બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી ફૂડ પેકેજિંગમાં સ્ટેપલર-પિન નહીં ચાલે, નિયમ તોડ્યો તો લેવાશે એક્શન
Last Updated: 09:56 AM, 13 June 2026
ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ફૂડ પેકેજિંગ અંગે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જારી કરી છે. FSSAI એ દેશભરના તમામ ફૂડ બિઝનેસ ઓપરેટરોને ખાદ્ય ઉત્પાદનો અને તેમના પેકેજિંગમાં મેટલ પિન, વાયર અથવા સમાન કોઈપણ સામગ્રીનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ADVERTISEMENT
શા માટે જાહેર કરી એડવાઇઝરી?
FSSAI ના જણાવ્યા અનુસાર, તેમના ધ્યાનમાં આવ્યું છે કે, ફૂડ બિઝનેસ ઓપરેટરો ડેકોરેટિવ કેક એસેમ્બલ કરવા અને ફૂડ પેકેટ, કેક બોક્સ, મીઠાઈ બોક્સ, નાસ્તાના પાઉચ અને ટેકઅવે ફૂડ પાર્સલ સીલ કરવા માટે મેટલ અથવા સ્ટેપલર પિન અને વાયરનો ઉપયોગ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ઘણા કિસ્સાઓ એવા સામે આવ્યા છે કે જ્યાં કેક અને ફૂડ પેકેજોમાં સ્ટેપલર પિન જડેલી અથવા ચોંટાડેલી મળી આવી હોય તેવા... નિયમનકાર જણાવે છે કે આ ખાદ્ય સુરક્ષા માટે ગંભીર ખતરો છે, કારણ કે આ પિન આકસ્મિક રીતે ખોરાક સાથે ગળી શકે છે, જેનાથી ઈજા અને સ્વાસ્થ્યને નુકસાન થવાનું જોખમ રહેલું છે.

ADVERTISEMENT
કઇ વસ્તુઓ પર લાગુ થશે નિર્દેશ?
એડવાઇઝરી મુજબ, આ નિર્દેશ તમામ પ્રકારની ખાદ્ય પદાર્થ અને પેકેજિંગ પર લાગુ પડે છે, જેમાં ફૂડ પાર્સલ, ટેકઅવે ભોજન, બેકરી ઉત્પાદનો, કેક બોક્સ, મીઠાઈના બોક્સ અને નાસ્તાના પેકેટનો સમાવેશ થાય છે એટલે કે હવેથી કોઈપણ વ્યવસાય સંચાલકને કોઈપણ ખાદ્ય ચીજને સીલ કરવા, બાંધવા અથવા પેક કરવા માટે મેટલ પિન અથવા વાયરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ADVERTISEMENT
નિયમ તોડવા પર થશે કાર્યવાહી
FSSAI એ સ્પષ્ટ કહ્યું છે કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ એક્ટ 2006 અને તેના હેઠળ રચાયેલા નિયમો અનુસાર, આ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ રહેલા ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે યોગ્ય દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ હવેથી ટ્રે્નમાં આ 14 જગ્યાએથી ખાવાનું લઇ જવું BAN! ઓર્ડર કરતા પહેલા જોઇ લેજો
ગ્રાહકોની સુરક્ષાનો હેતુ
ADVERTISEMENT
FSSAI જણાવે છે કે, આ પગલું જાહેર આરોગ્ય અને ખાદ્ય સુરક્ષાના હિતમાં લેવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય ગ્રાહકોને પેકેજિંગમાં વપરાતા મેટલ પિનને કારણે થતી સંભવિત ઇજાઓ અથવા સ્વાસ્થ્ય જોખમોથી બચાવવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.