બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / બજાજે લોન્ચ કરી નવી બાઈક, પહેલા કરતા આટલી કિંમત, મળશે દમદાર ફિચર્સ

ઓટો / બજાજે લોન્ચ કરી નવી બાઈક, પહેલા કરતા આટલી કિંમત, મળશે દમદાર ફિચર્સ

Nirav Kumar

Last Updated: 08:45 PM, 18 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજાજે નવું પલ્સર 220F અપડેટ કર્યું છે. જેમાં તેની ડિઝાઇન બદલાઈ નથી પણ કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ તેના વિષે.

બજાજે તેના પાવરફુલ પલ્સરને અપડેટ કર્યું છે. વાત થઇ રહી છે પલ્સર 220F વિશે. બજાજે પહેલી વાર 2007 માં પલ્સર 220 લોન્ચ કર્યું હતું. ત્યારથી આ બાઇકના ઘણા વેરિઅન્ટ્સ રિલીઝ થયા છે પરંતુ પલ્સર 220 ની ડિઝાઇન બદલાઈ નથી. કંપનીએ વખતોવખત તેને અપડેટ કર્યું છે પરંતુ ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી.

બજાજ પલ્સર 220F ગયા વર્ષે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે આ બ્રાન્ડે તેને એક નવું અપડેટ આપ્યું છે.જેમાં LED હેડલાઇટ્સ છે. બાઇકમાં એ જ જૂની ફેરિંગ, ફ્રન્ટ ફેસિયા, ક્લિપ-ઓન હેન્ડલબાર, ચંકી એક્ઝોસ્ટ અને બીજી ડિઝાઇન એલિમેન્ટ જાળવી રાખવામાં આવ્યા છે.

vtv hiring 2
  • કિંમત કેટલી છે?

આ બ્રાન્ડે ક્લાસિક પલ્સર 220F ને હેડલાઇટ્સ સાથે અપડેટ કર્યું છે. નવા બાઇકની કિંમતની વાત કરીએ તો ફુલ LED હેડલાઇટ્સવાળા વેરિઅન્ટની કિંમત 1.36 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે. આ પાછલા વર્ઝન કરતાં 8000 રૂપિયાનો વધારો છે. ડિસેમ્બર 2025 માં લોન્ચ થયેલા અપડેટેડ વર્ઝનની કિંમત 1.28 લાખ (એક્સ-શોરૂમ) રૂપિયા હતી.

  • એન્જિન, પાવર અને નવા અપડેટ્સ

આ બાઇકમાં ઓટો-ઓન ફીચર સાથે સિંગલ LED હેડલાઇટ સેટઅપ આવે છે. કંપની દ્વારા ડિસેમ્બર 2025 માં LED ઇન્ડિકેટર્સ રજૂ કરવામાં આવ્યા હતા. અગાઉ આ બાઇકમાં લો અને હાઇ બીમ માટે બે વર્ટિકલી માઉન્ટેડ યુનિટ હતા. હવે બંને એક જ પ્રોજેક્ટરમાં ઇન્ટિગ્રેટેડ છે. બાઇક પરના DRLs આઇબ્રો જેવી ડિઝાઇન ધરાવે છે.

વધુ વાંચો : નવા ઇથેનોલવાળા સ્પ્લેન્ડર પ્લસ અને HF ડિલક્સ બાઈક પર 4000નું ડિસ્કાઉન્ટ

આ બાઈક કિંમત અને હેડલાઇટ્સ સિવાય સેમ તું સેમ છે. તેમાં એન્જિન રિટેઈન કરાયું છે. આ બાઇક 220cc, સિંગલ-સિલિન્ડર એન્જિન દ્વારા ચાલે છે જે 20.4 PS પાવર અને 18.55 Nm ટોર્ક પેદા કરે છે. તે 5-સ્પીડ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ બાઇકમાં 15-લિટર ફ્યુઅલ ટાંકી છે અને તેનું કર્બ વજન 160 કિલો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pulsar 220F Bajaj New Bike
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ