બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારા એકાઉન્ટમાં 15000 આવ્યાં કે નહીં? PM મોદી આજે આપી રહ્યા છે રોજગાર યોજનાની રકમ

કામની વાત / તમારા એકાઉન્ટમાં 15000 આવ્યાં કે નહીં? PM મોદી આજે આપી રહ્યા છે રોજગાર યોજનાની રકમ

Bijal Vyas

Last Updated: 03:04 PM, 19 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શુક્રવાર, 19 જૂન) 'પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના' (PM-VBRY) હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમ જાહેર કરવાના છે.

જો તમને તાજેતરમાં જ પહેલી નોકરી મળી છે અથવા તમે નાના વ્યવસાયના માલિક છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે (શુક્રવાર, 19 જૂન) 'પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના' (PM-VBRY) હેઠળ 2,400 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમ જાહેર કરવાના છે. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા 15 લાખ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પીએમ મોદી નવી દિલ્હીમાં યોજાનાર એક કાર્યક્રમમાં આ યોજનાના કેટલાક લાભાર્થીઓ - નવા કર્મચારીઓ અને નોકરીદાતાઓ - સાથે સીધી વાતચીત પણ કરશે.

કોને અને કેટલા મળશે પૈસા?

  • આ યોજના હેઠળ, કર્મચારીઓ અને તેમને નોકરી આપતી કંપનીઓ બંનેને નાણાકીય લાભ મળી રહ્યા છે.
  • પહેલી વાર નોકરી મેળવનારા કર્મચારીઓને 15,000 રુપિયા સુધીના લાભ મળશે.
  • નવા કર્મચારીઓને ભરતી કરનારા નોકરીદાતાઓને દરેક નવી ભરતી માટે દર મહિને 3,000 હજાર સુધીની સહાય આપવામાં આવશે.

ક્યા સુધી મળશે ફાયદો

મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર વધારવા માટે શરૂ કરાયેલી આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે, અને તેના લાભો હવે ચાર વર્ષના સમયગાળા માટે પૂરા પાડવામાં આવી રહ્યા છે.

ક્યારે ટ્રાંસફર થશે પૈસા?

પીએમ મોદીએ જાહેરાત કરી કે, આ કાર્યક્રમ આજે સાંજે 5 વાગ્યે યોજાશે. X પરની એક પોસ્ટમાં તેમણે લખ્યું, "હું આજે સાંજે 5 વાગ્યે એક કાર્યક્રમમાં હાજરી આપીશ જ્યાં 'પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના' હેઠળ આશરે 2,400 કરોડ રુપિયાના પ્રોત્સાહનો આપવામાં આવશે. આ આપણા યુવાનોને સશક્ત બનાવવાના અમારા પ્રયાસોનો એક ભાગ છે, જેમાં રોજગારની તકો વધારવા અને સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે."

2 વર્ષમાં 3.5 કરોડ નવી નોકરીઓનો છે ટારગેટ

શ્રમ મંત્રીના જણાવ્યા મુજબ, સરકારે 'પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના' માટે કુલ 99,446 કરોડ રુપિયાનું નોંધપાત્ર બજેટ નક્કી કર્યુ છે. આ વિશાળ બજેટનો મુખ્ય ઉદ્દેશ આગામી બે વર્ષમાં દેશમાં 3.5 કરોડ નવી નોકરીઓનું પૈદા કરે છે.

ઓગસ્ટ 2025 થી 63 લાખ યુવાનોએ નોકરીઓ મેળવી

રોજગાર મોરચે યોજનાની અસરકારકતા અંગેનો ડેટા પણ બહાર પાડવામાં આવ્યો છે. ઓગસ્ટ 2025 થી, પ્રથમ વખત કાર્યબળમાં પ્રવેશતા 63 લાખથી વધુ યુવાનો આ યોજના દ્વારા ઔપચારિક કાર્યબળનો ભાગ બન્યા છે.

આ નવા કર્મચારીઓમાં મહિલાઓનો હિસ્સો લગભગ 30 ટકા છે.

આ યોજનાના 'ભાગ-B' થી લાભ મેળવતા 80 ટકાથી વધુ વ્યવસાયો 25 થી ઓછા કર્મચારીઓ ધરાવતા નાના ઉદ્યોગો છે. આ આંકડા દર્શાવે છે કે, રોજગાર વધારવાની સાથે, આ યોજના ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ બનેલા નાના અને ઉભરતા વ્યવસાયોને મજબૂત ટેકો પૂરો પાડી રહી છે.

આ પણ વાંચોઃ ACનો આ 60 ટકા મોડવાળો જુગાડ બચાવજો હજારો રુપિયાનું લાઈટ બિલ, સાથે મળશે જોરદાર ઠંડક પણ

દેશભરના 200 ક્લસ્ટરોમાંથી મંત્રીઓ અને નેતાઓ જોડાશે

શુક્રવારે યોજાનાર મુખ્ય કાર્યક્રમની સાથે, દેશભરના 200 ઔદ્યોગિક ક્લસ્ટરોમાંથી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ વર્ચ્યુઅલી જોડાશે. આ સ્થળોએ પ્રાદેશિક સ્તરે એક સાથે કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે, જેમાં રાજ્યના રાજ્યપાલો, મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, સંસદસભ્યો, વિધાનસભાના સભ્યો અને મેયર સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Viksit bharat rozgar yojana pm modi to disburse 2400 crore new employees
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ