બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરો મુક્ત, 26 લોકો સામે પોલીસ કેસ
Last Updated: 10:54 AM, 16 June 2026
Operation Childhood Freedom : ગુજરાત પોલીસે બાળમજૂરી જેવી ગંભીર સામાજિક સમસ્યા સામે કડક વલણ અપનાવી રાજ્યભરમાં ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોને મજૂરીના ચક્રમાંથી બહાર કાઢીને તેમને શિક્ષણ અને સુરક્ષિત ભવિષ્ય સાથે જોડવાનો છે. માત્ર બે સપ્તાહના સમયમાં જ પોલીસે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે અને આ બાળકોને ગેરકાયદેસર રીતે કામે રાખનારા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.
ADVERTISEMENT
વાસ્તવમાં પોલીસના આ અભિયાન દરમિયાન વિવિધ ઔદ્યોગિક વિસ્તારો, કારખાનાઓ, વેપારી સંસ્થાઓ તેમજ અન્ય શંકાસ્પદ સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન બાળમજૂરીના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે કુલ 16 ગુનાઓ નોંધાયા છે અને 26 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2026
14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યાં, 26 લોકો સામે કેસ
DGP જી.એસ.મલિકે કહ્યું, અભિયાન માત્ર રેડ પાડવા પુરતુ સીમિત નથી
મુક્ત કરાયેલા બાળકોનું કરવામાં આવી રહ્યું છે પુનવર્સન#ChildhoodFreedom #Child #GujaratPolice #DGPGSMalik #VTVDigital pic.twitter.com/GXnvczxRtm
ADVERTISEMENT
શું કહ્યું પોલીસવડાએ ?
રાજ્ય પોલીસ વડા જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, આ અભિયાન માત્ર દરોડા પાડવા કે ગુનાઓ નોંધવા પૂરતું મર્યાદિત નથી. બાળમજૂરીમાંથી મુક્ત કરાયેલા બાળકોનું પુનર્વસન પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ માટે બાળકોને ફરીથી શિક્ષણ સાથે જોડવા, જરૂરી માર્ગદર્શન આપવા અને સામાન્ય જીવન તરફ પાછા લાવવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT

તાજેતરમાં સુરત જિલ્લાના એક ટેક્સટાઇલ યુનિટમાં પોલીસે કાર્યવાહી કરી હતી, જ્યાં બે બાળકો પાસેથી લાંબા કલાકો સુધી કામ લેવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. ઓછી મજૂરી, લાંબા સમય સુધી કામ અને શોષણ જેવી પરિસ્થિતિમાંથી બાળકોને બહાર કાઢીને તેમના ભવિષ્યને નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળમજૂરીના મોટા ભાગના કેસ ટેક્સટાઇલ ઉદ્યોગો, હોટલો, રાઇસ મિલો અને નાના કારખાનાઓમાં જોવા મળી રહ્યા છે. કેટલાક બાળકો અન્ય રાજ્યોમાંથી લાવવામાં આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે, જેના કારણે સંભવિત બાળ તસ્કરીના પાસાંઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ અભિયાન હેઠળ માત્ર બાળમજૂરો રાખનારા માલિકો જ નહીં પરંતુ તેમની પાછળ કાર્યરત કોન્ટ્રાક્ટરો અને સમગ્ર સપ્લાય ચેઇન સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. બાળમજૂરી પાછળ રહેલા ગરીબી, સ્થળાંતર અને અજ્ઞાનતા જેવા મૂળ કારણોને દૂર કરવા માટે પોલીસ વિવિધ સરકારી વિભાગો, બાળ કલ્યાણ સંસ્થાઓ અને શૈક્ષણિક સંગઠનો સાથે સંકલન કરી રહી છે. ગુજરાત પોલીસે આગામી સમયમાં હજારો સ્થળોની તપાસ કરીને વધુ બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.