બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગરના સમાચાર / પેલિકન ટ્રાફિક સિગ્નલ એટલે શું? એક બટન દબાવતાં જ થોભી જશે સમગ્ર ટ્રાફિક
Last Updated: 11:42 AM, 16 June 2026
અમદાવાદમાં હવે પદયાત્રીઓ માટે રસ્તો ઓળંગવો વધુ સુરક્ષિત અને સરળ બનવા જઈ રહ્યો છે. શહેરના વ્યસ્ત સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આધુનિક પેલિકન ટ્રાફિક સિગ્નલની શરૂઆત કરવામાં આવી છે. આ બટન આધારિત સિસ્ટમના કારણે પદયાત્રીઓ વાહનોની અવરજવર વચ્ચે પણ સુરક્ષિત રીતે ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો ઓળંગી શકશે.
ADVERTISEMENT
પેલિકન ટ્રાફિક સિગ્નલ એટલે શું?
પેલિકન ટ્રાફિક સિગ્નલ એ એક એવી સિસ્ટમ છે જે મુખ્યત્વે ઝેબ્રા ક્રોસિંગ પાસે લગાવવામાં આવે છે, રાહદારીઓ જ્યારે રસ્તો ક્રોસ કરવા માંગતા હોય ત્યારે માત્ર એક પૂશબટન દબાવતાની સાથે જ સિગ્નલ લાલ થઇ જશે અને સમગ્ર ટ્રાફિક થોભી જશે, જે બાદ આરામથી રાહદારીઓ ઝેબ્રા ક્રોસિંગ પાર કરી શકે. ઈમરજન્સીના કિસ્સામાં અને વૃદ્ધોએ રોડ ક્રોસ કરતી વખતે આ સિસ્ટમ ખુબ ઉપયોગી સાબિત થતી હોય છે.
ADVERTISEMENT
સી.જી. રોડ પર પદયાત્રીઓ માટે નવી સુવિધાનો પ્રારંભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે સી.જી. રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કર્યું છે. હાલમાં આ સુવિધાનો ઉપયોગ અને કામગીરી અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
જાણો રાહદારીએ શું કહ્યું?
રાહદારીએ પોતાનો અનુભવ શેર કરતાં જણાવ્યું કે બટન દબાવતાની સાથે જ રેડ લાઈટ ચાલુ થઇ ગઇ હતી અને સામેથી આવતાં તમામ વાહનો થોભી ગયાં હતાં.
ADVERTISEMENT
અમદાવાદમાં તંત્રની નવી પહેલ, રાહદારીઓની સુરક્ષા માટે મુકાઇ પુશ બટન પેડેસ્ટ્રીયન સિસ્ટમ #Ahmedabad #TrafficSystem #PedestrianSafety #SmartCity #RoadSafety #VTVDigital pic.twitter.com/SFKbyNJNZJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 16, 2026
બટન દબાવતા જ સક્રિય થશે સિસ્ટમ
ADVERTISEMENT
આ સિસ્ટમ ખાસ કરીને પદયાત્રીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. રસ્તો ઓળંગવા ઇચ્છતા વ્યક્તિએ સિગ્નલના પોલ પર લગાવવામાં આવેલું બટન દબાવવાનું રહેશે. ત્યારબાદ થોડા જ સમયમાં વાહનો માટેનો ટ્રાફિક સિગ્નલ લાલ થઈ જશે અને વાહનો થંભી જશે. ત્યારબાદ લોકો સરળતાથી ઝેબ્રા ક્રોસિંગ પરથી રસ્તો પાર કરી શકશે.
આ પણ વાંચો- અમદાવાદમાં ઘર ખરીદનારાઓને ઝટકો, 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારો
ADVERTISEMENT
સફળ ટ્રાયલ બાદ અન્ય વિસ્તારોમાં પણ થશે અમલ
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ પાયલોટ પ્રોજેક્ટની કામગીરી પર સતત નજર રાખવામાં આવશે. જો તેનો સકારાત્મક પ્રતિસાદ મળશે અને તે અસરકારક સાબિત થશે, તો શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારો અને મુખ્ય ચાર રસ્તાઓ પર પણ આવી જ સુવિધા ઉપલબ્ધ કરાવવાની યોજના છે.
વાહનચાલકોને નિયમોનું પાલન કરવાની અપીલ
મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે પેલિકન સિગ્નલ લાલ થાય ત્યારે સ્ટોપ લાઇન પાછળ વાહનો ઊભા રાખી પદયાત્રીઓને રસ્તો ઓળંગવામાં સહયોગ આપે. આ વ્યવસ્થાથી શહેરના રસ્તાઓ વધુ સુરક્ષિત બનવાની સાથે ટ્રાફિક શિસ્તને પણ પ્રોત્સાહન મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.