બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / TET ફરજિયાતના નિર્ણય સામે અમદાવાદમાં પ્રાથમિક શિક્ષકોનો ઉગ્ર વિરોધ
Last Updated: 06:11 PM, 20 June 2026
વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા પ્રાથમિક શિક્ષકો માટે TET (Teacher Eligibility Test) ફરજિયાત બનાવવાના રાજ્ય સરકારના નિર્ણય સામે અમદાવાદમાં શિક્ષકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષકોએ સતત ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.
ADVERTISEMENT

મોટી સંખ્યામાં એકત્ર થયેલા શિક્ષકોએ સરકારને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની માંગ કરી હતી. શિક્ષકોનું કહેવું છે કે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે TET ફરજિયાત બનાવવું અન્યાયપૂર્ણ છે અને તેના કારણે અનુભવી શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે.
ADVERTISEMENT

ધરણા દરમિયાન શિક્ષક આગેવાનોએ જણાવ્યું હતું કે સરકાર તેમની માંગણીઓ પર યોગ્ય નિર્ણય નહીં લે તો આગામી દિવસોમાં રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર ખાતે વિશાળ સ્તરે વિરોધ કાર્યક્રમ યોજશે. આ માટે વિવિધ જિલ્લાઓના શિક્ષક સંગઠનો સાથે ચર્ચા પણ શરૂ કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
ADVERTISEMENT

શિક્ષકોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે વર્ષ 2010 પહેલા નિમણૂક પામેલા શિક્ષકોને TETમાંથી મુક્તિ આપવામાં આવે અને તેમની સેવાઓ તથા અનુભવને ધ્યાનમાં રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃરાજ્યમાં આગામી 7 દિવસ હળવા વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વધુ અસર
વિરોધ પ્રદર્શન દરમિયાન શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને સરકારને વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરવામાં આવી હતી. હાલ આ મુદ્દે શિક્ષકો અને સરકાર વચ્ચેના આગામી પગલાં પર સૌની નજર ટકેલી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.