બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે આ 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

photo-story

7 ફોટો ગેલેરી

હવામાન અપડેટ / ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે આ 11 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

Last Updated: 08:14 PM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.

1/7

photoStories-logo

1. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી ભીષણ ગરમી વચ્ચે હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવા લાગી છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. 14 થી 15 જૂન દરમ્યાન ક્યાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના અનુમાન મુજબ, 14 અને 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે 15 જૂનના રોજ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. 16 થી 19 જુન દરમ્યાન ક્યાં ક્યાં વરસાદની આગાહી

આ ઉપરાંત, 16 થી 19 જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, સુરત, વલસાડ, ડાંગ અને નવસારી જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અંદાજ મુજબ, રાજ્યમાં વ્યાપક અને સારો વરસાદ શરૂ થવા માટે હજુ થોડો સમય લાગી શકે છે અને 23 જૂન પછી વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતા છે. હાલ ઊંચા તાપમાન અને વાતાવરણમાં જરૂરી ભેજના અભાવને કારણે ચોમાસાની ગતિ પર અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. રાજ્યમાં સારા વરસાદની સંભાવના

અંબાલાલ પટેલના મત મુજબ અરબ સાગર તરફથી પૂરતી સક્રિયતા જોવા મળતી નથી, જેના કારણે ગુજરાત તરફ વરસાદી સિસ્ટમ મજબૂત બની શકી નથી. બીજી તરફ પૂર્વ ભારત તરફ ચોમાસાની ગતિવિધિઓ વધુ સક્રિય હોવાનું કહેવાય છે. જો અરબ સાગર અને બંગાળની ખાડી બંને તરફથી અનુકૂળ હવામાન સ્થિતિ ઉભી થશે તો રાજ્યમાં સારા વરસાદની સંભાવના વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. જુલાઈ મહિનામાં વાદળોના મોટા સમૂહ ભારત તરફ

આ તરફ આગામી દિવસોમાં વેપાર વાયુઓની ગતિ અને વાદળોના વિકાસ પર પણ ચોમાસાની સ્થિતિ નિર્ભર રહેશે. હવામાનના અંદાજ મુજબ જુલાઈ મહિનામાં વાદળોના મોટા સમૂહ ભારત તરફ આગળ વધે તો વરસાદની સ્થિતિ વધુ અનુકૂળ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે

રાજ્યમાં આગામી થોડા દિવસો દરમિયાન કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે, પરંતુ વ્યાપક વરસાદ માટે હજુ રાહ જોવી પડી શકે છે. સાથે જ સપ્ટેમ્બર દરમિયાન અલ નીનોની અસર વધુ સ્પષ્ટ બની શકે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખેડૂતો, વેપારીઓ અને સામાન્ય નાગરિકો બધાની નજર આગામી દિવસોમાં ચોમાસાની ગતિ પર ટકેલી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Meteorological Department Rain Forecast Weather
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ