બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / વેઈટિંગ ટીકિટવાળાને મોજ, હવે ચાલતી ટ્રેનમાં પણ બુક થશે કન્ફર્મ સીટ
Last Updated: 04:15 PM, 13 June 2026
રેલવે વેઈટિંગ ટિકિટ સાથે મુસાફરી કરતા લાખો મુસાફરો માટે મહત્વના સમાચાર લાવ્યા છે. જેમાં રેલવે વિભાગ હવે ચાલતી ટ્રેનોમાં કન્ફર્મ બર્થ બુક કરવાની સુવિધા આપી રહી છે. એકવાર TTE નું હેન્ડ-હેલ્ડ ટર્મિનલ (HHT) અપગ્રેડ થઈ જાય પછી ખાલી બેઠકો IRCTC વેબસાઇટ પર લાઈવ બતાવશે. રેલવેએ મુસાફરોની સુવિધા સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. જેનાથી મુસાફરો ચાલતી ટ્રેનોમાં કન્ફર્મ બર્થ બુક કરી શકશે.
ADVERTISEMENT
જેમાં ટ્રેન તેના મૂળ સ્ટેશનથી નીકળી ગઈ હોય કે ન હોય મુસાફરો મુસાફરી દરમિયાન તરત જ ખાલી સીટ બુક કરી શકાશે. આ નવો નિયમ આગામી દિવસોમાં વેઈટિંગ અને RAC મુશ્કેલીઓનો સામનો કરી રહેલા મુસાફરો માટે એક મહત્વની બાબત સાબિત થશે.
ADVERTISEMENT
ભારતીય રેલવે આગામી દિવસોમાં ટિકિટ બુકિંગમાંથી જૂની RAC સિસ્ટમને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે મહત્વની તૈયારીઓ કરી રહી છે. એના માટે રેલવેની ટેકનિકલ શાખા, રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ સેન્ટર, TTEs ને પૂરા પાડવામાં આવેલા હેન્ડહેલ્ડ ટર્મિનલ સોફ્ટવેરને નવી સુવિધાઓ સાથે અપગ્રેડ કરી રહી છે.

ADVERTISEMENT
આ અપગ્રેડના ભાગ રૂપે TTE ડિવાઇસમાં "કન્ફર્મ્ડ બર્થ બુકિંગ" માટે એક નવો અને સીધો ઓપ્શન ઉમેરવાની તૈયારી ચાલી રહી છે. આ નવી અને હાઇ-ટેક સિસ્ટમના સરળ અમલીકરણને સુનિશ્ચિત કરવા માટે, રેલ્વે વહીવટીતંત્રે કોમર્શીયલ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ઘણા TTE ને વિશેષ ટેકનીકલ ટ્રેનીંગ પૂરી પાડી છે.
ADVERTISEMENT
આ સમગ્ર સિસ્ટમ સમજાવતા એક સીનીયર TTE એ જણાવ્યું હતું કે, જો સપ્તક્રાંતિ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં કન્ફર્મ્ડ ટિકિટ ધરાવતો મુસાફર તેમની સીટ માટે નહીં પહોંચે તો TTE ચેકિંગ દરમિયાન તરત જ તેમના HHT ડિવાઇસ પર તે બર્થ ખાલી તરીકે દર્શાવશે. એકવાર TTE આ માહિતી દાખલ કરશે બાદમાં બર્થ રેલ્વે બુકિંગ પોર્ટલ અને IRCTC વેબસાઇટ પર લાઇવ દેખાશે.
ADVERTISEMENT
ત્યાર બાદ જો કોઈ અન્ય મુસાફર આ રૂટ પરના કોઈપણ બીજા સ્ટેશનથી સપ્તક્રાંતિ પર સીટ બુક કરવા માંગે છે તો તેઓ સરળતાથી ઓનલાઈન બુક કરી શકે છે. વર્તમાન સિસ્ટમમાં TTE માત્ર ટ્રેનની અંદર આવી ખાલી સીટો બુક કરી શકે છે અને તે વેબસાઇટ પર દેખાતી નથી. પણ આ નવા ફેરફાર સાથે સમગ્ર પ્રોસેસ ડિજિટલ અને ટ્રાન્સપરંટ બનશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.