બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ મહિલાને થયો હડકવા, રસી લીધા છતાં પાલનપુર સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ

ગુજરાત / નોળિયો કરડ્યાના દોઢ મહિના બાદ મહિલાને થયો હડકવા, રસી લીધા છતાં પાલનપુર સિવિલમાં ગંભીર હાલતમાં દાખલ

Nidhi Panchal

Last Updated: 11:14 AM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સામાન્ય પ્રાણીના કરડવાથી શરૂ થયેલી ઘટના આજે ગંભીર આરોગ્ય સંકટમાં ફેરવાઈ ગઈ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થયેલી એક મહિલાની સ્થિતિએ તબીબોને પણ ચિંતામાં મૂકી દીધા છે

બનાસકાંઠાના પાલનપુરમાં હડકવાનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરાના કરડવાથી હડકવાના કેસો સામે આવતા હોય છે, પરંતુ આ ઘટનામાં નોળિયો કરડ્યા બાદ મહિલાને હડકવા થયા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના તબીબો માટે પણ આ કેસ અસામાન્ય માનવામાં આવી રહ્યો છે અને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં નોળિયો કરડવાથી હડકવા થયાનો આ પ્રથમ કેસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

nariyo

ભોગ બનનાર મહિલા મૂળ રાજસ્થાનની રહેવાસી

મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર મહિલા મૂળ રાજસ્થાનની રહેવાસી છે. દોઢ મહિના અગાઉ મહિલાને નોળિયાએ કરડ્યું હતું. ઘટના બાદ મહિલાએ રાજસ્થાનની હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને જરૂરી રસી પણ લીધી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, રસી લીધા બાદ પણ મહિલાની તબિયતમાં ધીમે ધીમે ગંભીર લક્ષણો દેખાવા લાગ્યા હતા.

મહિલાના સ્વાસ્થ્યમાં સતત બગાડ જોવા મળી

પરિવારજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી મહિલાના સ્વાસ્થ્યમાં સતત બગાડ જોવા મળી રહ્યો હતો. મહિલાને અસ્વસ્થતા અનુભવાતી હતી અને તે તરફડીયા મારતી હોવાનું પણ સામે આવ્યું છે. સ્થિતિ વધુ ગંભીર બનતા પરિવારજનોએ મહિલાને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તબીબોની ટીમ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.

હડકવાના લક્ષણો ગંભીર સ્તરે પહોંચી ગયા

હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, મહિલામાં હડકવાના લક્ષણો ગંભીર સ્તરે પહોંચી ગયા છે. તબીબોનું કહેવું છે કે હડકવા જ્યારે અંતિમ તબક્કામાં પહોંચે છે ત્યારે સારવાર કરવી અત્યંત મુશ્કેલ બની જાય છે. હાલમાં મહિલાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને તબીબો દ્વારા જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ઘટનામાં રસી લીધા બાદ પણ મહિલાની સ્થિતિ ગંભીર

આ કેસે આરોગ્ય વિભાગને પણ ચિંતામાં મૂકી દીધો છે. સામાન્ય રીતે કોઈપણ પ્રાણી કરડે ત્યારે તાત્કાલિક સારવાર અને યોગ્ય રસી લેવી જરૂરી ગણાય છે. જોકે આ ઘટનામાં રસી લીધા બાદ પણ મહિલાની સ્થિતિ ગંભીર બનતા અનેક પ્રશ્નો ઉભા થયા છે. તબીબો સમગ્ર કેસની તબીબી વિગતોનું પણ વિશ્લેષણ કરી રહ્યા છે.

નોળિયો કરડે પછી કયા લક્ષણો દેખાય?

તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હડકવાના વાયરસથી સંક્રમિત પ્રાણી કરડે પછી શરૂઆતમાં કરડેલી જગ્યાએ દુખાવો, બળતરા, ખંજવાળ અથવા ઝણઝણાટી જેવા લક્ષણો જોવા મળી શકે છે. ત્યારબાદ તાવ, માથાનો દુખાવો, થાક, બેચેની અને નબળાઈ અનુભવાય છે. રોગ આગળ વધતાં દર્દીમાં પાણીથી ડર લાગવો (હાઇડ્રોફોબિયા), ગળવામાં તકલીફ, શ્વાસ લેવામાં મુશ્કેલી, વધુ પડતી ચિંતા, અસ્વસ્થતા, આક્રમક વર્તન અને શરીરમાં આંચકા જેવા ગંભીર લક્ષણો પણ જોવા મળી શકે છે. હડકવા અંતિમ તબક્કામાં પહોંચે ત્યારે સારવાર અત્યંત મુશ્કેલ બની જાય છે.

આ પણ વાંચો : હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા 40 જહાજો ભારત તરફ રવાના, મોંઘવારીથી રાહત મળવાના સંકેત

પ્રાણી કરડે તો શું કરવું જોઈએ?

આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે કોઈપણ પ્રાણી કરડે તો સૌથી પહેલા ઘાને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી સાબુ અને વહેતા પાણીથી સારી રીતે ધોવો જોઈએ. ત્યારબાદ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં જઈ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ એન્ટી-રેબીઝ વેક્સિન અને જરૂર હોય તો ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવું જરૂરી છે. પ્રાણી કરડવાની ઘટનાને ક્યારેય સામાન્ય ન ગણવી જોઈએ, કારણ કે સમયસર સારવાર ન મળે તો હડકવા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rabies Case Mongoose Bite Palanpur News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ