બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમે પણ ફેંકી દો છો પપૈયાના બીજ ? આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા

હેલ્થ / શું તમે પણ ફેંકી દો છો પપૈયાના બીજ ? આ રીતે કરો ઉપયોગ, થશે અનેક ફાયદા

Nirav Kumar

Last Updated: 11:52 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે પપૈયા ખાઈને તેના બીજ ફેંકી દઈએ છીએ. જો તમે આવું કરતા હોવ તો તમારા માટે જાણવું જરૂરી છે કે આ બીજ હેલ્થ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે.

નાસ્તામાં પપૈયા ખાવાને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આપણે તેનો પલ્પ ખાઈને કાળા, ચીકણા બીજ કચરાપેટીમાં ફેંકી દઈએ છીએ. પરંતુ પપૈયાના બીજ એક શક્તિશાળી ડિટોક્સ એજન્ટ છે. તે ફેટી એસિડ, ફાઇબર અને પપેન નામના એન્ઝાઇમથી ભરપૂર હોય છે. જે ઘણી રીતે ફાયદાકારક હોઈ શકે છે. પણ તેનું સેવન કરતા પહેલા તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ચાલો જાણીએ કે તમે પપૈયાના બીજને કેવી રીતે સાફ કરી શકો છો અને તેને તમારા આહારનો ભાગ કેવી રીતે બનાવી શકો છો.

  • પપૈયાના બીજનો ઉપયોગ કેવી રીતે કરવો

પપૈયાના બીજને ફળમાંથી અલગ કરો અને તેને પાણીમાં સારી રીતે ધોઈ લો. બાદમાં તેને તડકામાં સૂકવી લો. એકવાર સુકાઈ ગયા બાદ તે કાળા મરી જેવા લાગે છે. તેને મિક્સર કે ક્રશરમાં બારીક પીસી લો અને તેને સલાડ, સૂપ કે પાસ્તા પર મસાલા તરીકે છાંટો.

vtv hiring 2

4-5 સૂકા પપૈયાના બીજને પીસી લો અને તેને હૂંફાળા પાણીમાં મિક્સ કરો. અડધા લીંબુનો રસ અને એક ચમચી મધ ઉમેરો અને સવારે ખાલી પેટ પીઓ. આ પીણું મેટાબોલિઝ્મને વેગ આપે છે અને શરીરમાંથી એક્સ્ટ્રા ફેટ બાળવામાં ખૂબ અસરકારક છે.

જો તમે સવારે ફ્રૂટ સ્મૂધી, મેંગો શેક કે ગ્રીન જ્યુસ પીતા હોબ તો તેમાં 4-5 તાજા કે સૂકા પપૈયાના બીજ ઉમેરો અને તેમને ભેળવી દો. તેમની ખાટીપણું સ્મૂધીના મીઠા સ્વાદને સરળતાથી બેલેન્સ્ડ કરે છે અને તમને પૂરતું પોષણ પૂરું પાડે છે.

વધુ વાંચો : શું તમે મચ્છરોના ફેવરેટ છો, કેમ તમને જ વધારે કરડે છે? જાણો કારણ

જો તમને વારંવાર સ્ટોમેચ વૉર્મ કે અપચોની સમસ્યા હોય તો 4-5 તાજા પપૈયાના બીજને એક ચમચી મધ સાથે ચાવીને ખાઓ. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો પેટના ઇન્ફેક્શનને ઝડપથી મટાડવામાં મદદ કરે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Papaya Papaya Seeds Fiber
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ