બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે મારપીટ કેસમાં હવે મહિલા PSI સોનલ રાઠોડની મુશ્કેલી વધી, જામીન અરજી ફગાવાઇ
Last Updated: 10:10 AM, 18 June 2026
PSI Sonal Rathod case : અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે થયેલી મારપીટની ઘટનાએ રાજ્યભરમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે આ કેસમાં કાનૂની કાર્યવાહી વધુ ગંભીર બની છે. વાસ્તવમાં ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI સોનલ રાઠોડ અને તેમના પરિવાર સાથે જોડાયેલા આ મામલે સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટના આ નિર્ણય બાદ કેસ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
ADVERTISEMENT
પંચવટી વિસ્તારમાં સામે આવી હતી ઘટના
નોંધનિય છે કે, થોડા દિવસો અગાઉ અમદાવાદના પંચવટી વિસ્તારમાં એક પ્રજ્ઞાચક્ષુ વેપારી સાથે મારપીટ થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાના વીડિયો અને વિગતો સામે આવતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. આ કેસમાં મહિલા PSI સોનલ રાઠોડનું નામ સામે આવતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો હતો.
ADVERTISEMENT
આગોતરા જામીન માટે કરાઈ હતી અરજી
કેસમાં કાનૂની કાર્યવાહી આગળ વધતાં PSI સોનલ રાઠોડના પતિ પ્રતીક ગોહિલ દ્વારા આગોતરા જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. અરજી દરમિયાન બચાવ પક્ષ અને સરકારી પક્ષ દ્વારા વિવિધ દલીલો રજૂ કરવામાં આવી હતી. જોકે કોર્ટને રજૂ થયેલી હકીકતો અને કેસની ગંભીરતા ધ્યાનમાં લેતા જામીન આપવા યોગ્ય કારણો જણાયા નહોતાં.
ADVERTISEMENT
કોર્ટની કડક ટિપ્પણી
ADVERTISEMENT
મીડિયા અહેવાલો મુજબ સેશન્સ કેસમાં જે પ્રકારના આક્ષેપો સામે આવ્યા છે તે અત્યંત ગંભીર સ્વરૂપના છે. કોર્ટના મતે અરજદાર સાથે સંકળાયેલ વર્તન માનવતા અને કાયદાની મર્યાદાઓને પડકારતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેથી માત્ર પ્રાથમિક તબક્કે રાહત આપવી યોગ્ય નથી.
ADVERTISEMENT
સરકારી વકીલની દલીલો બની નિર્ણાયક
સુનાવણી દરમિયાન સરકારી વકીલે દલીલ કરી હતી કે, સમગ્ર ઘટનાની તપાસ હજુ ચાલુ છે અને કેસના તમામ પાસાઓની તપાસ કરવી બાકી છે. ઉપરાંત જો આરોપી પક્ષને આ તબક્કે જામીન આપવામાં આવે તો તપાસની પ્રક્રિયા પર અસર પડી શકે છે તથા પુરાવા અને સાક્ષીઓ પર પણ અસર થવાની સંભાવના ઊભી થઈ શકે છે. આ દલીલોને કોર્ટ દ્વારા ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. ર્ટનું માનવું હતું કે તપાસ દરમિયાન તમામ તથ્યો નિષ્પક્ષ રીતે બહાર આવે તે જરૂરી છે. આવી સ્થિતિમાં આગોતરા જામીન મંજૂર કરવાથી તપાસ એજન્સીના કાર્યમાં વિક્ષેપ સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. આ કારણોસર કોર્ટે જામીન અરજી ફગાવવાનો નિર્ણય કર્યો હતો.
ADVERTISEMENT

આ પણ વાંચો : વિકસિત ગુજરાત તરફ ઐતિહાસિક પગલું: HUDCO આપશે ₹1 લાખ કરોડનું ભંડોળ, CMની હાજરીમાં MOU
મહિલા PSI માટે કાનૂની પડકારો વધ્યા
કોર્ટના આ નિર્ણય બાદ મહિલા PSI સોનલ રાઠોડ માટે કાનૂની પડકારો વધુ વધી ગયા છે. કેસની તપાસ આગળ વધતાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે. તપાસ એજન્સીઓ હવે સમગ્ર ઘટનાક્રમની વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે અને આગામી દિવસોમાં કેસમાં નવા વળાંક આવી શકે છે. આ કેસમાં કોર્ટના નિર્ણય બાદ હવે સૌની નજર આગળની કાનૂની કાર્યવાહી અને તપાસના પરિણામો પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.