બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:33 PM, 17 June 2026
એક મહત્વપૂર્ણ પગલામાં, અમેરિકાએ તેના ઈન્ડો-પેસિફિક કમાન્ડ (USINDOPACOM) નું નામ બદલીને ફરી "US પેસિફિક કમાન્ડ" (USPACOM) રાખ્યું છે. કમાન્ડમાંથી "ઈન્ડો" શબ્દ દૂર કરીને તેને તેના મૂળ અને ઐતિહાસિક નામ હેઠળ પાછું લાવવામાં આવ્યું છે. US યુદ્ધ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી છે. અમેરિકાના જણાવ્યા અનુસાર, આ નિર્ણય બાદ પણ કમાન્ડના કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતનો ઉલ્લેખ કરતા યુએસ યુદ્ધ વિભાગે જણાવ્યું છે કે કમાન્ડનો જવાબદારી વિસ્તાર ભારતની પશ્ચિમી સરહદ સુધી યથાવત રહેશે અને તેની કામગીરી અગાઉની જેમ ચાલુ રહેશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ દરમિયાન એક અન્ય મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. USPACOM ની સત્તાવાર વેબસાઇટ પર ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના કાર્યકારી વિસ્તારને દર્શાવતા નકશામાં ભારતનો ખોટો નકશો દર્શાવવામાં આવ્યો હતો. વેબસાઇટના "એરિયા ઓફ રિસ્પોન્સિબિલિટી મેપ" વિભાગમાં પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) ને પાકિસ્તાનના ભાગ તરીકે દર્શાવવામાં આવ્યું હોવાનું જોવા મળ્યું છે.
ADVERTISEMENT
આ તાજેતરનું પગલું વર્ષ 2018માં કરવામાં આવેલા મહત્વપૂર્ણ નામ પરિવર્તનને ઉલટાવતું માનવામાં આવી રહ્યું છે. વર્ષ 2018માં તત્કાલીન અમેરિકી સંરક્ષણ સચિવ જીમ મેટિસે યુએસ પેસિફિક કમાન્ડનું નામ બદલીને "યુએસ ઇન્ડો-પેસિફિક કમાન્ડ" રાખ્યું હતું. તે સમયે અમેરિકાએ જણાવ્યું હતું કે આ ફેરફાર હિંદ મહાસાગર ક્ષેત્રના વધતા વ્યૂહાત્મક મહત્વ અને પેસિફિક ક્ષેત્ર સાથે તેના વધતા જોડાણને દર્શાવવા માટે કરવામાં આવ્યો હતો. નામ બદલાવાના નિર્ણય બાદ ઘણા લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે શું કમાન્ડના મિશન અથવા કાર્યક્ષેત્રમાં કોઈ ફેરફાર થશે? જોકે અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર નામમાં ફેરફાર છે અને કમાન્ડની સંચાલન પદ્ધતિ, વ્યૂહાત્મક મિશન તથા જવાબદારીઓમાં કોઈ ફેરફાર થવાનો નથી.
ADVERTISEMENT
US યુદ્ધ વિભાગના નિવેદન મુજબ, USPACOM નું જવાબદારી ક્ષેત્ર અગાઉની જેમ જ રહેશે. આ વિસ્તાર અમેરિકાના પશ્ચિમ કિનારાના સમુદ્ર વિસ્તારથી શરૂ થઈને ભારતની પશ્ચિમી સરહદ સુધી ફેલાયેલો છે. ઉપરાંત, પ્રાદેશિક સહયોગી દેશો અને ભાગીદારો સાથે મળીને "મુક્ત અને ખુલ્લું" ઇન્ડો-પેસિફિક ક્ષેત્ર જાળવી રાખવાની અમેરિકાની પ્રતિબદ્ધતા પણ યથાવત રહેશે.
U.S. Pacific Command…is back. pic.twitter.com/wDaDzbLJ81
— Pete Hegseth (@PeteHegseth) June 17, 2026
ADVERTISEMENT
US પેસિફિક કમાન્ડનો ઇતિહાસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. આ કમાન્ડની સ્થાપના 1 જાન્યુઆરી, 1947ના રોજ તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રુમેન દ્વારા કરવામાં આવી હતી. તે અમેરિકાનું સૌથી જૂનું અને સૌથી મોટું એકીકૃત લડાયક કમાન્ડ માનવામાં આવે છે. તેના 70 વર્ષથી વધુના ઇતિહાસ દરમિયાન આ કમાન્ડ USPACOM નામ હેઠળ જ કાર્યરત રહ્યું હતું. વર્ષ 2018માં તેનું નામ બદલીને USINDOPACOM કરવામાં આવ્યું હતું, જ્યારે હવે ફરીથી તેનું ઐતિહાસિક નામ પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
કમાન્ડના અધિકારક્ષેત્રમાં ભારત સહિત સમગ્ર વિસ્તાર આવરી લેવાયો છે અને અહીં આશરે 3,75,000 નાગરિક તથા લશ્કરી કર્મચારીઓ તૈનાત છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે નામ પુનઃસ્થાપિત કરવાથી કમાન્ડના સંસાધનો, કર્મચારીઓ, કામગીરી અથવા જવાબદારી વિસ્તારમાં કોઈ અસર થશે નહીં અને તમામ કામગીરી અગાઉની જેમ જ ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.