બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાંથી હવે યુવાનો બનશે પાઈલટ, વરસાદ, વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ થશે સેફ લેન્ડિંગ, સરકારનો મોટો નિર્ણય

જૂનાગઢ / જૂનાગઢમાંથી હવે યુવાનો બનશે પાઈલટ, વરસાદ, વાવાઝોડા જેવી સ્થિતિમાં પણ થશે સેફ લેન્ડિંગ, સરકારનો મોટો નિર્ણય

Vishal Khamar

Last Updated: 07:56 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢ જિલ્લાના કેશોદ એરપોર્ટનો ટૂંક સમયમાં જ અદભુત કાયાકલ્પ થવા જઈ રહ્યો છે, જે અંતર્ગત અહીં રોજગારી અને ઉડ્ડયન ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ એરપોર્ટ પર હવે પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવાની દિશામાં મંજૂરી આપી દેવામાં આવી છે.

નવાબી કાળનું એરપોર્ટ હવે નવા રૂપરંગથી રિમોવેશન કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ માટે કેટલીક એજન્સીઓને કામ સોંપી દેવામાં આવ્યું છે અને આગામી એકથી દોઢ વર્ષની અંદર જ કેશોદ એરપોર્ટ પરથી પાઇલટ બનવા માટેની વિશેષ ટ્રેનિંગ આપતી સંસ્થા ધમધમતી થઈ જશે. આ નવી શરૂઆતને પગલે સ્થાનિક કક્ષાએ એવિએશન સેક્ટરમાં યુવાનો માટે કારકિર્દીના મોટા દ્વાર ખુલશે અને કેશોદ એરપોર્ટની ઓળખ દેશભરમાં મજબૂત બનશે.

રૂ. 363 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ હાલ કાર્યરત

આ પાઇલટ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સાથે-સાથે કેશોદ એરપોર્ટના આધુનિકીકરણ અને વિકાસ માટે અંદાજે રૂ. 363 કરોડના ખર્ચે એક ભવ્ય પ્રોજેક્ટ હાલ કાર્યરત છે. હાલના સમયમાં કેશોદ એરપોર્ટ પર માત્ર કોડ-3 પ્રકારના નાના ATR-72 એરક્રાફ્ટ જ લેન્ડ થઈ શકે તેવી મર્યાદિત સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ આ નવો વિકાસ પ્રોજેક્ટ પૂર્ણ થતાં જ અહીં Airbus 320 જેવા મોટા પેસેન્જર વિમાનો પણ ખૂબ જ સરળતાથી લેન્ડ થઈ શકશે. એરપોર્ટના એર સાઈડ ડેવલપમેન્ટ અંતર્ગત હાલના 1371 મીટર લાંબા રનવેની લંબાઈ વધારીને 2500 મીટર કરવામાં આવી રહી છે, જેથી મોટા એરક્રાફ્ટ સુરક્ષિત રીતે ઉતરી શકે. આ ઉપરાંત, વિમાનોની સુરક્ષિત લેન્ડિંગ માટે અહીં અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ (ILS) જેવી નવી ટેકનોલોજી પણ વસાવવામાં આવશે, જેનાથી પ્રતિકૂળ હવામાનમાં પણ ફ્લાઇટ્સનું સંચાલન થઈ શકશે.

માત્ર એલાયન્સ એરની ફ્લાઇટ અઠવાડિયામાં ઓપરેટ

વર્તમાન સમયની વાત કરીએ તો અત્યારે કેશોદ એરપોર્ટ પરથી માત્ર એલાયન્સ એરની ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે કે મંગળવાર, ગુરુવાર અને શનિવારે જ ઓપરેટ થાય છે, જેમાં આગમન અને પ્રસ્થાન મળીને અઠવાડિયાની કુલ 10 મુવમેન્ટ્સ થાય છે. અત્યારની ટર્મિનલ બિલ્ડિંગમાં બેગેજ હેન્ડલિંગ સિસ્ટમ, લિફ્ટ, એસ્કેલેટર્સ અને જગ્યાની ઘણી મર્યાદાઓ છે. આ તમામ સમસ્યાઓનો અંત લાવવા માટે આ જ પ્રોજેક્ટ હેઠળ તમામ અધ્યતન સાધનોથી સજ્જ એક આધુનિક પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે, જેની ક્ષમતા ૮૦૦ મુસાફરોની હશે.

સૌથી મોટો ફાયદો પ્રવાસીઓ અને યાત્રાળુઓને મળશે

એરપોર્ટના આ અપગ્રેડેશન અને નવી સુવિધાઓ બાદ દેશની અનેક મોટી એરલાઇન્સ કંપનીઓ કેશોદ આવવા માટે ઉત્સુક બનશે, જેનાથી અહીં એર ટ્રાફિકમાં વ્યાપક વધારો થશે. આ સુવિધાનો સૌથી મોટો ફાયદો પ્રવાસીઓ અને યાત્રાળુઓને મળશે. કેશોદ એરપોર્ટ ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વના સ્થળે આવેલું હોવાથી દેશ-વિદેશથી આવતા પર્યટકો અહીં સીધી ફ્લાઇટ પકડીને આવી શકશે.

આ પણ વાંચોઃ વાવ-થરાદના કુવાણામાં ધારિયા-છરી લઇને અજાણ્યા શખ્સો યુવક પર તૂટી પડ્યાં, બાદમાં મારી ગોળી

પ્રાદેશિક પર્યટન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે

અહીંથી જગપ્રસિદ્ધ સોમનાથ મંદિર, સિંહ દર્શન માટે જાણીતું ગીર ફોરેસ્ટ નેશનલ પાર્ક તેમજ દ્વારકા પુરી જેવા ધાર્મિક અને પ્રવાસી સ્થળો ખૂબ જ નજીક હોવાથી યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે સમગ્ર સૌરાષ્ટ્રની મુલાકાત લેવી અત્યંત સુગમ અને સરળ બની જશે, જેનાથી પ્રાદેશિક પર્યટન ઉદ્યોગને પણ મોટો વેગ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Junagadh Junagadh News Keshod Airport
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ