બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોલકાતા એરપોર્ટ પર હથિયારધારી શખ્સ પકડાતાં ખળભળાટ: TMC નો દાવો – 'અભિષેકની હત્યાનો હતો પ્લાન!
Last Updated: 05:31 PM, 20 June 2026
પશ્ચિમ બંગાળના સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના વરિષ્ઠ નેતા અને સાંસદ અભિષેક બેનર્જીના દિલ્હી પ્રવાસથી પરત ફરવાના સમયે કોલકાતા એરપોર્ટ પર માત્ર હંગામો જ નહોતો થયો, પરંતુ એક અત્યંત ગંભીર અને ડરામણી ઘટના પણ ઘટી હતી. તૃણમૂલ કોંગ્રેસે સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર એક સનસનાટીપૂર્ણ દાવો કર્યો છે કે, શુક્રવારે રાત્રે એરપોર્ટ પરથી એક હથિયારધારી શખ્સને બંદૂક સાથે પકડવામાં આવ્યો છે. ટીએમસીના મતે, આ શખ્સ ભાજપ પ્રેરિત બંગાળનો એક ગુંડો છે અને તે એરપોર્ટ પર ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની હત્યા કરવાના ઈરાદાથી જ હથિયાર સાથે પહોંચ્યો હતો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ હાઈપ્રોફાઈલ ઘટના અંગે ટીએમસીએ એક્સ (X) પર લખ્યું કે, ભાજપના એક ગુંડાએ હથિયારો સાથે કદાચ અમારા રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જીની હત્યા કરવાનું સુનિયોજિત પ્લાનિંગ કર્યું હતું. શુભેન્દુ અધિકારીની દેખરેખ હેઠળ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી ખરાબ થઈ ચૂકી છે કે ગુનેગારો હવે ખુલ્લેઆમ ફરી રહ્યા છે. કોઈપણ ડર વગર જાહેરમાં હુમલો કરવાની તેમની હિંમત વધી ગઈ છે. જો આ કોઈ રાજકીય વિરોધીને રસ્તામાંથી હટાવવાનો રાજ્ય દ્વારા પ્રાયોજિત પ્રયાસ નથી, તો બીજું શું છે?
Last night at Kolkata Airport, shortly after I landed from Delhi, a shocking incident took place. Armed individuals were apprehended, leading to serious questions about security and the lengths to which some are willing to go.
— Abhishek Banerjee (@abhishekaitc) June 20, 2026
You are unlikely to see this story covered… pic.twitter.com/rfYTn5E3RL
ADVERTISEMENT
શનિવારે ખુદ સાંસદ અભિષેક બેનર્જીએ આ સમગ્ર ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતાં જણાવ્યું કે, ગઈકાલે રાત્રે કોલકાતા એરપોર્ટ પર, દિલ્હીથી મારા લેન્ડ થયાના તુરંત બાદ એક ચોંકાવનારી ઘટના ઘટી. એરપોર્ટ પરિસરમાંથી હથિયારધારી લોકોને પકડવામાં આવ્યા છે. આ ઘટના એવા ગંભીર સવાલો ઉભા કરે છે કે સુરક્ષા એજન્સીઓ અને કેટલાક વિરોધી તત્વો મને નુકસાન પહોંચાડવા માટે કઈ હદ સુધી જવા તૈયાર છે. આ સાથે જ તેમણે નારાજગી વ્યક્ત કરી કે દેશના મેઈનસ્ટ્રીમ મીડિયાના કેટલાક હિસ્સા દ્વારા આટલી મોટી અને સંવેદનશીલ ઘટનાને યોગ્ય રીતે કવરેજ આપવામાં આવ્યું નથી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, અભિષેક બેનર્જી શુક્રવારે લોકસભાના સ્પીકર ઓમ બિરલાને મળવા માટે દિલ્હી ગયા હતા. ટીએમસીના કેટલાક બાગી સાંસદો ગેરકાયદેસર રીતે નેશનલ સિટિઝન્સ પાર્ટી ઓફ ઇન્ડિયા (NCPI) માં વિલય કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેને પડકારવા અને આ 20 સાંસદોનું સભ્યપદ રદ કરાવવા માટે તેઓ દિલ્હી ગયા હતા.
ADVERTISEMENT
ટીએમસીના વરિષ્ઠ સાંસદ ડેરેક ઓ'બ્રાયને પણ આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે દાવો કર્યો કે શુક્રવારે રાત્રે અંદાજે 9.45 PM વાગ્યે જ્યારે તેઓ, અભિષેક બેનર્જી અને કલ્યાણ બેનર્જી એરપોર્ટના એક્ઝિટ ગેટ પરથી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ત્યાં એક શંકાસ્પદ ભાજપ સમર્થક ઘાતક બંદૂક સાથે ઘાત લગાવીને ઊભો હતો.
આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી
ADVERTISEMENT
ડેરેક ઓ'બ્રાયને એક્સ પર એક ડરામણો વીડિયો શેર કરતાં લખ્યું કે, બંદૂક સાથે ભાજપનો સમર્થક! આ ખુબ જ ભયાનક વીડિયો છે. ગઈકાલે રાત્રે કોલકાતા એરપોર્ટની બહારથી મળેલો આ જીવતો જાગતો પુરાવો છે. શું આ અભિષેક બેનર્જીની હત્યાનો પ્રયાસ (Attempt to Murder) હતો? અમે બહાર નીકળ્યા તેના થોડી જ મિનિટો પહેલાં એક્ઝિટ ગેટ પર હથિયારધારી માણસ હાજર હતો, જેને ટીએમસીની બહાદુર મહિલા સમર્થકોએ સમયસૂચકતા વાપરીને પકડી પાડ્યો હતો. બેંગાલ પોલીસ? આ વીડિયો જ બધું કહી રહ્યો છે." ટીએમસી કાર્યકરો દ્વારા શેર કરાયેલા આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સુરક્ષાકર્મીઓ અને લોકો એક શખ્સને પકડીને લઈ જઈ રહ્યા છે અને તેની પાસે બંદૂક હોવાનો દાવો કરાયો છે. આ ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.