બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં રાહદારીએ બચાવ્યો યુવકનો જીવ, આપઘાતનો પ્રયાસ નિષ્ફળ
Last Updated: 11:40 PM, 20 June 2026
અમદાવાદ શહેરના નારોલ-નરોડા હાઇવે પર આવેલા CTM-રામોલ ડબલ ડેકર ઓવરબ્રિજ પર શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. એક અજાણ્યો યુવક આત્મહત્યા કરવાના ઇરાદે બ્રિજની લોખંડની સુરક્ષા ગ્રીલ કૂદીને છેક બહારની પારી પર જઈ ઊભો રહ્યો હતો, જેના કારણે સ્થળ પર હાજર લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.
ADVERTISEMENT
રાહદારીઓ યુવકની મદદ માટે આગળ આવ્યા
ઘટનાની જાણ થતાં જ ત્યાંથી પસાર થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ યુવકની મદદ માટે આગળ આવ્યા હતા. યુવકને જોખમી સ્થિતિમાં જોઈ સૌપ્રથમ લોકોએ તેને શાંતિથી સંબોધન કર્યું અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. લોકો સતત તેને સમજાવતા રહ્યા કે તે કોઈ આત્મઘાતી પગલું ન ભરે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ત્રણ મિનિટ સુધી બ્રિજની બહારની પાળી પર ઊભો રહ્યો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, યુવક લગભગ ત્રણ મિનિટ સુધી બ્રિજની બહારની પાળી પર ઊભો રહ્યો હતો. આ દરમિયાન રાહદારીઓએ ધીરજ અને સમજદારી દાખવી તેની સાથે સંવેદનશીલ વાતચીત કરી હતી. લોકોની લાગણીસભર સમજાવટ અને હિંમતભર્યા શબ્દોની અસર થતાં યુવકનો વિચાર બદલાયો હતો.
ADVERTISEMENT
આખરે યુવક ગ્રીલ કૂદીને સુરક્ષિત પરત ફર્યો
આખરે યુવકે આત્મહત્યાનો નિર્ણય છોડીને ફરીથી લોખંડની ગ્રીલ કૂદીને સુરક્ષિત રીતે બ્રિજ પર પરત ફર્યો હતો. યુવક સુરક્ષિત રીતે નીચે ઉતરતા હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
ADVERTISEMENT
લોકોએ યુવક સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી
ઘટના બાદ સ્થાનિક લોકોએ યુવક સાથે પ્રેમપૂર્વક વાતચીત કરી હતી અને તેને માનસિક રીતે સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય લોકો પણ ત્યાં એકત્ર થયા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં રાહદારીઓની સમયસૂચકતા અને માનવતાભર્યા પ્રયાસોની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો
સ્થાનિક નાગરિકોની સતર્કતા અને સંવેદનશીલ વર્તનના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ તરીકે જોવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.