ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / શું તમે કાટ ખાઈ ગયેલા ચપ્પુથી શાકભાજી કાપીને શાક બનાવો છો? થશે આ મોટું નુકસાન
Last Updated: 12:44 AM, 19 June 2026
ADVERTISEMENT
આજકાલ લોકો વિવિધ ઓકેશન પર બહાર જમવાનું ગોઠવતા હોય છે. જ્યારે આપણે કોઈ રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ છીએ ત્યારે આપણે ત્યાંની સજાવટ, એર કન્ડીશનીંગ અને સ્વચ્છ ટેબલ જોઈને ખુશ થઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યાં તમારું ભોજન તૈયાર થઈ રહ્યું છે તે રસોડું કેટલું ચોખ્ખું છે? એવામાં તાજેતરમાં ભારતની ફૂડ સેફ્ટી એજન્સી, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ એક એવો ખુલાસો કર્યો છે જે તમને ચોંકાવશે.
ADVERTISEMENT
FSSAI ટીમે દેશભરમાં ઘણી હોટલ, ઢાબા અને ફૂડ સ્ટોલનું ચેકિંગ કર્યું હતું. આ તપાસમાં કંઈક ચિંતાજનક બહાર આવ્યું છે. જેમાં અધિકારીઓને જાણવા મળ્યું કે ઘણી જગ્યાએ, શાકભાજી રાંધવા અને કાપવા માટે છરીઓ અને બ્લેડનો ઉપયોગ થઈ રહ્યો હતો જે સંપૂર્ણપણે ખરાબ થઇ ગયા હતા. જેમાં તે રસોડામાં કાટ લાગેલા છરીઓ મળી આવ્યા હતા. ઘણા વચ્ચે તૂટેલા હતા અને તેમની ધાર ઘસાઈ ગઈ હતી તથા અમુક છરીના હેન્ડલ પરનો રંગ છૂટી ગયો હતો અને ખોરાકમાં પડી રહ્યો હતો. આ બહારથી ચમકતી હોટલોના રસોડામાં આ પરિસ્થિતિ જોવા મળતા જ ફૂડ વિભાગ તાત્કાલિક કાર્યવાહીમાં આવી ગયું હતું.
ADVERTISEMENT
આ ગંભીર બેદરકારીને ધ્યાનમાં રાખીને FSSAI એ 15 જૂન 2026 ના રોજ દેશભરના તમામ ખાદ્ય વ્યવસાયોને ખૂબ જ કડક એડવાઈઝરી જાહેર કરી છે. જેમાં વિભાગે સ્પષ્ટ કર્યું કે જાહેર આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની ચેડા સહન કરવામાં નહીં આવે.

ADVERTISEMENT
તમે વિચારી રહ્યા હશો કે થોડો કાટ કે તૂટવાથી શું ફરક પડે છે? એક્સપર્ટ અનુસાર આ તમારા સ્વાસ્થ્ય માટે નોંધપાત્ર ખતરો છે. જ્યારે શાકભાજી અથવા માંસને કાટવાળા છરીથી કાપવામાં આવે છે, ત્યારે લોખંડના કાટના નાના કણો ખોરાકમાં પ્રવેશ કરે છે. જ્યારે આ ખોરાક આપણા પેટમાં પ્રવેશ કરે છે ત્યારે તે પેટમાં ઇન્ફેક્શન, દુખાવો અને ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
ADVERTISEMENT
તૂટેલ છરીની તિરાડોમાં ખોરાકના નાના ટુકડા ફસાઈ શકે છે. જેમાં ગમે તેટલી વાર ધોવામાં આવે તે ક્યારેય સંપૂર્ણરીતે સાફ થતા નથી. આ તિરાડો ખતરનાક બેક્ટેરિયાનું જમા સ્થાન બની શકે છે. જે બાદમાં દર વખતે કાપવા પર નવા ખોરાકમાં ટ્રાન્સફર થાય છે. આનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
કેમિકલ જોખમો: કમજોર ગુણવત્તાવાળા રંગ કે કોટિંગવાળા છરીઓ સમય જતાં ઘસાવા લાગે છે. આ રંગ એવા કેમિકલથી બનેલા હોય છે જે તમારા સલાડ કે શાકભાજી દ્વારા સીધા તમારા શરીરમાં પ્રવેશી શકે છે.
ADVERTISEMENT
આ જોખમને કાયમ માટે દૂર કરવા માટે FSSAI એ બધા ઢાબા અને રેસ્ટોરન્ટ માલિકોને અમુક કડક સૂચનાઓ જાહેર કરી છે, જેનું પાલન કરવું હવે ફરજિયાત છે. જેમાં ફક્ત ફૂડ-ગ્રેડ છરીઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. મતલબ કે હવે રસોડામાં માત્ર હાઈ ક્વોલિટીવાળા (ફૂડ-ગ્રેડ) અને કાટ-પ્રતિરોધક સ્ટેનલેસ સ્ટીલ છરીઓનો ઉપયોગ કરવો. જો કોઈપણ છરીમાં સહેજ પણ કાટ, તૂટેલું હેન્ડલ કે ચીપ કરેલી ધાર હોય, તો તેને તાત્કાલિક રસોડામાંથી દૂર કરવી જરૂરી છે.
ADVERTISEMENT
આ સિવાય નિયમિત સફાઈ જરૂરી બનાવી છે.જેમાં દરેક ઉપયોગ પછી બધા કાપવાના સાધનો અને છરીઓને સારી રીતે ધોવા અને સાફ કરવા જોઈએ. તેમને એવી જગ્યાએ રાખવા જ્યાં ભેજ તેમના સુધી ન પહોંચે.
FSSAI એ બધા રાજ્યોમાં ખાદ્ય સુરક્ષા અધિકારીઓને આદેશ આપ્યો છે કે તેઓ તેમના નિયમિત ચેકીંગ દરમિયાન માત્ર વાસણો અને એક્સપાયરી ડેટ જ નહીં પરંતુ રસોડામાં ઉપયોગમાં લેવાતા છરીઓની પણ નજીકથી ચેક કરો. કોઈપણ હોટલ, રેસ્ટોરન્ટ કે રસ્તાની બાજુમાં સ્ટોલ પર ક્ષતિગ્રસ્ત કે કાટ લાગેલા છરીઓ જોવા મળે તો તેમને ફૂડ સેફટી અને સ્ટાન્ડર્ડ અધિનિયમ હેઠળ ભારે દંડ થઈ શકે છે. જેમાં વારંવાર ઉલ્લંઘન કરવાથી રેસ્ટોરન્ટનું લાઇસન્સ રદ પણ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT