બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / PM મોદીએ જાહેર કર્યો PM કિસાન યોજનાનો 23મો હપ્તો, દેશભરના ખેડૂતોના ખાતામાં ₹18,880 કરોડ ટ્રાન્સફર
Last Updated: 08:39 PM, 20 June 2026
ભારત સરકાર તરફથી દેશના અન્નદાતાઓ માટે શનિવારનો દિવસ અતિ ઉત્સાહજનક સાબિત થયો છે. કરોડો ખેડૂતો જે ઘડીની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલા તારકેશ્વર ખાતેથી દેશના અંદાજે 9.44 કરોડ પાત્રતા ધરાવતા ખેડૂતોના બેંક ખાતામાં 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ' યોજનાનો 23મો હપ્તો સિંગલ ક્લિક દ્વારા સીધો ટ્રાન્સફર કરી દીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા આ હપ્તા હેઠળ કુલ 18,880 કરોડ રૂપિયાની માતબર રકમ સીધી ખેડૂતોના એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે. આ નવીનતમ હપ્તો જારી થતાંની સાથે જ આ કલ્યાણકારી યોજના હેઠળ વિતરણ કરવામાં આવેલી કુલ રકમ હવે 4.28 લાખ કરોડ રૂપિયાના ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉનો હપ્તો ખેડૂતોને 13 માર્ચના રોજ આપવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી (DBT) યોજનાઓમાંની એક ગણવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નાના અને સીમાંત ખેડૂતોને ખેતીકામ માટે સીધી આર્થિક સહાય પૂરી પાડીને તેમની આવકને મજબૂત બનાવવાનો છે. આ યોજના અંતર્ગત કેન્દ્ર સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં કુલ 6,000 રૂપિયા વાર્ષિક ધોરણે ટ્રાન્સફર કરે છે. આ રકમ દર 4 મહિનાના અંતરાલમાં 2,000 રૂપિયાના 3 સમાન હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.

ADVERTISEMENT
આ ઐતિહાસિક અવસરે છત્તીસગઢના જશપુર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, "આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં 75% થી વધુ વસ્તી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી પર નિર્ભર છે. ભારત સરકાર અને છત્તીસગઢ સરકાર સતત ખેડૂતોના હિતોની ચિંતા કરી રહી છે. અમે છત્તીસગઢમાં ખેડૂતોને ડાંગરના ખૂબ સારા ભાવો આપી રહ્યા છીએ અને વડાપ્રધાન મોદીજીએ આજે વધુ એક હપ્તો જાહેર કરીને ખેડૂતોને મોટી આર્થિક રાહત આપી છે.
ADVERTISEMENT
બીજી તરફ, હરિયાણાના પંચકુલા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ હરિયાણાના ખેડૂતો વતી વડાપ્રધાનનો આભાર માનતા કહ્યું કે, આજે હરિયાણા પ્રદેશના લગભગ 15 લાખ 95,644 ખેડૂતોના ખાતામાં કુલ 314 કરોડ 13 લાખ રૂપિયાની રકમ સીધી જમા થઈ છે. આ ઉપરાંત, વડાપ્રધાને 'ધરતી બચાવો' કાર્યક્રમ ઝડપથી ચલાવવા પર પણ ભાર મૂક્યો છે. આપણી એ સામૂહિક જવાબદારી બને છે કે આપણે આપણી આવનારી પેઢીઓને સુરક્ષિત, રસાયણમુક્ત અને ફળદ્રુપ જમીન સોંપીએ.

ADVERTISEMENT
જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો, તો તમે ઓનલાઈન માધ્યમથી તમારું સ્ટેટસ નીચે મુજબ સરળ સ્ટેપ્સ દ્વારા ચેક કરી શકો છો..
ADVERTISEMENT
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
જો તમે ગામની આખી યાદીમાં તમારું નામ તપાસવા માંગો છો, તો તેની પ્રક્રિયા નીચે મુજબ છે:
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.