બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'સંગઠનના લોકો મારી પસંદગી કરશે તો ચૂંટણી લડીશ' કોળી સમાજના પ્રમુખ મુદ્દે કુંવરજી બાવળીયાએ કહ્યું

રાજનીતિ / 'સંગઠનના લોકો મારી પસંદગી કરશે તો ચૂંટણી લડીશ' કોળી સમાજના પ્રમુખ મુદ્દે કુંવરજી બાવળીયાએ કહ્યું

Priykant Shrimali

Last Updated: 02:25 PM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kunvarji Bavaliya : અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ માટે સંગઠનના સભ્યો જો તેમની પસંદગી કરશે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર, જો સંગઠન અન્ય કોઈ ઉમેદવારને પસંદ કરશે તો...

Kunvarji Bavaliya : નવી દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત 12મા રાષ્ટ્રીય અધિવેશનમાં દેશભરના સમાજના આગેવાનોની ઉપસ્થિતિ વચ્ચે એક ભવ્ય અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. કોન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઇન્ડિયામાં યોજાયેલા આ અધિવેશનમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિઓએ સમાજના વિકાસ, સંગઠનની મજબૂતી અને ભવિષ્યની દિશા અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

કુંવરજી બાવળિયાએ આપ્યું મોટું નિવેદન

અધિવેશનમાં સંબોધન કરતાં કુંવરજીભાઈ બાવળિયાએ સંગઠનની એકતા અને લોકશાહી પરંપરાને મહત્વ આપતા જણાવ્યું હતું કે, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ પદ માટે સંગઠનના સભ્યો જો તેમની પસંદગી કરશે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. જો સંગઠન અન્ય કોઈ ઉમેદવારને પસંદ કરશે તો પણ તેઓ સંપૂર્ણ સહકાર અને સમર્થન આપશે અને સમાજના હિત માટે કાર્ય કરતા રહેશે.

આ સાથે તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, વ્યક્તિ કરતાં સંગઠન અને સમાજનું હિત વધુ મહત્વનું છે. સમાજની પ્રગતિ, યુવાનોના વિકાસ અને સંગઠનની એકતાને કેન્દ્રમાં રાખીને આગળ વધવાની જરૂરિયાત પર પણ તેમણે ભાર મૂક્યો હતો. રાષ્ટ્રીય અધિવેશનમાં ઉપસ્થિત આગેવાનોએ પણ સમાજના સર્વાંગી વિકાસ માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદમાં નબીરાઓ બન્યા બેફામ , નબીરાઓએ જોખમી સ્ટંટ કરતો વિડીયો થયો વાયરલ

251 ફૂટ લાંબી પાઘડી પહેરાવી સન્માન

કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી તેમજ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ કુંવરજીભાઈ બાવળિયાનું સમાજના આગેવાનો દ્વારા અનોખી રીતે સન્માન કરવામાં આવ્યું હતું. 251 ફૂટ લાંબી પાઘડી પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું, જે સમગ્ર કાર્યક્રમનું આકર્ષણ બન્યું હતું. આ સન્માન સમાજ પ્રત્યે તેમના યોગદાન અને નેતૃત્વ પ્રત્યેના વિશ્વાસનું પ્રતિક માનવામાં આવ્યું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Akhil Bharatiya Koli Samaj Koli Samaj Kunvarji Bavaliya
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ