બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / હવેથી ટ્રે્નમાં આ 14 જગ્યાએથી ખાવાનું લઇ જવું BAN! ઓર્ડર કરતા પહેલા જોઇ લેજો

તમારા કામનું / હવેથી ટ્રે્નમાં આ 14 જગ્યાએથી ખાવાનું લઇ જવું BAN! ઓર્ડર કરતા પહેલા જોઇ લેજો

Bijal Vyas

Last Updated: 08:19 AM, 13 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

irctc unauthorized e-catering platforms તાજેતરના મહિનાઓમાં, ટ્રેનોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તાને લઇ સવાલ ઉઠ્યા છે. તેવામાં IRCTC એ મુસાફરોને ફક્ત અધિકૃત પ્લેટફોર્મ દ્વારા જ ભોજન બુક કરવાની સલાહ આપી છે.

તાજેતરના મહિનાઓમાં, ટ્રેનોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તાને લઇ સવાલ ઉઠ્યા છે. તેવામાં IRCTC એ મુસાફરોને ફક્ત અધિકૃત પ્લેટફોર્મ દ્વારા જ ભોજન બુક કરવાની સલાહ આપી છે. જ્યારે રેલ્વેની ઇ-કેટરિંગ સેવાના વિસ્તરણથી ઘણા ખાનગી પ્લેટફોર્મ આ વ્યવસાયમાં આકર્ષાયા છે, ત્યારે રેલ્વે જણાવે છે કે આ બધી કંપનીઓ અધિકૃત નથી.

IRCTC ના જણાવ્યા અનુસાર, કેટલાક પ્લેટફોર્મ અધિકૃતતા વિના અને રેલ્વે નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહીને ઈ-કેટરિંગ સેવાઓ આપી રહ્યા હતા. આનાથી મુસાફરોને ગુણવત્તાવાળો ખોરાક ન મળવો, ચુકવણી સંબંધિત વિવાદો અને ડેટા સુરક્ષા ચિંતાઓ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જ કંપનીએ આ કડક વલણ અપનાવ્યું છે.

અનધિકૃત પ્લેટફોર્મ્સ પર કાનૂની કાર્યવાહી

IRCTC એ જણાવ્યું હતું કે પ્રારંભિક કાનૂની નોટિસ 18 ફેબ્રુઆરી, 2026 ના રોજ જારી કરવામાં આવી હતી. ત્યારબાદ, 16 માર્ચ અને 11 એપ્રિલ, 2026 ના રોજ ઘણા અનધિકૃત ફૂડ ડિલિવરી ઓપરેટરો સામે ફોજદારી ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. વિશેષ તપાસ અભિયાનમાં દરમિાન એવા અસંખ્ય પ્લેટફોર્મ ઓળખાયા હતા જે રેલવેની મંજૂરી વિના ઇ-કેટરિંગ સેવાઓ ચલાવી રહ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

TRAIN-FOOD

IRCTCની કાર્યવાહીના દાયરામાં રેલરેસ્ટ્રો, રેલમિત્ર, ટ્રાવેલખાના, ટ્રેન્સકેફે, ડીઆઈબી રેલ, રેલફૂડ, કમેસસમ, ટ્રાવેલરફૂડ, ફૂડઓનટ્રેક.ઇન, ઇ કેટરિંગ એપ, ખાનાઓનલાઇન, ટ્રેનવે, રેલમીલ અને ટ્રેનમેનુ જેવા પ્લેટફોર્મ હોવાનું જાણવા મળ્યું છે.

યાત્રીઓ માટે શું છે સલાહ ?

IRCTC એ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ ફક્ત તેમની ઓફિશિયલ ઇ-કેટરિંગ વેબસાઇટ, 'ફૂડ ઓન ટ્રેક' મોબાઇલ એપ્લિકેશન અથવા રેલ્વે દ્વારા અધિકૃત ફૂડ પાર્ટનર્સ દ્વારા જ ખોરાકનો ઓર્ડર કરે. આ ફૂડ હાઇજીન, સુરક્ષિત ચુકવણી, સચોટ બિલિંગ અને ગ્રાહક સપોર્ટ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરે છે.

રેલ્વે અધિકારીઓ માને છે કે, જેમ જેમ ઓનલાઈન ફૂડ ડિલિવરીનો વ્યાપ વધી રહ્યો છે, તેમ તેમ અનધિકૃત પ્લેટફોર્મની સંખ્યા પણ વધી રહી છે. આ સંદર્ભમાં, મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અને સેવાની ગુણવત્તા જાળવવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.

train-food1 (1).jpg

ખોરાકની ગુણવત્તાને લઇ વધી ચિંતા

ભૂતકાળમાં પણ ટ્રેનના ખોરાક અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. એપ્રિલ 2026 માં, એક ગ્રાહક સંગઠનના એક રિપોર્ટમાં દાવો કર્યો હતો કે, પ્રીમિયમ ટ્રેનમાં અમુક ખાદ્ય પદાર્થોમાં નિર્ધારિત ધોરણો કરતાં વધુ બેક્ટેરિયાનું સ્તર જોવા મળ્યું હતું. આ અહેવાલે ટ્રેનોમાં પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા અને દેખરેખ અંગેની ચર્ચાને વધુ તીવ્ર બનાવી દીધી હતી.

આ પણ વાંચોઃ લોન્ચ થશે IRCTCની ન્યૂ વેબસાઇટ, વિદ્યાર્થીઓની ચિંતા હવે સરકાર દૂર કરશે

રેલ્વે મુસાફરોને સલાહ આપે છે કે, તેઓ કોઈપણ પ્લેટફોર્મ પરથી ખોરાકનો ઓર્ડર આપતા પહેલા સેવાની પ્રામાણિકતા ચકાસે, અથવા સુવિધા મુશ્કેલીમાં ફેરવાઈ શકે છે. સલામત અને વિશ્વસનીય સેવા ફક્ત કાયદેસર અને અધિકૃત માધ્યમો દ્વારા ઓર્ડર આપીને જ સુનિશ્ચિત કરી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

legal action train food booking Railway Catering Rules irctc unauthorized e-catering platforms
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ