બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 1 પર 5 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ પણ કરી જાહેર

બિઝનેસ / 1 પર 5 બોનસ શેર આપી રહી છે આ કંપની, રેકોર્ડ ડેટ પણ કરી જાહેર

Nirav Kumar

Last Updated: 10:01 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કંપનીએ બોનસ શેરની જાહેરાત કરી છે. જેમાં આ ZF કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

ZF કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઈન્ડિયા લિમિટેડ આવતા અઠવાડિયે એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ કરશે. કેમ કે કંપનીએ બોનસ તરીકે દરેક 1 શેર માટે 5 શેર ઓફર કરવાનો નિર્ણય લીધો છે. તેના માટે રેકોર્ડ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

  • રેકોર્ડ ડેટ કઈ?

એક્સચેન્જ સાથેની ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે દરેક 1 શેર માટે 5 શેર બોનસ તરીકે ઓફર કરવામાં આવશે. કંપનીએ આ બોનસ ઇશ્યૂ માટે 24 જૂન રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. મતલબ કે,24 જૂને સ્ટોક એક્સ-બોનસ સ્ટોક તરીકે ટ્રેડ થશે. જેમાં આ કંપની પહેલીવાર રોકાણકારોને બોનસ શેર ઓફર કરી રહી છે.

vtv hiring
  • શેર કેવું કરી રહ્યા પર્ફોમન્સ?

શુક્રવારે આ કંપનીના શેર BSE પર 15,764 રૂપિયા પર બંધ થયા. જેમાં છેલ્લા ત્રણ મહિનામાં આ કંપનીના શેરના ભાવ 17 ટકા વધ્યા છે. તો એક વર્ષમાં સ્ટોક 19 ટકા બેક ગયા છે. આ કંપનીનો 52 અઠવાડિયાનો ઓનચો ભાવ 16,592.85 છે અને 52 અઠવાડિયાનો સૌથી નીચો ભાવ 11,811 રૂપિયા છે. આ કંપનીનું માર્કેટ કેપ 29,900 કરોડ રૂપિયા છે.

આ શેર બે વર્ષમાં 2.79 ટકા ઘટ્યો છે. આ દરમિયાન કંપનીના શેરના ભાવ ત્રણ વર્ષમાં 31 ટકા વધ્યા છે. તો પાંચ વર્ષમાં 126 ટકાનો વધારો થયો છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરના ભાવમાં 180 ટકાનો વધારો થયો છે.

વધુ વાંચો: અઠવાડિયામાં 8% ઘટ્યા ક્રૂડ ઓઇલના ભાવ, શું ભારતમાં સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ?

  • કંપની સતત આપી રહી છે ડિવિડન્ડ

ZF કોમર્શિયલ વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ્સ ઇન્ડિયા લિમિટેડે પહેલી વાર બોનસ શેરની જાહેરાત કરી છે પરંતુ તેને રોકાણકારોને સતત ડિવિડન્ડ ચૂકવ્યું છે. આવતા મહિને કંપનીના શેર એક્સ-ડિવિડન્ડમાં ટ્રેડ થશે. કંપનીએ પ્રતિ શેર 4 ડિવિડન્ડ રૂપિયાચૂકવવાનું નક્કી કર્યું છે. મે મહિનાની શરૂઆતમાં કંપનીના શેર 2025 માં એક્સ-ડિવિડન્ડ પર ટ્રેડ થયા હતા. તે સમયે કંપનીએ પ્રતિ શેર 19 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)


બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Record Date Shares Bonus ZF Limited
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ