બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / વૈશ્વિક સ્તરે મેટાના પ્લેટફોર્મ્સ ઠપ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

એરર / વૈશ્વિક સ્તરે મેટાના પ્લેટફોર્મ્સ ઠપ: ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થતાં કરોડો યુઝર્સ પરેશાન

Pravin Joshi

Last Updated: 09:14 PM, 12 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરના કરોડો સોશિયલ મીડિયા યુઝર્સને તે સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જ્યારે મેટા (Meta) કંપનીના લોકપ્રિય પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન થઈ ગયા.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો હિસ્સો બની ગયા છે. તેવામાં અચાનક આ પ્લેટફોર્મ્સ બંધ થઈ જાય તો વૈશ્વિક સ્તરે તેની મોટી અસર જોવા મળે છે. શુક્રવારે સાંજે કંઈક આવો જ નજારો જોવા મળ્યો જ્યારે માર્ક ઝુકરબર્ગની કંપની મેટાના બે સૌથી મોટા પ્લેટફોર્મ્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક જ સમયે વિશ્વના ઘણા દેશોમાં ક્રેશ થઈ ગયા. પ્લેટફોર્મ ઓપન કરતાની સાથે જ યુઝર્સની સ્ક્રીન પર ટેકનિકલ એરરના મેસેજ ફ્લેશ થવા લાગ્યા હતા. ઇન્ટરનેટ અને વૈશ્વિક એપ્સના આઉટેજ પર નજર રાખતી પ્રખ્યાત વેબસાઇટના અહેવાલ મુજબ, સાંજે આશરે 7 વાગ્યાની આસપાસ એકાએક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના રિપોર્ટ્સ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યા હતા.

instagram_TzgAN0h.original

ભારત ઉપરાંત અમેરિકા, યુરોપ અને એશિયાના ઘણા મોટા દેશોમાંથી યુઝર્સે એક જ સમયે આવી ફરિયાદો નોંધાવી હતી. આ ગ્લોબલ આઉટેજ લગભગ 20 મિનિટ સુધી ચાલ્યો હતો, જે દરમિયાન પ્લેટફોર્મ્સ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયા હતા. જો કે, મેટાની ટેકનિકલ ટીમે કટોકટી સંભાળીને 20 મિનિટ પછી સેવાઓ ફરી શરૂ કરી દીધી હતી, પરંતુ હજુ પણ મેસેજિંગ અને કન્ટેન્ટ પોસ્ટિંગ જેવા કેટલાક સ્પેસિફિક ફીચર્સ સામાન્ય રીતે કામ ન કરતા હોવાની વ્યાપક ફરિયાદો યુઝર્સ દ્વારા સ્ક્રીનશોટ સાથે શેર કરવામાં આવી રહી છે.

FACEBOOK-MAIN

આ ડિજિટલ કટોકટી દરમિયાન યુઝર્સને અલગ-અલગ પ્રકારની ટેકનિકલ ખામીઓનો સામનો કરવો પડ્યો હતો..

એપ્લિકેશન્સ કમ્પ્લીટલી ઠપ: ભારતભરના અનેક મુખ્ય શહેરોના યુઝર્સના જણાવ્યા અનુસાર, સ્માર્ટફોનમાં રહેલી ઓફિશિયલ એપ્સ નવી ટાઈમલાઈન લોડ કરવામાં કે ફીડ રિફ્રેશ કરવામાં સતત એરર બતાવી રહી હતી.

વેબસાઇટ VS એપ: કેટલાક કિસ્સાઓમાં કમ્પ્યુટર કે બ્રાઉઝર પર ફેસબુક કે ઇન્સ્ટાગ્રામની સત્તાવાર વેબસાઇટ્સ ખુલી રહી હતી, પરંતુ સ્માર્ટફોન એપ્સ સંપૂર્ણપણે નિષ્ક્રિય જણાતી હતી.

મેસેન્જર પણ પ્રભાવિત: માત્ર ફેસબુક-ઇન્સ્ટાગ્રામ જ નહીં, પરંતુ ફેસબુક સાથે જોડાયેલી ચેટિંગ એપ મેસેન્જર (Messenger) માં પણ યુઝર્સને મેસેજ મોકલવામાં કે લોગ-ઇન કરવામાં મુશ્કેલી પડી હતી.

વધુ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, હવે માત્ર આટલી મર્યાદામાં મળશે પેટ્રોલ-ડીઝલ

જ્યારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર કન્ટેન્ટ અપલોડ થવાનું બંધ થઈ ગયું, ત્યારે કરોડો યુઝર્સ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા કે આ સમસ્યા માત્ર તેમના વ્યક્તિગત ફોન કે ઇન્ટરનેટ કનેક્શનમાં છે કે પછી વૈશ્વિક સ્તરે સર્જાઈ છે. આ કન્ફર્મ કરવા માટે યુઝર્સે તાત્કાલિક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X (ભૂતપૂર્વ ટ્વિટર) અને અન્ય સોશિયલ નેટવર્ક્સ તરફ દોટ મૂકી હતી. ભારત સહિત વૈશ્વિક સ્તરે ટ્વિટર પર થોડી જ મિનિટોમાં #FacebookDown અને #InstagramDown જેવા હેશટેગ્સ ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગયા હતા, જ્યાં યુઝર્સે મીમ્સ અને સ્ક્રીનશોટ શેર કરીને મેટા પર કટાક્ષ કરવાનું શરૂ કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

SocialMediaDown InstagramDown FacebookDown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ