બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / શું AI તમારા ખાતામાંથી પૈસા કાઢી શકશે? જાણો આખી હકીકત
Last Updated: 07:05 PM, 12 June 2026
AI ટેક્નોલોજી ઝડપથી આગળ વધી રહી છે. અત્યાર સુધી AI એજન્ટ્સ ટ્રિપ પ્લાનિંગ, ટિકિટ બુકિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા કામ કરી શકતા હતા પરંતુ પેમેન્ટ માટે માનવીય મંજૂરી જરૂરી હતી. હવે આ મર્યાદા પણ દૂર થઈ રહી છે. નવી ટેક્નોલોજીની મદદથી AI એજન્ટ્સ નક્કી કરેલી મર્યાદામાં પોતે જ UPI પેમેન્ટ કરી શકશે. આથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ ઝડપી અને સરળ બનશે.
ADVERTISEMENT
AI એજન્ટ્સ એવા સ્માર્ટ સોફ્ટવેર સિસ્ટમ્સ છે જે યુઝરની સૂચના અનુસાર વિવિધ કામ પુરા કરી શકે છે. તેમાં રીઝનિંગ, પ્લાનિંગ અને મેમરી જેવી ક્ષમતાઓ હોય છે જેના કારણે તે પરિસ્થિતિને સમજીને નિર્ણય લઈ શકે છે. ઉદાહરણ તરીકે AI એજન્ટ્સ તમારા માટે ફ્લાઇટ અથવા ટ્રેનની ટિકિટ બુક કરી શકે છે, ગ્રોસરી ઓર્ડર કરી શકે છે અથવા પ્રવાસનું આયોજન કરી શકે છે. રિયલ લાઇફમાં રોબોટ્સ, ઓટોમેટેડ ડ્રોન્સ અને સેલ્ફ-ડ્રાઇવિંગ કારને પણ AI એજન્ટ્સના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અત્યાર સુધી AI એજન્ટ્સ કોઈ પણ ઓનલાઈન પેમેન્ટ કરતા પહેલાં માનવીય ઓથેન્ટિકેશન અથવા મંજૂરી માંગતા હતા. પરંતુ હવે પેમેન્ટ ટેક્નોલોજી કંપની Pine Labsએ તેનો ઉકેલ શોધ્યાનો દાવો કર્યો છે. કંપનીએ Pine Labs Payment Protocol (P3P) નામની નવી સિસ્ટમ વિકસાવી છે જે AI એજન્ટ્સને મર્યાદિત અને સુરક્ષિત રીતે UPI પેમેન્ટ કરવાની સગવડ આપશે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ ઓછો કરી દેશે Google Mapsનું આ સેટિંગ! તુરંત કરો ઓન
ADVERTISEMENT
UPI One Time Mandate (OTM)
ADVERTISEMENT
આ સુવિધા દ્વારા યુઝર ભવિષ્યમાં થનારી એક ચોક્કસ પેમેન્ટને અગાઉથી મંજૂરી આપી શકે છે. મંજૂર કરેલી રકમ બેંક ખાતામાં બ્લોક રાખવામાં આવે છે અને જરૂર પડતાં તે પેમેન્ટ થઈ જાય છે.
Reserve Pay
NPCI દ્વારા વિકસાવવામાં આવેલી આ સિસ્ટમ મુખ્યત્વે રિકરિંગ અને ઓટોમેટિક પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને સબ્સ્ક્રિપ્શન આધારિત સેવાઓમાં તેનો ઉપયોગ થાય છે.
AIને પેમેન્ટ કરવાની છૂટ આપ્યા બાદ સૌથી મોટો સવાલ સુરક્ષાનો ઊભો થાય છે. ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે શું AI ભૂલથી કે ગેરરીતે આખું બેંક બેલેન્સ ખર્ચી શકે? કંપનીના જણાવ્યા અનુસાર, આ જોખમને રોકવા માટે Grantex નામની સુરક્ષા વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. આ સિસ્ટમ AI એજન્ટ માટે ડિજિટલ ઓળખ અને પરમિશન લેયર તરીકે કામ કરે છે.તેના દ્વારા AIને નક્કી કરેલી મર્યાદા સુધી જ ખર્ચ કરવાની મંજૂરી મળે છે. ઉપરાંત, દરેક ટ્રાન્ઝેક્શનનો સંપૂર્ણ રેકોર્ડ પણ રાખવામાં આવે છે, જેથી પારદર્શિતા અને સુરક્ષા બંને જળવાઈ રહે.
જો આ ટેક્નોલોજી મોટા પાયે અમલમાં આવશે તો ભવિષ્યમાં AI એજન્ટ્સ તમારી તરફથી શોપિંગ, ટિકિટ બુકિંગ, હોટેલ રિઝર્વેશન અને તેની પેમેન્ટ પણ આપમેળે કરી શકશે. જોકે, સુરક્ષા અને નિયંત્રણ માટે માનવીય દેખરેખ અને મર્યાદાઓ મહત્વની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.