બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરા MP-MLA સંકલન બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીનો મુદ્દો ગરમાયો
Last Updated: 08:13 PM, 20 June 2026
વડોદરા ખાતે યોજાયેલી MP-MLA સંકલન બેઠકમાં ડભોઈ વિસ્તારના એક બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને બૈતુનનૂર સિટી પ્રોજેક્ટના બિલ્ડર સામે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી.
ADVERTISEMENT

બિલ્ડરે નર્મદા કેનાલ તોડીને ખુલ્લા પ્લોટની સ્કિમ ઉભી કરી
ADVERTISEMENT
ધારાસભ્ય શૈલેષ મહેતાના જણાવ્યા મુજબ, બિલ્ડરે નર્મદા કેનાલને નુકસાન પહોંચાડી અને કેનાલનો ભાગ તોડીને ખુલ્લા પ્લોટની સ્કીમ વિકસાવી હોવાનું સામે આવ્યું છે. તેમણે આ મામલાને ગંભીર ગણાવીને જણાવ્યું કે સરકારી મિલકત અને જાહેર હિતને નુકસાન પહોંચાડનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
નોટિસ પછી પણ બિલ્ડરે પ્લોટનું બેરોકટોક વેચાણ ચાલુ
ADVERTISEMENT
ધારાસભ્યએ વધુમાં દાવો કર્યો હતો કે નર્મદા નિગમ દ્વારા અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં બિલ્ડર દ્વારા પ્લોટનું વેચાણ બેરોકટોક ચાલુ રાખવામાં આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં સંબંધિત વિભાગોની કામગીરી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે.

ADVERTISEMENT
24 કલાકની અંદર બિલ્ડર સામે ફરિયાદ દાખલ કરવાની માંગ
સંકલન બેઠક દરમિયાન ધારાસભ્યએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને આગામી 24 કલાકની અંદર બિલ્ડર સામે સત્તાવાર ફરિયાદ દાખલ કરવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો અસરગ્રસ્ત લોકોના હિતોને નુકસાન પહોંચી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગનો ગંભીર મામલો, 7 સિનિયર રેસિડન્ટ ડૉક્ટરો સામે ફરિયાદ નોંધાઈ
હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રજૂઆતને ધ્યાનમાં લઈ મામલાની તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી અંગે વિચારણા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.