બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:41 AM, 7 June 2026
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં મિશ્ર સ્થિતિ જોવા મળી શકે છે. એક તરફ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ગરમી અને ઉકળાટનો પ્રકોપ પણ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી બે અલગ-અલગ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
ADVERTISEMENT
હવામાન વિભાગે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ઉપરાંત નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
જોકે વરસાદની શક્યતા વચ્ચે ગરમીમાં ખાસ રાહત મળે તેવી સ્થિતિ દેખાતી નથી. રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાઈ રહ્યું છે. અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 41.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પારો પહોંચ્યો હતો. સુરતમાં 40.1 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી અને અમરેલીમાં 40.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન, લેન્ડ અને લવ બાદ હવે ‘ફ્રેન્ડ જેહાદ’નો ખતરો
તે જ રીતે ભાવનગરમાં 40.5 ડિગ્રી, કંડલામાં 40.2 ડિગ્રી અને વડોદરામાં 39.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વરસાદી વાતાવરણ છતાં ઉકળાટનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે.
ADVERTISEMENT
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં તાપમાનમાં આંશિક ઘટાડો થઈ શકે છે, પરંતુ ભેજનું પ્રમાણ વધવાને કારણે ઉકળાટ યથાવત રહેશે. તેથી લોકોને ગરમી અને વરસાદ બંનેથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Pay Commission / સરકારી કર્મચારીઓની થશે બલ્લે-બલ્લે! આવી 8માં પગારપંચ પર નવી અપડેટ
ADVERTISEMENT