ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / કેરીની છાલ ફેંકતા પહેલાં વાંચી લો, છોડ માટે બની શકે છે કુદરતી ખાતર

તમારા કામનું / કેરીની છાલ ફેંકતા પહેલાં વાંચી લો, છોડ માટે બની શકે છે કુદરતી ખાતર

Published By: Jinal Chauhan

Last Updated: 02:57 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં લગભગ દરેક ઘરમાં કેરી ખવાય છે પરંતુ તેના છાલ સામાન્ય રીતે કચરામાં ફેંકી દેવામાં આવે છે. હકીકતમાં કેરીના છાલ છોડ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ADVERTISEMENT

કેરીની છાલમાં પોટેશિયમ સહિતના ઘણા પોષક તત્વો હોય છે, જે જમીનની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે. જો તમે બગીચો કે કુંડામાં છોડ ઉછેરતા હોવ તો કેરીના છાલમાંથી સરળતાથી કુદરતી ખાતર બનાવી શકો છો. આ ખાતર છોડની વૃદ્ધિ વધારવામાં મદદ કરે છે અને રસાયણિક ખાતરની જરૂરિયાત પણ ઓછી કરે છે. જોકે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે, કારણ કે ખોટી રીતથી બનાવેલું ખાતર છોડને નુકસાન પણ પહોંચાડી શકે છે.

કેરીની છાલ છોડ માટે કેમ ફાયદાકારક છે?

કેરીની છાલમાં પોટેશિયમ અને અન્ય જરૂરી પોષક તત્વો હોય છે, જે છોડના મૂળને મજબૂત બનાવે છે. તે જમીનની ફળદ્રુપતા વધારવામાં મદદ કરે છે અને છોડને વધુ લીલાછમ અને સ્વસ્થ રાખે છે. નિયમિત ઉપયોગથી ફૂલ અને ફળ આપતા છોડની વૃદ્ધિમાં પણ સુધારો જોવા મળી શકે છે.

કેરીની છાલમાંથી ખાતર કેવી રીતે બનાવવું?

કેરીની છાલમાંથી લિક્વિડ ફર્ટિલાઇઝર બનાવવાની રીત ખૂબ જ સરળ છે.

સ્ટેપ 1

સૌપ્રથમ કેરીની છાલને સારી રીતે ધોઈ લો, જેથી તેના પર રહેલી ધૂળ કે ગંદકી દૂર થઈ જાય.

સ્ટેપ 2

હવે એક બાલ્ટી અથવા મોટા વાસણમાં પાણી ભરો અને તેમાં કેરીના છાલ નાખી દો.

સ્ટેપ 3

વાસણને ઢાંકીને ગરમ જગ્યાએ 2 થી 3 દિવસ માટે રાખો.

સ્ટેપ 4

બે-ત્રણ દિવસ પછી આ મિશ્રણને હલાવો અને ફરી 2 દિવસ માટે ઢાંકીને રાખો.

સ્ટેપ 5

ત્યારબાદ મિશ્રણને ગાળી લો. ગાળેલું પાણી અલગ રાખો. હવે તમારું કુદરતી લિક્વિડ ફર્ટિલાઇઝર તૈયાર છે.

આ ખાતરનો ઉપયોગ કેવી રીતે કરવો?

તૈયાર થયેલા લિક્વિડ ફર્ટિલાઇઝરમાં થોડું સાદું પાણી ભેળવીને તેનો ઉપયોગ કરો. આ મિશ્રણને સીધું જ છોડની આસપાસની માટીમાં રેડી શકાય છે.

vtv hiring

આ પણ વાંચોઃ શું તમે કાટ ખાઈ ગયેલા ચપ્પુથી શાકભાજી કાપીને શાક બનાવો છો? થશે આ મોટું નુકસાન

ખાસ કરીને મોસમી ફૂલવાળા છોડ અને ઘરઆંગણાના છોડ માટે આ ખાતર ઉપયોગી બની શકે છે. શરૂઆતમાં એક જ છોડ પર તેનો ઉપયોગ કરીને પરિણામ જુઓ. લગભગ 20 દિવસ સુધી છોડની વૃદ્ધિ પર નજર રાખો. જો સારો ફેરફાર જોવા મળે તો પછી અન્ય છોડમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.

ધ્યાનમાં રાખવાની વાત

  • ખાતર બનાવતી વખતે છાલ સારી રીતે ધોઈ લેવા.
  • ખૂબ જ વધારે પ્રમાણમાં ખાતરનો ઉપયોગ ન કરવો.
  • ઉપયોગ પહેલાં પાણી સાથે પાતળું કરવું.
  • સડેલા અથવા ફૂગ લાગેલી છાલનો ઉપયોગ ન કરવો.

કેરીની છાલનો આ રીતે ઉપયોગ કરીને તમે ઘરેલું કચરો ઓછો કરી શકો છો અને તમારા છોડને કુદરતી પોષણ પણ આપી શકો છો. આ એક સરળ, સસ્તી અને પર્યાવરણને અનુકૂળ રીત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

mango peel fertilizer organic gardening natural plant food

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ