બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વાવ-થરાદના કુવાણામાં ધારિયા-છરી લઇને અજાણ્યા શખ્સો યુવક પર તૂટી પડ્યાં, બાદમાં મારી ગોળી
Last Updated: 05:32 PM, 12 June 2026
વાવ-થરાદ જિલ્લામાં આવેલા લાખણી તાલુકાના કુવાણા ગામ નજીક ધોળા દિવસે થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ અજાણ્યા શખ્સો હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો.
ADVERTISEMENT
ધારિયા અને છરી જેવા ઘાતક હથિયારો વડે યુવક પર હુમલો કર્યો
ઘટના જેતડા-દિયોદર હાઈવે પર આવેલી ભવાની પાર્લર પાસે બની હતી. હુમલાખોરોએ ધારિયા અને છરી જેવા ઘાતક હથિયારો વડે યુવક પર હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT

આરોપીઓ સ્થળ પરથી ફરાર
ADVERTISEMENT
હત્યાની ઘટના બાદ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં મૃતક અને હુમલાખોરો બંને બહારના વિસ્તારના હોવાનું સામે આવ્યું છે, જેના કારણે પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જ વાવ-થરાદ જિલ્લાના પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જિલ્લા પોલીસ વડા (SP), દિયોદર DySP, PI સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચોઃ સુરતની જેમ હવે વડોદરામાં ભૂતિયા ડિમોલિશનકાંડ! લાભાર્થીઓ પહોંચ્યા TDO પાસે
ADVERTISEMENT
મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ અંગત અદાવત સહિતના વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.