બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા રિક્ષાચાલકે આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત

વડોદરા / વ્યાજખોરના ત્રાસથી કંટાળેલા રિક્ષાચાલકે આપઘાત કર્યો, સારવાર દરમિયાન મોત

Vishal Khamar

Last Updated: 11:07 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત છે. શહેરના અટલાદરા વિસ્તારમાં રહેતા રાજુભાઈ ઠાકોર નામના વ્યક્તિએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું છે.

વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરીના કથિત ત્રાસથી કંટાળીને 55 વર્ષીય રિક્ષાચાલકે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

મૃતકની ઓળખ રાજુભાઈ ઠાકોર તરીકે થઈ છે. જે કલાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતા હતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 17 જૂને તેમણે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

પરિવારજનોનો આક્ષેપ

પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે રાજુભાઈએ માંજલપુર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ પાસેથી આશરે 20 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. છેલ્લા એક વર્ષથી તેઓ નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હતા, પરંતુ તાજેતરમાં વ્યાજની રકમ ચૂકવવામાં મોડું થતાં તેમને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો.

મૃતકના પુત્ર સાગર ઠાકોરના જણાવ્યા મુજબ, એક દિવસ તેમના પિતાને રસ્તામાં રોકી તેમને માંજલપુર વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી. ઉપરાંત, તેમના પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ છીનવી લેવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઘટનાથી વ્યથિત થઈ રાજુભાઈ ઘરે પરત ફર્યા બાદ ઝેરી દવા પી લીધી હતી.

પરિવારજનોએ સમગ્ર ઘટનામાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે અને જવાબદાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરી છે. બીજી તરફ અટલાદરા પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાહદારીએ બચાવ્યો યુવકનો જીવ, આપઘાતનો પ્રયાસ નિષ્ફળ

પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર ઘટનાની હકીકત સામે આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara Vadodara usurers Vadodara news
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ