બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / "કલ્યાણ મારા સિનિયર, તેમને બોલવાનો અધિકાર...", ઘમંડી હોવાના આરોપ પર બોલ્યા અભિષેક બેનર્જી
Last Updated: 09:56 PM, 12 June 2026
TMC: મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીએ કલ્યાણ બેનર્જીના આરોપોનો જવાબ સંયમિત સ્વરમાં આપતા કહ્યું, "તેઓ મારા સિનિયર છે, તેમણે મને મોટો થતો જોયો છે, અને તેમને પોતાની વાત કહેવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તેમનો આદર કરું છું. અમે પાર્ટીની અંદર આ મુદ્દાઓ પર ચર્ચા કરીશું."
ADVERTISEMENT
તૃણમૂલ કોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીએ પાર્ટીની અંદર થઈ રહેલી ટીકાઓનો જવાબ આપ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું, "કલ્યાણ બેનર્જી મારી વિરુદ્ધ બોલી શકે છે. તેમણે મને બાળપણથી જોયો છે. તેથી અમે પાર્ટીની અંદર દરેક બાબતની ચર્ચા કરીશું. મને કલ્યાણ બેનર્જી પ્રત્યે કોઈ કડવાશ નથી. હું તેમની વિરુદ્ધ કંઈ નહીં કહું."
ગુરુવારે કલ્યાણ બેનર્જીએ કહ્યું હતું કે અભિષેક બેનર્જી "ખૂબ ઘમંડી" છે. તેમણે સીનિયર નેતાઓનું સન્માન ન કરવાનું શીખી લીધું છે. કલ્યાણ બેનર્જીએ પાર્ટીની હાર અને વર્તમાન કટોકટી માટે તેમને જવાબદાર ઠેરવ્યા.
ADVERTISEMENT
મમતા બેનર્જીને અલ્ટીમેટમ આપતા કલ્યાણે કહ્યું, "કાં તો અભિષેકને પાર્ટીમાં રાખો અથવા મને રાખો." જો પાર્ટી અભિષેક વગર ચાલી ન શકે, તો હું રહીશ નહીં. હું મમતા દીદી સાથે છું.
કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા અભિષેક બેનર્જીએ કલ્યાણના આરોપોનો સંયમિત સ્વરમાં જવાબ આપતા કહ્યું, "તેઓ મારા સિનિયર છે, તેમણે મને મોટો થતા જોયો છે, અને તેમને પોતાની વાત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. હું તેમનો આદર કરું છું."
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / 24 કલાકમાં ત્રણ શહેરોમાં ફાયરિંગ, ફરીવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ થઇ એક્ટિવ
ADVERTISEMENT
લડાઈમાં એક ઇંચ પણ પાછળ હટીશ નહીં
ભાજપ અંગે અભિષેક બેનર્જીએ કહ્યું, "અમે આ લડાઈમાં એક ઇંચ પણ પાછળ હટીશું નહીં. તમે અમને ઝુકાવી નહી શકો. અમે એજન્સીઓથી ડરતા નથી. ED, CBI અને CID અમારા પર હાવી નહી થઇ શકે. ધારાસભ્યો અને સાંસદોને ખરીદીને ટીએમસીને જુકાવી નહી શકો. તમે TMCને આ રીતે તોડી નહી શકો. તમે કહ્યું હતું કે તમે અન્નપૂર્ણા ભંડાર આપશો, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પહેલા તમારી જાતને પ્રશ્ન પૂછો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.