બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ટ્રમ્પની સામે PM મોદીએ નાવિકોની સુરક્ષા મુદ્દા પર ઉઠાવ્યા સવાલ, કહ્યું- અનેક ભારતીયોએ જીવ ગુમાવ્યો
Last Updated: 07:46 AM, 17 June 2026
મંગળવારે ફ્રાન્સના બિયારિટ્ઝ શહેરમાં G-7 સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. સમિટના આઉટરીચ સેશન દરમિયાન, પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની બાજુમાં બેઠા જોવા મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચેની આ મુલાકાત 16 મહિના બાદ પછી થઈ હતી. જોકે, પીએમ મોદીએ ટ્રમ્પને અરીસો બતાવવા માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો.
ADVERTISEMENT
G-7 સમિટને સંબોધતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનું વિશ્વ પહેલા કરતાં વધુ એકબીજા સાથે જોડાયેલું અને પરસ્પર નિર્ભર છે. કોઈ પણ રાષ્ટ્રની ઊર્જા, ખોરાક, આરોગ્ય અને સાયબર સુરક્ષા, તેમજ તેની આર્થિક સમૃદ્ધિ ફક્ત તેની પોતાની સરહદોમાં જ નક્કી થતી નથી. ગતિશીલતા, ડેટા, મૂડી અને ટેકનોલોજી જેવા પરિબળો આપણને બધાને એક સાથે જોડે છે. આવા સમયમાં, પાર્ટનરશિપનું મહત્વ સ્વાભાવિક રીતે વધી જાય છે, પરંતુ તે ત્યારે જ સફળ થાય છે જ્યારે વિશ્વાસના પાયા પર બાંધવામાં આવે. આજે, સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સંપત્તિ ખનિજો, ટેકનોલોજી અથવા બજારો નથી, પરંતુ પરસ્પર વિશ્વાસ છે.તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટેકનોલોજી અને સપ્લાય ચેઇનનો ઉપયોગ શસ્ત્રો તરીકે નહીં પણ વૈશ્વિક હિત માટે થશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિકાસની તકો ફક્ત થોડા દેશો સુધી મર્યાદિત રહેશે નહીં. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વૈશ્વિક સંસ્થાઓ તમામ રાષ્ટ્રોની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં સક્ષમ બનશે.
The interactions with world leaders continue at the G7 Summit in Evian.@G7 pic.twitter.com/ZOrAaffrcX
— Narendra Modi (@narendramodi) June 16, 2026
ADVERTISEMENT
અનેક બલિદાન બાદ વિશ્વ સમુદાયે શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે વ્યવસ્થાઓ વિકસાવી. આ વ્યવસ્થાઓ વિશ્વાસ પર સ્થાપિત હતી, છતાં ઘણી પેઢીઓના યોગદાન દ્વારા દાયકાઓથી બનેલો તે વિશ્વાસને ઇજા પહોંચી રહી છે. કોવિડે આપણા માટે એક અરીસો રજૂ કર્યો, જે દર્શાવે છે કે વિશ્વાસ અને એકતાના દાવા કેટલા ખોખલા હતા. આજે, વિશ્વ સંસાધનોની અછતથી નહીં, પરંતુ વિશ્વાસની અછતથી ઝઝૂમી રહ્યું છે, અને આપણી પાર્ટનરશિપનું ભવિષ્ય આ જ વિશ્વાસ પર આધાર રાખે છે.
ભારતીય નાવિકોની મોત પર શું બોલ્યો PM?
ADVERTISEMENT
આ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટ અને તેની આસપાસના પાણીમાં ભારતીય નાવિકોના મોત અંગે કડક અવાજમાં પીએમ મોદીએ કહ્યું કે અમે પશ્ચિમ એશિયામાં શાંતિ પ્રયાસોમાં થયેલી પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. આ સંઘર્ષને કારણે પશ્ચિમ એશિયામાં આપણા મિત્ર રાષ્ટ્રોને જાનમાલનું નુકસાન થયું છે. હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ વેપારમાં વિક્ષેપોથી વૈશ્વિક અર્થતંત્રને નુકસાન થયું છે. ઘણા ભારતીય નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વૈશ્વિક દરિયાઈ વેપાર દ્વારા રાષ્ટ્રોને જોડતા નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણી છે. આપણે ખાતરી કરવી જોઈએ કે દરિયાઈ માર્ગો સુરક્ષિત રહે અને નાવિકો ભય વિના તેમની ફરજો બજાવી શકે.
પીએમ મોદીએ કહ્યું કે, અમેરિકાએ તત્કાલીન રોનાલ્ડ રીગનએ કહ્યું , "ટ્રસ્ટ બટ વેરિફાઇ" આ વાત આજના સમયમાં પણ પ્રાસંગિક છે. ભવિષ્યની પેઢીઓ પ્રત્યે આપણી જવાબદારી છે કે આપણે નવા યુગ સાથે અનુરુપ વિશ્વાસ બનાવીએ. તેમણે જણાવ્યું હતું કે, ભારતે હંમેશા વિશ્વને એક પરિવાર તરીકે જોયું છે. અમારા બધા પ્રયાસો સર્વજન હિતાય, સર્વજન સુખાયના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત છે - જેનો અર્થ બધાનું કલ્યાણ અને સુખ છે. ભારતનો અનુભવ દર્શાવે છે કે વિકાસ ત્યારે સૌથી અસરકારક બને છે જ્યારે તે લોકોની આકાંક્ષાઓ સાથે જોડાયેલ હોય. આ જ સિદ્ધાંત આપણી આંતરરાષ્ટ્રીય પાર્ટનરશિપનો આધાર છે. આ વિઝનના માર્ગદર્શન હેઠળ, ભારતે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ, કોલિશન ફોર ડિઝાસ્ટર રિસિલિએન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ બાયોફ્યૂલ્સ અલાયન્સ, મિશન લાઇફ અને 'એક પેડ મા કે નામ' જેવી વૈશ્વિક પહેલોને આગળ વધારી છે.
ADVERTISEMENT
Shared my thoughts at the Outreach Session on ‘Forging New Partnerships and Rebuilding International Solidarity’ at the G7 Summit in Evian. In a world that is getting more interconnected and interdependent than ever before, this subject becomes all the more vital. But,… pic.twitter.com/NjNddWGtFF
— Narendra Modi (@narendramodi) June 16, 2026
પીએમ મોદીએ જણાવ્યું હતું કે ભારત કટોકટીના સમયમાં બધા દેશોને મદદ કરવાની જવાબદારી માને છે. કોવિડ-19 મહામારી દરમિયાન, ભારતે 150 થી વધુ દેશોને દવાઓ અને રસીઓ પૂરી પાડી હતી. શ્રીલંકામાં વાવાઝોડું હોય, અફઘાનિસ્તાનમાં ભૂકંપ હોય, મોઝામ્બિકમાં પૂર હોય કે ક્યુબા અને જમૈકામાં વાવાઝોડું હોય, ભારતે હંમેશા માનવતા પહેલાના સિદ્ધાંત પર કાર્ય કર્યું છે. અમારી વિકાસ ભાગીદારી પણ આ ભાવનાને પ્રતિબિંબિત કરે છે, અમારા પ્રયાસો પાર્ટનર દેશોમાં ક્ષમતા નિર્માણ અને કૌશલ્ય વિકાસ પર કેન્દ્રિત છે.
ADVERTISEMENT
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ બુધવારે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠક દરમિયાન વેપાર કરાર પર પણ ચર્ચા થશે તેવું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારત ૧૩મી વખત ભાગીદાર દેશ તરીકે G-7 સમિટમાં ભાગ લઈ રહ્યું છે. આ સાતમી વખત છે જ્યારે વડા પ્રધાન મોદી આ વૈશ્વિક મંચમાં ભાગ લઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ ટ્રમ્પે ઈઝરાયલ પર કાઢી ભડાસ, જાણીને PM નેતન્યાહૂ ઈર્ષાથી સળગી જશે, જાણો શું કહ્યું
ADVERTISEMENT
શું છે G-7 સમિટ?
G-7 સમિટ એ સાત વિકસિત દેશોનો સમૂહ છે જ્યાં એક નિર્ધારિત એજન્ડાના આધારે ચર્ચાઓ થાય છે. ફ્રાન્સ આ વર્ષે સમિટનું અધ્યક્ષતા કરે છે; સભ્ય દેશો વારાફરતી અધ્યક્ષતા સંભાળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.