બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બંગાળમાં 'કટમની' અને ગુંડારાજ ખતમ, હવે કામ શરૂ, પશ્ચિમબંગ દિવસ પર PM મોદીનો હુંકાર

નેશનલ / બંગાળમાં 'કટમની' અને ગુંડારાજ ખતમ, હવે કામ શરૂ, પશ્ચિમબંગ દિવસ પર PM મોદીનો હુંકાર

Pravin Joshi

Last Updated: 06:31 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 'પશ્ચિમબંગ દિવસ' નિમિત્તે બંગાળના તારકેશ્વર ખાતેથી કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે. પીએમ મોદીએ પીએમ-કિસાન યોજનાનો 23rd હપ્તો જાહેર કરવાની સાથે પશ્ચિમ બંગાળમાં 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' (PMFBY) ની પણ શરૂઆત કરાવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પશ્ચિમબંગ દિવસના ઐતિહાસિક અવસરે બંગાળની જનતાને સંબોધિત કરતા એક નવો આશાવાદ જગાવ્યો છે. તારકેશ્વર ખાતે આયોજિત એક ભવ્ય સરકારી કાર્યક્રમમાં વડાપ્રધાને પશ્ચિમ બંગાળના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે ભાવુક અને આક્રમક અંદાજમાં પીએમ મોદીએ જણાવ્યું કે, "બંગાળની હવામાં હવે એક નવી તાજગી છે. અહીંના કણ-કણમાંથી એક નવી સુગંધ આવી રહી છે. એવું લાગી રહ્યું છે જાણે બંગાળ હવે વર્ષોની રાજકીય બેડીઓમાંથી આઝાદ થઈ ગયું છે અને બંગાળના ખોવાયેલા ગૌરવને પરત લાવવાની શરૂઆત થઈ ચૂકી છે. આજનો આ કાર્યક્રમ સાક્ષી છે કે આપણું બંગાળ પોતાના નવા ભવિષ્યના નિર્માણમાં પૂરી તાકાતથી જુટી ગયું છે."

ખેડૂતો અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી જાહેરાતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંગાળની ધરતી પરથી દેશભરના ખેડૂતો માટે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ'નો 23rd હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો હતો. આ સાથે જ તેમણે રાજ્યના ખેડૂતોની આર્થિક સુરક્ષા માટે પશ્ચિમ બંગાળમાં 'પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના' શરૂ કરવાની મોટી જાહેરાત પણ કરી હતી. રેલવે ક્ષેત્રે વિકાસને વેગ આપતા પીએમ મોદીએ હાવડા જિલ્લામાં 'સંકરૈલ-સંતરાગાછી લિંક લાઈન પ્રોજેક્ટ' દેશને સમર્પિત કર્યો હતો. આ ઉપરાંત, હાવડામાં 300 બેડની ક્ષમતા ધરાવતી નવી 'ડિવિઝનલ રેલવે હોસ્પિટલ' નો શિલાન્યાસ કર્યો હતો અને પૂર્વ મેદિનીપુર જિલ્લામાં હૌર અને રાધામોહનપુર વચ્ચે નવા 'રોડ ઓવર બ્રિજ'નો પાયાનો પથ્થર મૂક્યો હતો.

બંગાળને પાકિસ્તાન બનાવવાનું હતું ષડયંત્ર: કોંગ્રેસ પર પ્રહાર

પોતાના સંબોધનમાં ઇતિહાસના પાનાઓ ખોલતા વડાપ્રધાને જણાવ્યું કે, વિભાજન સમયે કેટલાક ભારત વિરોધી તત્વો આખેઆખા બંગાળને પાકિસ્તાનનો હિસ્સો બનાવવા માંગતા હતા અને તત્કાલીન કોંગ્રેસે તેમની સામે ઘૂંટણ ટેકી દીધા હતા. આવા કપરા સમયે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ મજબૂત અવાજ ઉઠાવ્યો હતો અને જાહેરાત કરી હતી કે સમગ્ર બંગાળ પાકિસ્તાનમાં નહીં જાય. આ માટે તેમણે 'બંગાળી હિન્દુ હોમલેન્ડ મૂવમેન્ટ' શરૂ કરી હતી. આ આંદોલનમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની સાથે મેઘનાદ સાહા, આર.જી. મજુમદાર, યદુનાથ સરકાર જેવા પ્રબુદ્ધ લોકો અને જી.ડી. બિરલા જેવા મોટા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. આ આંદોલનના કારણે જ પશ્ચિમ બંગાળ ભારતમાં સુરક્ષિત રહ્યું, પરંતુ આઝાદી પછી સત્તાધારી પક્ષોએ રાજકીય એજન્ડા અને તુષ્ટિકરણના કારણે આ ગૌરવશાળી ઇતિહાસનો 'વ્હાઇટવોશ' કરી નાખ્યો.

પહેલાં કોંગ્રેસ, પછી લેફ્ટ અને પછી TMC એ બંગાળને બગાડ્યું

પીએમ મોદીએ આકરા પ્રહારો કરતા કહ્યું કે, પહેલાં કોંગ્રેસ, પછી લેફ્ટ (ડાબેરીઓ) અને ત્યારબાદ TMC એ બંગાળને સંવારવાના બદલે તેને ગેરકાયદેસર ઘૂસણખોરોનો અડ્ડો બનવા દીધો. જે બંગાળ ક્યારેય ભારતના વિકાસનું નેતૃત્વ કરતું હતું, તે દાયકાઓના કુશાસનને કારણે ઘણું પાછળ ધકેલાઈ ગયું. જૂની સરકારોના કારણે મોટા ઉદ્યોગો અહીંથી પલાયન કરી ગયા, રોજગારી છીનવાઈ ગઈ અને સંસાધનો પર ઘૂસણખોરોએ કબજો જમાવી લીધો. વડાપ્રધાને જનતાનો આભાર માનતા કહ્યું કે, આ નકારાત્મક વાતાવરણમાં બંગાળની જનતાએ ટીએમસી સરકારને બદલવાનો સંકલ્પ લીધો અને ભાજપને રેકોર્ડ મતોથી વિજયી બનાવીને આશીર્વાદ આપ્યા. દેશ અત્યારે આ બદલાવના સકારાત્મક પરિણામો જોઈ રહ્યો છે.

બંગાળમાં કટમની રાજ ખતમ, હવે કામ શરૂ

રાજ્યની કાયદો-વ્યવસ્થા અંગે વાત કરતા પીએમ મોદીએ દાવો કર્યો કે, ભૂતકાળમાં સીમા પર ફેન્સિંગ લગાવવા માટે તત્કાલીન સરકારે જમીન ટ્રાન્સફરની પ્રક્રિયા રોકી રાખી હતી, પરંતુ નવી વ્યવસ્થા આવતા જ તે કામ ઝડપથી શરૂ થઈ ગયું છે અને ઔદ્યોગિક રોકાણનો પાયો નખાઈ રહ્યો છે. તેમણે લલકારતા કહ્યું કે, જેમણે જનતાને લૂંટી હતી, તેમના પૈસા હવે પરત આવી રહ્યા છે. સિન્ડિકેટ ચલાવનારા લોકો જનતાની માફી માંગી રહ્યા છે. ગેરકાયદેસર વસૂલી કરનારા ગુંડાઓ નાકા છોડીને ભાગી ગયા છે. બંગાળના લોકો હવે કોઈ રોકટોક વગર મુક્તપણે હરી-ફરી રહ્યા છે. હવે બંગાળમાં 'કટમની' નો ખેલ ખતમ થઈ ગયો છે અને સાચું કામ શરૂ થયું છે.

આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

અંતમાં વડાપ્રધાને યાદ અપાવ્યું કે આવતીકાલે દેશ અને દુનિયામાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' મનાવવામાં આવશે. તેમણે જાહેરાત કરી કે આ વર્ષે તેઓ પોતે પશ્ચિમ બંગાળમાં રહીને જ યોગ દિવસના રાષ્ટ્રીય કાર્યક્રમનો હિસ્સો બનશે, જેથી બંગાળની ધરતી પરથી સમગ્ર વિશ્વને એક સકારાત્મક સંદેશ આપી શકાય. તેમણે બંગાળના દરેક ખૂણે-ખૂણે લોકોને આ યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMKisan WestBengalDay PMModiInBengal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ