બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Cocktail 2ને બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મળ્યો સારો પ્રતિસાદ, ઓપનિંગ ડે પર આટલી કમાણી

મનોરંજન / Cocktail 2ને બોક્સ ઓફિસ પર પહેલા દિવસે મળ્યો સારો પ્રતિસાદ, ઓપનિંગ ડે પર આટલી કમાણી

Nirav Kumar

Last Updated: 09:40 PM, 20 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"કોકટેલ 2" ફર્સ્ટ ડેનું કલેક્શન શાનદાર રહ્યું છે. જેમાં શાહિદ કપૂર સાથે કૃતિ સેનન અને રશ્મિકા મંદન્નાની જોડી લોકોને ખુબ પસંદ આવી રહી છે.

શાહિદ કપૂરની ફિલ્મ "કોકટેલ 2" આખરે થિયેટરોમાં રિલીઝ થયા બાદ ફેન્સમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. રોમાંસ, કોમેડી અને ઈમોશનથી ભરેલી આ ફિલ્મની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. જેમાં 19 જૂન 2026 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને પહેલા જ દિવસે ફેન્સ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જે બોક્સ ઓફિસ પર પણ દેખાતું હતું.

આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કૃતિ સેનન અને રશ્મિકા મંદન્નાની જોડીને પણ ફેંસ દ્વારા સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મ પ્રત્યે પોઝીટીવ પ્રતિક્રિયાઓ આવી રહી છે જેનાથી આગામી દિવસોમાં વધુ સારા પર્ફોમની આશા જાગી છે. "કોકટેલ 2" એ રિલીઝના પહેલા દિવસે જ જોરદાર શરૂઆત કરી હતી. જેમાં SACNILC ના અહેવાલ મુજબ, આ ફિલ્મે ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 13.50 કરોડની કમાણી કરી છે.

vtv hiring 2

"કોકટેલ 2" ને માત્ર ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિદેશી માર્કેટમાં પણ સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મે વિદેશી માર્કેટમાંથી આશરે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આમ વર્લ્ડ વાઈડ કલેક્શનની દ્રષ્ટિએ તેને રિલીઝના પહેલા દિવસે વિશ્વભરમાં આશરે 20.20 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ આંકડો દર્શાવે છે કે ફિલ્મને ભારતીય અને ઈન્ટરનેશનલ બંને દર્શકો તરફથી મજબૂત સમર્થન મળી રહ્યું છે.

આ ફિલ્મનું ડાયરેક્શન હોમી અડાજાનિયા દ્વારા કરવામાં આવ્યું છે, જેની સ્ટોરી લવ રંજન અને તરુણ જૈન દ્વારા લખવામાં આવી છે. મેડોક ફિલ્મ્સ અને લવ ફિલ્મ્સના બેનર હેઠળ નિર્મિત આ ફિલ્મ રોમાંસ અને એન્ટરટેઇન્મેન્ટનું મિકસઅપ છે. શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્ના વચ્ચેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી ફિલ્મનો સૌથી મોટો પાવર છે.

"કોકટેલ 2" ને 2012 ની ફિલ્મ "કોકટેલ" ની સ્પિરિચયલ સિક્વલ માનવામાં આવે છે. આ સ્ટોરી સંપૂર્ણ રીતે નવી હોવા છતાં ફિલ્મનું ટાઇટલ અને તેનો રોમેન્ટિક પરશેપ્શન દર્શકોને યાદ અપાવે છે. આથી જ જૂના ચાહકો અને નવી પેઢી બંને ફિલ્મ જોવા માટે થિયેટરોમાં ઉમટી રહ્યા છે.

વધુ વાંચો : આમિર ખાન ત્રીજી વાર કરશે લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર્ડ મેરેજ

"કોકટેલ 2" એ બોક્સ ઓફિસ પર મજબૂત શરૂઆત કરી છે, જે આગામી દિવસોમાં સારી સફળતા મેળવવાની શક્યતા દર્શાવે છે. તેની મજબૂત સ્ટાર કાસ્ટ, રોમેન્ટિક સ્ટોરી અને પોઝિટિવ પ્રતિભાવ સાથે ફિલ્મની કમાણી સપ્તાહના અંતે વધુ વધવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shahid Kapoor Cocktail 2 box office
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ