બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / કોલસા જેવી કાળી તવાઈ મિનિટમાં ચમકી જશે, આ જાદુઈ ટ્રિકથી ચોખ્ખી થઈ જશે

લાઈફસ્ટાઇલ / કોલસા જેવી કાળી તવાઈ મિનિટમાં ચમકી જશે, આ જાદુઈ ટ્રિકથી ચોખ્ખી થઈ જશે

Nirav Kumar

Last Updated: 08:08 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રસોઈ બનાવતી વખતે તવા જોરદાર કાળા થઇ જાય છે. તેની પર લાગેલા ડાઘ કાઢવા મુશ્કેલ હોય છે. આજે તેને સાફ કરવાની રીત જાણીશું.

રસોઈ બનાવતી વખતે તવાનો વધુ ઉપયોગ થાય છે. તેલ, ઘી અને ગરમીના સતત સંપર્કમાં રહેવાને કારણે તવા પર કાળા અને હઠીલા પડ જામી જાય છે. વિવિધ સામાન્ય પ્રવાહી કે સાબુથી ઘસ્યા બાદ પણ આ કાળાશ દૂર થતી નથી. મોટાભાગના લોકો તેને સાફ કરવામાં કલાકો પસાર કરે છે પરંતુ તવા તેમ છતાં પણ સાફ થતા નથી. જો તમરા તવા બળી ગયા હોય અને કાળા થઈ ગઈ હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે નીચે આપેલા અમુક ઉપાયો અજમાવી શકો છો.

  • મીઠું અને સોડા

તમારા રસોડામાં મીઠું તવામાંથી હઠીલા કાળાશ દૂર કરવા માટે સૌથી અસરકારક વસ્તુ છે. મીઠામાં ઘર્ષક ગુણધર્મો હોય છે જે સપાટીને નુકસાન પહોંચાડ્યા વગર તવા અંદર ઊંડે સુધી ચોંટેલી ગંદકીને દૂર કરવામાં મદદ કરે છે. એના માટે કાળા તવા પર 2 ચમચી મીઠું અને 1 ચમચી ખાવાનો સોડા છાંટો. તેને 15 મિનિટ માટે રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. તમે જોશો કે જમા થયેલ ગંદકી છૂટી ગઈ છે.

hiring vtv 1
  • વ્હાઈટ વિનેગર અને ડીશ સાબુ

જ્યારે તેલ અને ઘી બળી જાય છે અને તવા પર કાર્બન જમા થાય છે ત્યારે તેને દૂર કરવું મુશ્કેલ બને છે. પણ વ્હાઈટ વિનેગર ઉપયોગી થઈ શકે છે કેમ કે તેના એસિડિક ગુણધર્મો બળી ગયેલા ખોરાકના અવશેષો અને કાર્બન બોન્ડ્સને ઝડપથી તોડી નાખે છે. એના માટે તમારા તવા પર થોડું વિનેગર રેડો અને તેને ચૂલા પર થોડું ગરમ ​​કરો. ગરમી અને એસિડના કારણે કાળો પડ છૂટી જશે. બાદમાં તેને નિયમિત ડીશ સાબુથી ધોઈ લો.

વધુ વાંચો : રોટલી કે ભાત...ગરમીમાં બપોરે શું ખાવુ વઘુ ફાયદાકારક? જાણી લો મહત્વની વાત

  • છેલ્લે સફાઈ કેવી રીતે કરવી?

એકવાર તવા પરથી કાળો પડ છૂટી જાય બાદમાં અંતિમ પગલું ખૂબ સરળ બની જાય છે. બાદમાં એક સારું સ્ટીલ સ્ક્રબર કે પ્યુમિસ સ્ટોન લો. તેના પર થોડો ડીશ સાબુ લગાવો અને તવાને ગોળાકાર ગતિમાં સ્ક્રબ કરવાનું શરૂ કરો. વિનેગર અને મીઠાની અસરને કારણે પહેલાની પથ્થર જેવી કઠણ લેયર હવે સરળતાથી દૂર થઈ જશે. બાદમાં તવાને સ્વચ્છ અને ગરમ પાણીથી ધોઈ લો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salt and soda cooking pan
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ