બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,મોન્સૂન ટ્રફની સ્થિતિ સર્જાઈ

photo-story

7 ફોટો ગેલેરી

Monsoon 2026 / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,મોન્સૂન ટ્રફની સ્થિતિ સર્જાઈ

Last Updated: 04:59 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી અમરેલી, ભાવનગર, કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, સુરત, નવસારી અને વલસાડમાં હળવા વરસાદની આગાહી કરી છે.

1/7

photoStories-logo

1. ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ,મોન્સૂન ટ્રફની સ્થિતિ સર્જાઈ

ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા નાગરિકો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તે ચોમાસાના આગમનને લઈને હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતો તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. એક તરફ ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં હળવો વરસાદ થવાની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ, ગુજરાત તરફ આગળ વધી રહેલું સત્તાવાર ચોમાસું હાલમાં મુંબઈની સરહદ પાસે આવીને અટકી ગયું છે, જેના કારણે સાર્વત્રિક અને ધમાકેદાર વરસાદ માટે ગુજરાતવાસીઓએ હજુ થોડી લાંબી પ્રતીક્ષા કરવી પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 7 દિવસ 10 જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દેશમાં સર્જાયેલી ત્રણ અલગ-અલગ સિસ્ટમ જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના સંયુક્ત પ્રભાવના કારણે આગામી ૭ દિવસ સુધી ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ સિસ્ટમના કારણે રાજ્યના નીચે મુજબના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે:

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. સૌરાષ્ટ્ર અને કચ્છ

અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ઉત્તર અને મધ્ય ગુજરાત

સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદી વાદળો ઘેરાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. દક્ષિણ ગુજરાત

સુરત, નવસારી અને વલસાડમાં પણ પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. મુંબઈ પાસે કેમ અટકી ગયું ચોમાસું?

હવામાન વિભાગના ટ્રેકિંગ રિપોર્ટ અનુસાર, કેરળમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ ચોમાસું ખૂબ જ ઝડપથી આગળ વધ્યું હતું, પરંતુ મુંબઈ પાસે પહોંચતા જ તેની ગતિ મંદ પડી ગઈ છે અને તે ત્યાં જ સ્થિર થઈ ગયું છે. ચોમાસું અટકવાનું મુખ્ય કારણ એ છે કે હાલમાં અરબી સમુદ્રમાં કોઈ મજબૂત સિસ્ટમ સક્રિય થઈ નથી. આ ઉપરાંત, જમીની ભાગો પર અતિશય ગરમી અને હવામાં પૂરતા પ્રમાણમાં ભેજનો અભાવ હોવાના કારણે મોન્સૂનની ધરી આગળ વધી શકી નથી. પરિણામે, ચોમાસું નિયત સમય કરતા થોડું ખેંચાઈ ગયું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાના આ વિલંબને લઈને ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રના ભેજવાળા પવનો નબળા પડવાના કારણે ગુજરાતમાં ચોમાસું બેસવામાં હજુ વાર લાગશે. ગુજરાતવાસીઓએ સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદ માટે હજુ પણ થોડા દિવસ રાહ જોવી પડશે. તેમના પૂર્વાનુમાન મુજબ, આગામી ૨૩ જૂન પછી જ રાજ્યમાં ચોમાસું ફરી ગતિ પકડશે અને ત્યારબાદ જ ગુજરાતમાં વિધિવત રીતે સારો વરસાદ આવી શકે છે. ત્યાં સુધી માત્ર સ્થાનિક કરંટ અને પ્રિ-મોનસુન એક્ટિવિટીના કારણે જ છૂટોછવાયો વરસાદ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

WeatherUpdate Monsoon2026 GujaratRain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ