બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સર્ટિફિકેટ સાથે મળશે ₹30000! DRDOએ નીકાળી ઇન્ટર્નશિપ ભરતી, જાણો છેલ્લી તારીખ

કામની વાત / સર્ટિફિકેટ સાથે મળશે ₹30000! DRDOએ નીકાળી ઇન્ટર્નશિપ ભરતી, જાણો છેલ્લી તારીખ

Ajitsinh Jadeja

Last Updated: 08:25 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DRDO Paid Internship 2026: દેશની મોટી સંસ્થાઓ દ્વારા ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને નિષ્ણાતોની દેખરેખ હેઠળ પ્રેક્ટિકલી કામ શીખવાની તક મળે છે.

DRDO Paid Internship 2026: દેશની મોટી સંસ્થાઓ દ્વારા ઇન્ટર્નશિપ ઓફર કરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીઓને નિષ્ણાતોની દેખરેખ હેઠળ પ્રેક્ટિકલી કામ શીખવાની તક મળે છે. ડીઆરડીઓએ ઇન્ટર્ન માટે નવી ભરતી જાહેરાત કરી છે.

ડીઆરડીઓમાં જોડાવાનું સ્વપ્ન જોતા વિદ્યાર્થીઓ માટે બીજી એક તક ઉભી થઈ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠને એક વધુ નવી ઇન્ટરશિપ શરૂ કરી છે. જેના દ્વારા અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ડીઆરડીઓમાં કામ કરવાની તક આપવામાં આવશે. આ ઇન્ટર્નશિપ પેડ હશે. એટલે કે તમને આટલી મોટી સંસ્થામાં નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તાલીમ મળશે, તેમજ પૈસા પણ મળશે.

હાલમાં વિવિધ ડીઆરડીઓના અલગ-અલગ લેબમાં આ સમયે વિવિધ ઇન્ટર્નશિપ માટે નોંધણી ચાલી રહી છે. આજ ક્રમમાં અનુસંધાન કેન્દ્ર ઇમારત(આરસીઇ) જે રિસર્ચ સેન્ટર ઇમરત (RCI) પણ ઇન્ટર્નને ભરતી કરી રહી છે. આ લેબ આધુનિક એવિઓનિક્સ હબ તરીકે સેવા આપે છે, જે દેશના તમામ મિસાઇલ અને સંરક્ષણ કાર્યક્રમો માટે સિસ્ટમો પૂરી પાડે છે.

એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક

આ ઇન્ટર્નશિપમાં 160 બેઠકો છે, જેના માટે લાયક ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ઇન્ટર્નશિપ હાલમાં અંડરગ્રેજ્યુએટ અથવા અનુસ્નાતક અભ્યાસક્રમો ચલાવતા એન્જિનિયરિંગ અને વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે. બી.ટેકના સાતમા અને આઠમા સેમેસ્ટરમાં અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અને એમ.ટેક/એમ.એસસીના અંતિમ વર્ષમાં અનુસ્નાતક વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. અલગ અલગ બ્રાચ વાઇજ રજિસ્ટ્રેશન કરવાનો વિકલ્પ આપવામા આવ્યો છે.

ડીઆરડીઓ ઇન્ટર્નશિપ 2026: વિગતો

ઇન્ટર્નશિપ ડીઆરડીઓ આરસીઆઈ ઇન્ટર્નશિપ 2026

ઇન્ટર્નશિપ ઓફર કરતી સંસ્થા: સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ)

જગ્યાઓની સંખ્યા: 160

ઇન્ટર્નશિપ સમયગાળો: 6 મહિના

સ્ટાઇપેન્ડ: દર મહિને ₹5,000 (કુલ ₹30,000)

વય મર્યાદા: 28 વર્ષથી ઓછી ઉંમર

પસંદગી પ્રક્રિયા: CGPA, ઓનલાઇન ઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણીના આધારે શોર્ટલિસ્ટિંગ.

ઇન્ટર્નશિપ માટે અરજી કરવાની છેલ્લી તારીખ: 20 જૂન 2026

ઇન્ટર્નશિપ શરૂ થવાની તારીખ: 3 ઓગસ્ટ 2026

સ્થાન: આરસીઆઇ હૈદરાબાદ 500069

ડીઆરડીઓ ઇન્ટર્નશિપ માટે પસંદગી કેવી રીતે ?

આ DRDO ઇન્ટર્નશિપમાં પસંદગી માટે વિદ્યાર્થીઓના ગુણ ધ્યાનમાં લેવામાં આવશે.

RCI/DRDO ફક્ત AICTE/UGC-માન્ય કોલેજો અથવા યુનિવર્સિટીઓમાંથી ઓછામાં ઓછા 75% ગુણ ધરાવતા અભ્યાસક્રમો કરતા વિદ્યાર્થીઓને જ સ્વીકારે છે.

આ ઉપરાંત કોલેજના આચાર્ય અથવા એચઓડી તરફથી વિનંતી પત્ર પણ ડીઆરડીઓને મોકલવાની જરૂર પડશે.

દરેક રીતે લાયક ઉમેદવારોની પસંદગી CGPA અથવા ઑનલાઇન ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે.

વિદ્યાર્થીઓના દસ્તાવેજોની પણ ચકાસણી કરવામાં આવશે.

ઇન્ટર્નશિપ માટે પસંદ કરાયેલા વિદ્યાર્થીઓને ફોર્મમાં આપેલા ઇમેઇલ આઇડી દ્વારા તેમની પસંદગીની જાણ કરવામાં આવશે.

આ પછી જોડાવા માટે તમારે બાંયધરીપત્ર, બેંક વિગતો, આધાર કાર્ડ, કોલેજ આઇડી પ્રૂફ, માર્કશીટ અને 3 પાસપોર્ટ-કદના ફોટોગ્રાફ્સની જરૂર પડશે.

કેવી રીતે અરજી કરવી?

આ ઇન્ટર્નશિપ માટે અરજી કરવા માટે તમારે નોટિફિકેશનથી અરજી ફોર્મ ફોર્મેટ ડાઉનલોડ કરવાની જરૂર પડશે. આ તમારો રિઝ્યુમ તરીકે કામ કરશે. તમારું નામ, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર, ઇમેઇલ આઈડી, સરનામું, સંસ્થાનું નામ, વિદ્યાર્થી રોલ નંબર, વર્તમાન શિક્ષણ સેમેસ્ટર, વર્ષવાર ગુણ અને અન્ય વિગતો દાખલ કરો, પછી તારીખ અને સહી કરો.

VTV ADD

આ પણ વાંચોઃ નેશનલ / 24 કલાકમાં ત્રણ શહેરોમાં ફાયરિંગ, ફરીવાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ થઇ એક્ટિવ

કોલેજના પ્રિન્સિપાલનો પત્ર અને અન્ય દસ્તાવેજો સાથે ફોર્મ ડીઆરડીઓને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલો. સરનામું ડિરેક્ટર, રિસર્ચ સેન્ટર ઈમરત (RCI), ડિફેન્સ R&D ઓર્ગેનાઇઝેશન, વિજ્ઞાન કાંચા, હૈદરાબાદ 500069 છે. ઇન્ટર્નશિપ પૂર્ણ થયા પછી તમને પ્રમાણપત્ર પણ પ્રાપ્ત થશે. વધુ માહિતી માટે, DRDO વેબસાઇટની મુલાકાત લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

DRDO RCI Internship DRDO Internship 2026 Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ