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના લોકોને હાલ સોના-ચાંદીની ખરીદીથી દૂર રહેવાની અપીલ કરી હતી, જેની સીધી અસર બજારના સેન્ટિમેન્ટ પર પડી છે અને જૂન મહિનામાં કિંમતોમાં ભયંકર કડાકો બોલાઈ ગયો છે. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનના રિપોર્ટ અનુસાર, પાછલા મહિનાની સરખામણીએ રોકાણકારો અને ગ્રાહકો માટે આ કિંમતો ખૂબ જ સસ્તી થઈ ગઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
મે મહિનાના અંતની સરખામણીએ જૂન મહિનામાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. 29 મે 2026 ના રોજ બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 157043 રૂપિયાના સર્વોચ્ચ સ્તર પર હતો. જે પાછલા શુક્રવારે એટલે કે 12 જૂનના રોજ ઘટીને 147609 રૂપિયાના સ્તરે આવી ગયો હતો. આમ, સોનાના ભાવમાં સીધો 9434 રૂપિયા (આશરે 10 હજાર) નો ઘટાડો જોવા મળ્યો છે.
12 જૂનની સાંજ સુધીના વિવિધ કેરેટના સત્તાવાર ભાવો (જીએસટી અને મેકિંગ ચાર્જ વિના) નીચે મુજબ રહ્યા હતા:
ADVERTISEMENT
જો કે, ગુરુવારે 24 કેરેટ સોનાનો ભાવ 144782 રૂપિયા હતો, જેમાં શુક્રવારે થોડો સુધારો થતાં તે 147800 રૂપિયા પર બંધ થયો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
સોનાની જેમ જ ચાંદી ખરીદનારાઓ માટે પણ જૂન મહિનો મોટી રાહત લઈને આવ્યો છે. 29 મે ના રોજ બજારમાં એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 263966 રૂપિયાના સ્તરે પહોંચી ગયો હતો. જે ગત 12 જૂનના રોજ ઘટીને 242295 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો. આ રીતે શુદ્ધ ચાંદીની કિંમતોમાં માત્ર થોડા જ દિવસોમાં 20971 રૂપિયા (આશરે 21 હજાર) નો મોટો ઘટાડો નોંધાયો છે.

ADVERTISEMENT
બજારના નિષ્ણાતોના મતે, અમેરિકી રાષ્ટ્રપતિએ ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો તણાવ અથવા યુદ્ધ સમાપ્ત થવાના સંકેતો આપ્યા છે. યુદ્ધની સ્થિતિ શરૂ થઈ ત્યારથી જ સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહ્યા હતા અને હવે વૈશ્વિક સ્તરે તણાવ ઓછો થવાના કારણે કિંમતો સ્થિર થવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ, સ્થાનિક બજારમાં હાલમાં લગ્નની કોઈ સીઝન ન હોવાના કારણે પણ સોનાની માંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ દરમિયાન ભારત સરકારે એક મોટો આર્થિક નિર્ણય લેતા સોના અને ચાંદી પર લાગતા ઈમ્પોર્ટ ડ્યુટી ટેક્સ (આયાત વેરો) માં ધરખમ વધારો ઝીંકી દીધો છે. સરકારે આ ટેક્સને 6% થી સીધો વધારીને 15% કરી દીધો છે. ગ્રાહકોએ ખાસ નોંધ લેવી પડશે કે બજારના આ ભાવોમાં હજુ 3% જીએસટી (GST) અને જ્વેલર્સના મેકિંગ ચાર્જીસ ઉમેરવાના બાકી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.