બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / 'કેમ છો તમે', બનાસકાંઠાના ખેડૂત પુત્રનું પ્લેન ક્રેશમાં મોત બાદ પાક.યુવક પરિવાર માટે બન્યો 'પુત્ર'

દુખદ / 'કેમ છો તમે', બનાસકાંઠાના ખેડૂત પુત્રનું પ્લેન ક્રેશમાં મોત બાદ પાક.યુવક પરિવાર માટે બન્યો 'પુત્ર'

Priykant Shrimali

Last Updated: 09:34 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Plane Crash : લંડનમાં કામ કરતો પાકિસ્તાની યુવક ઓમર અલી દુર્ઘટના બાદથી દરરોજ સાવધાનભાઈને ફોન કે મેસેજ કરે છે અને વાતની શરૂઆત લગભગ હંમેશાં એક જ પ્રશ્નથી થાય છે – કૈસે હો આપ... ઠીક હો?’....

Ahmedabad Plane Crash : કેટલાક સંબંધો લોહીના નથી હોતા, પરંતુ લાગણીનાં તાંતણાંથી એટલા મજબૂત બંધાય છે કે અંતર અને સરહદો પણ તેમની સામે નાની પડી જાય છે. એર ઈન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના એકવર્ષ પછી આવી જ એક માનવીય કથા બનાસકાંઠાના એક ગામ અને લંડન વચ્ચે જીવંત બની છે.

બનાસકાંઠાના થાવર ગામના ખેડૂત સાવધાનભાઈ ચૌધરી અને તેમની પત્ની રત્નીબહેન માટે 12 જૂન, 2025નો દિવસ ક્યારેય ન ભૂલાય એવો છે. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થતાં તેમના 26 વર્ષીય પુત્ર કમલેશ અને નવીનવેલી પુત્રવધૂ ધાપુબહેન સહિત 241 મુસાફરો સહિત કુલ 270 લોકોનાં કરુણ મોત થયાં હતાં. આ અસહ્ય દુ:ખ વચ્ચે એક અનોખો સંબંધ જન્મ્યો. લંડનમાં કમલેશ સાથે કામ કરતો પાકિસ્તાની યુવક ઓમર અલી દુર્ઘટના બાદથી દરરોજ સાવધાનભાઈને ફોન કે મેસેજ કરે છે. વાતની શરૂઆત લગભગ હંમેશાં એક જ પ્રશ્નથી થાય છે – કૈસે હો આપ... ઠીક હો?’

શરૂઆતમાં શોકસંદેશ તરીકે થયેલી વાતચીત ધીમે ધીમે આત્મીય સંબંધમાં બદલાઈ ગઈ. હવે બંને પરિવારો એકબીજાના સુખ-દુ:ખના ભાગીદાર બની ગયા છે. સાવધાનભાઈ કહે છે કે પગના નખમાં સહેજ દુખાવો થાય તો પણ ઓમર પુત્ર-પુત્રવધૂ ફોન કરીને ખબર પૂછે છે, જ્યારે ઓમરના ઘરે કોઈને તાવ આવે તો તેની જાણ તેમને ગુમાવનાર તરત થઈ જાય છે. લંડનથી ઓમર કહે છે- ભગવાને કમલેશને માત્ર એક માધ્યમ બનાવ્યો. તેના કારણે આજે આ પરિવાર સાથે એવો સંબંધ બંધાયો છે, જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તેમની સાથે વાત કરવાથી મને પણ શાંતિ મળે છે.

કમલેશ 2022માં રોજગારી માટે લંડન ગયો હતો. નવેમ્બર, 2024માં લગ્ન કરવા વતન આવ્યો અને થોડા મહિનાઓ પછી પત્નીને સાથે લઈ લંડન જવા નીકળ્યો હતો, પરંતુ એ સફર તેમની જિંદગીની છેલ્લી સફર બની ગઈ. આ વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાએ અમદાવાદમાં સ્થાપેલા ‘ફેમિલી રિટર્ન્સ સેન્ટર’માં પરિવારને દુર્ઘટનાસ્થળેથી મળેલી વસ્તુઓ પરત સોંપવામાં આવી હતી. સાવધાનભાઈના હાથમાં જ્યારે પુત્રનો અર્ધબળેલો લગ્ન આલબમ, નવદંપતીનો ફોટો ધરાવતું ડેસ્ક કેલેન્ડર અને અર્ધબળેલા દસ્તાવેજો આવ્યા ત્યારે તેઓ બાળકની જેમ રડી પડ્યા હતા.

આ પણ વાંચો : 'USથી મિત્રનો ફોન આવ્યો અને...' પુત્ર ઋષભ પિતા વિજય રૂપાણીને યાદ કરતા ભાવુક બન્યા

પરિવારના જણાવ્યા મુજબ કમલેશનું સ્વપ્ન આગામી પાંચ વર્ષમાં પોતાનો વ્યવસાય શરૂ કરવાનું હતું. તે પોતાના નાના ભાઈને પણ લંડન લઈ જવા માગતો હતો. આજે એ સ્વપ્નો માત્ર યાદોમાં જ બચ્યાં છે. એક વર્ષ પછી પણ ઘા તાજા છે, પરંતુ સાવધાનભાઈ માટે લંડનથી દરરોજ આવતો એક ફોન એ વાતનો પુરાવો છે કે માનવતા કોઈ દેશ, ધર્મ કે સરહદની મોહતાજ નથી. ક્યારેક માત્ર બે શબ્દો "કૈમ છો આપ" પણ દુ:ખ સહન કરવાની શક્તિ આપી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha Ahmedabad plane crash Kamlesh Chaudhary
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ