બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / મોરબીના હળવદમાં VTVNEWSના અહેવાલની અસર, મોરબીને જોડતા બિસ્માર રોડનું સમારકામ શરૂ

ગુજરાત / મોરબીના હળવદમાં VTVNEWSના અહેવાલની અસર, મોરબીને જોડતા બિસ્માર રોડનું સમારકામ શરૂ

Nidhi Panchal

Last Updated: 11:55 AM, 16 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી જિલ્લાના હળવદ વિસ્તારમાં લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા રોડના મુદ્દે VTVNEWS દ્વારા કરવામાં આવેલા અહેવાલની અસર જોવા મળી છે. અહેવાલ પ્રસારિત થયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે

મોરબીના હળવદમાં VTVNEWSના અહેવાલની અસર જોવા મળી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા રોડને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી હતી. રોડની ખરાબ હાલતને કારણે રોજબરોજ મુસાફરી કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમગ્ર મુદ્દાને VTVNEWSએ પ્રાથમિકતા આપીને ઉજાગર કર્યો હતો અને લોકોની સમસ્યાને વાચા આપી હતી.

samarkam

આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું

VTVNEWSના અહેવાલ બાદ આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે. લાંબા સમયથી લોકો દ્વારા કરવામાં આવતી રજૂઆતો અને વિરોધ બાદ હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હળવદથી મોરબીને જોડતા બિસ્માર રોડનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.

R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું

આ રોડનું સમારકામ R&B વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. વિભાગના કર્મચારીઓ દ્વારા રોડ પર જરૂરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. લાંબા સમયથી બિસ્માર હાલતમાં રહેલા માર્ગને ફરી વાહનવ્યવહાર માટે વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Road

190 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો

મહત્વની વાત એ છે કે આ રોડ 190 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચ બાદ તૈયાર કરવામાં આવેલા રોડની સ્થિતિ ગણતરીના મહિનાઓમાં જ ખરાબ થઈ ગઈ હતી. રોડ પર ઠેર-ઠેર ખાડા પડી જતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. રોડ પર પડેલા ખાડાઓને કારણે અનેક વખત અકસ્માતનો ભય પણ સર્જાતો હતો. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને રોડના સમારકામની માંગ કરવામાં આવી હતી. બિસ્માર રોડને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન ‘ચાઇલ્ડહુડ ફ્રીડમ’, 14 દિવસમાં 84 બાળમજૂરો મુક્ત, 26 લોકો સામે પોલીસ કેસ

આ સમગ્ર મુદ્દે VTVNEWSએ લોકોની મુશ્કેલીને વાચા આપી હતી. અહેવાલમાં રોડની વાસ્તવિક સ્થિતિ અને લોકોને પડી રહેલી મુશ્કેલીઓને ઉજાગર કરવામાં આવી હતી. જેના પગલે હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે અને રોડના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકોનું માનવું છે કે સમારકામની કામગીરી ઝડપથી પૂર્ણ થશે તો મુસાફરી વધુ સરળ અને સુરક્ષિત બનશે. હાલ તો VTVNEWSના અહેવાલ બાદ શરૂ થયેલી આ કાર્યવાહીથી લોકોમાં રાહત અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

VTVNEWS Impact Morbi Road Road Repair
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ