બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો અમદાવાદની શું સ્થિતિ?

photo-story

6 ફોટો ગેલેરી

વેધર અપડેટ / ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો અમદાવાદની શું સ્થિતિ?

Last Updated: 08:59 AM, 11 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ગુજરાતમાં ચોમાસું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

1/6

photoStories-logo

1. ક્યાં વરસાદ ક્યાં બફારો?

રાજ્યમાં હાલમાં ગરમી અને બફારા વચ્ચે ચોમાસાના આગમનની અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થઈ ચૂક્યાં છે, જ્યારે આગામી 16 જૂન સુધી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ અને રાજકોટ જેવા શહેરોમાં હજુ પણ ગરમીનો પારો 40 ડિગ્રીથી ઉપર રહેવાની શક્યતા છે. સુરત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ચોમાસું ગુજરાત તરફ આગળ વધતા આ જિલ્લાઓમાં વરસાદી પ્રવૃત્તિમાં વધારો થવાની સંભાવના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. 16 જૂન સુધી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ

12 થી 16 જૂન દરમિયાન દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ રહી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. અમદાવાદમાં ગરમી યથાવત રહેશે

અમદાવાદમાં આજે તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જેના કારણે ગરમી અને બફારો યથાવત રહેશે. લઘુત્તમ તાપમાન લગભગ 28 ડિગ્રી આસપાસ રહી શકે છે. શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની શક્યતા ઓછી છે. ગઈકાલે અમદાવાદમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાજકોટમાં પણ ગરમીનો પ્રભાવ

રાજકોટમાં આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે, છતાં ગરમીમાં ખાસ રાહત મળવાની નથી. મહત્તમ તાપમાન 41 ડિગ્રી કે તેથી વધુ રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન આશરે 27 ડિગ્રી રહેવાની શક્યતા છે. ગઈકાલે શહેરમાં 41.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. સુરતમાં પવન સાથે વરસાદની શક્યતા

સુરતમાં આજે તેજ પવન સાથે વરસાદ પડી શકે છે. અહીં મહત્તમ તાપમાન લગભગ 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી આસપાસ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સૌથી વધુ અસર સુરત અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી શકે છે. ગઈકાલે સુરતમાં 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

South Gujarat rainfall rain forecast Gujarat Gujarat monsoon
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ