બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધી... કયા ચોખા છે સૌથી હેલ્ધી?
Last Updated: 06:46 PM, 12 June 2026
ચોખા આપણા રોજિંદા આહારનો મહત્વનો ભાગ છે. કોઈને સફેદ ચોખા પસંદ હોય છે તો કોઈ બ્રાઉન અથવા રેડ રાઇસને વધુ સ્વાસ્થ્યપ્રદ માને છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રેડ રાઇસ પણ ખૂબ લોકપ્રિય બન્યો છે. દરેક પ્રકારના ચોખામાં અલગ-અલગ પોષક તત્વો અને ફાયદા હોય છે. તેથી તમારી જરૂરિયાત અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. ચાલો જાણીએ ત્રણેય પ્રકારના ચોખાની ખાસિયતો વિશે.
ADVERTISEMENT
સફેદ, બ્રાઉન અને રેડ રાઇસ ત્રણેયની પોતાની અલગ વિશેષતા છે. સફેદ ચોખાને વધુ પ્રમાણમાં રિફાઇન અને પ્રોસેસ કરવામાં આવે છે. તેની બહારની પરત સંપૂર્ણપણે દૂર કરવામાં આવે છે, જેના કારણે તેમાં મુખ્યત્વે સ્ટાર્ચ જ બાકી રહે છે. બ્રાઉન રાઇસ (Brown Rice)માં માત્ર ઉપરનું કઠણ છાલ દૂર કરવામાં આવે છે. તેથી તેમાં રહેલા ફાઇબર, વિટામિન અને મિનરલ્સ મોટા ભાગે જળવાઈ રહે છે.રેડ રાઇસ (Red Rice)માં પણ બહારની પોષક પરત જાળવવામાં આવે છે. તેથી તેમાં ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટ્સની સારી માત્રા હોય છે.
ADVERTISEMENT
સફેદ ચોખામાં ફાઇબર ઓછું હોવાથી તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) વધારે હોય છે. એટલે કે તે શરીરમાં ઝડપથી ગ્લુકોઝ વધારી શકે છે. તેથી ચોખા આધારિત ભારે ભોજન પછી ઘણીવાર આળસ અથવા થાક અનુભવાય છે. બીજી તરફ બ્રાઉન અને રેડ રાઇસ ધીમે-ધીમે ઊર્જા આપે છે. તે બ્લડ શુગરને એકાએક વધવા દેતા નથી અને લાંબા સમય સુધી પેટ ભરેલું હોવાની લાગણી આપે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ADVERTISEMENT
ત્રણેય પ્રકારના ચોખામાં મેગ્નેશિયમ, પોટેશિયમ અને આયર્ન જેવા મહત્વના ખનિજ તત્વો હોય છે. પરંતુ રેડ રાઇસમાં "એન્થોસાયનિન" નામનું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે તેને લાલ રંગ આપે છે. આ તત્વ હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને શરીરમાં સોજો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. રેડ રાઇસમાં રહેલા કેટલાક કુદરતી સંયોજનો ખરાબ કોલેસ્ટ્રોલ (LDL) ઘટાડવામાં અને રક્ત પરિભ્રમણ સુધારવામાં પણ મદદ કરી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુલાયમ અને ચમકદાર ત્વચા મેળવવા માટે રસોડામાં રહેલી આ વસ્તુથી કરો મસાજ!
ઘણા લોકો માને છે કે સફેદ ચોખા નુકસાનકારક છે પરંતુ એવું નથી. સફેદ ચોખા સરળતાથી પચી જાય છે અને ઘણા લોકો માટે તે આરામદાયક ખોરાક ગણાય છે. માત્ર તેનું પ્રમાણ કંટ્રોલમાં રાખવું જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.