બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં મોટો ખુલાસો, મનપા કમિશનરે સ્વીકાર્યું ડિમોલિશન મનપાએ જ કર્યું

VIDEO / સુરતના નાસિરનગર ડિમોલિશન કાંડમાં મોટો ખુલાસો, મનપા કમિશનરે સ્વીકાર્યું ડિમોલિશન મનપાએ જ કર્યું

Vishal Khamar

Last Updated: 11:30 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત નાસિરનગર ડિમોલિશન કાંડમાં મોટો ખુલાસો થવા પામ્યો છે. કમિશ્નરે સ્વીકાર કર્યો છે કે ડિમોલિશન મનપાએ જ કર્યું છે.

સુરત નાસિરનગર ડિમોલિશન મામલે એક મહિના કરતાં વધુ સમય બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજને પ્રથમ વખત મૌન તોડ્યું છે. તેમણે સ્પષ્ટ સ્વીકાર કર્યો કે નાસિરનગર વિસ્તારમાં થયેલું ડિમોલિશન સુરત મહાનગરપાલિકા દ્વારા જ કરવામાં આવ્યું હતું.

કમિશનર એમ. નાગરાજને જણાવ્યું કે સેન્ટ્રલ ઝોન દ્વારા લાઈન દોરીના અમલ અને સત્તાવાર ડિમાર્કેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સમગ્ર કાર્યવાહી નિયમો અને પ્રશાસનિક પ્રક્રિયા મુજબ કરવામાં આવી હતી.

મહત્વની બાબત એ છે કે ડિમોલિશન દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે મનપા દ્વારા પોલીસ બંદોબસ્તની પણ માંગ કરવામાં આવી હતી. આ નિવેદન બાદ ડિમોલિશન મામલે ચાલી રહેલી ચર્ચાઓને વધુ વેગ મળ્યો છે.

જોકે, આ સમગ્ર મુદ્દો હાલમાં હાઈકોર્ટમાં વિચારાધીન હોવાથી કમિશનરે વધુ વિગતો જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે કેસ ન્યાયિક પ્રક્રિયામાં હોવાથી હાલ આ વિષય પર વધુ ટિપ્પણી કરવી યોગ્ય નહીં ગણાય.

આ પણ વાંચોઃ અમદાવાદમાં રાહદારીએ બચાવ્યો યુવકનો જીવ, આપઘાતનો પ્રયાસ નિષ્ફળ

નાસિરનગર ડિમોલિશન કાંડને લઈને છેલ્લા કેટલાક સમયથી અનેક પ્રશ્નો અને વિવાદો ઊભા થયા હતા. હવે મનપા કમિશનરના નિવેદન બાદ મામલામાં નવી દિશા મળી છે. આગામી દિવસોમાં હાઈકોર્ટની કાર્યવાહી અને તેના પરિણામો પર સૌની નજર રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

surat , Surat Nasinagar Demolition Surat News
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ