બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:44 AM, 18 June 2026
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને બુધવારે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરીને બંને દેશો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે. આ કરારને મોટી કૂટનીતિક સફળતા તરીકે જોવામાં આવી રહ્યો છે. બંને દેશોના અધિકારીઓના જણાવ્યા મુજબ, કરાર પર હસ્તાક્ષર થયા બાદ તે તરત જ અમલમાં આવ્યો છે. આ પગલાથી મધ્ય પૂર્વમાં સ્થિરતા વધવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
અમેરિકન અને ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, ડોનાલ્ડ ટ્રંપ અને મસૂદ પેજેશ્કિયાને બુધવારે MoU પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતીનો હેતુ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા વિવાદ અને સંઘર્ષને સમાપ્ત કરવાનો છે.અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ ટ્રંપે ફ્રાન્સના વર્સાયલ્સ પેલેસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેના ડિનર દરમિયાન આ કરારની હાર્ડ કોપી પર પણ સહી કરી હતી. ત્યારબાદ સહી કરેલી નકલ ઈરાન તેમજ મધ્યસ્થતા કરનારા દેશોને મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
આ કરારની પ્રક્રિયા અગાઉથી શરૂ થઈ ગઈ હતી. રવિવારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાકેર ગાલિબાફે MoU પર ઈલેક્ટ્રોનિક રીતે હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બંને દેશોના રાષ્ટ્રપતિઓએ તેને સત્તાવાર મંજૂરી આપી છે.
ADVERTISEMENT
"It's signed."
— Fox News (@FoxNews) June 17, 2026
President Trump told reporters he signed the Iran memorandum of understanding in Versailles as he departed the palace following a dinner with French President Emmanuel Macron.
A White House official says a photo of the signed agreement was sent to Iran and the… pic.twitter.com/HVELS6RYVB
ADVERTISEMENT
અમેરિકી અધિકારીઓના જણાવ્યા મુજબ, MoU પર હસ્તાક્ષર થતાં બંને દેશો વચ્ચે લગભગ ચાર મહિનાથી ચાલતો સંઘર્ષ હવે સમાપ્ત માનવામાં આવી રહ્યો છે. આ કરારથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ PM મોદી પર ટિપ્પણી મલ્લિકાર્જુન ખડગેને પડી ભારે: રાજ્યસભામાં વિશેષાધિકાર ભંગની નોટિસ
ADVERTISEMENT
જોકે શાંતિ કરાર પર હસ્તાક્ષર થઈ ચૂક્યા છે, તેમ છતાં શુક્રવારે સ્વિટ્ઝરલેન્ડના જિનેવામાં બંને દેશોના પ્રતિનિધિમંડળોની બેઠક યોજાવાની યોજના હજુ યથાવત છે. ઈરાની અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ બેઠકનો હેતુ નવા કરાર પર સહી કરવાનો નથી પરંતુ ભવિષ્યની પ્રક્રિયા અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવાનો છે.હાલમાં આ બેઠક ખરેખર યોજાશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય આગામી થોડા કલાકોમાં લેવામાં આવી શકે છે. બંને દેશોની આગામી કાર્યવાહી પર હવે વિશ્વની નજર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.