બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET રી-એક્ઝામ, 1.38 લાખથી વધુ CCTV, 51 હજાર જેર્મસ અને AI મોનિટરિંગ

NEET UG 2026 / આજે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET રી-એક્ઝામ, 1.38 લાખથી વધુ CCTV, 51 હજાર જેર્મસ અને AI મોનિટરિંગ

Pravin Joshi

Last Updated: 12:11 AM, 21 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NTA દ્વારા 21 June ના રોજ આયોજિત થનારી NEET-UG 2026 ની રી-એક્ઝામ માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 3 મે ના રોજ લેવાયેલી પરીક્ષા કથિત પેપર લીકના આક્ષેપો બાદ 12 મે ના રોજ રદ કરવામાં આવી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આવતીકાલે એટલે કે 21 June ના રોજ યોજાનારી દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ની રી-એક્ઝામ માટે પોતાની કમર કસી લીધી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 3 May ના રોજ લેવાયેલી પરીક્ષાને કથિત પેપર લીકના ગંભીર આરોપો બાદ 12 May ના રોજ સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવી હતી. આ વખતે આવી કોઈ ગેરરીતિ ન થાય તે માટે NTA એ દેશના ઈતિહાસમાં ક્યારેય ન જોવા મળી હોય તેવી અભૂતપૂર્વ અને કડક સુરક્ષા વ્યવસ્થા દેશભરમાં લાગુ કરી છે. આ સાથે જ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સોશિયલ મીડિયા પર ફેલાતી પેપર લીકની અફવાઓ અને ભ્રામક દાવોઓથી સાવધ રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ ભરોસો કરવા અપીલ કરી છે.

22 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને વિશાળ નેટવર્ક

આ વર્ષે NEET-UG રી-એક્ઝામ ભારતના 551 શહેરોમાં આવેલા 5,440 પરીક્ષા કેન્દ્રો અને વિદેશના 14 કેન્દ્રો પર એકસાથે આયોજિત કરવામાં આવશે. આ પરીક્ષા અંગ્રેજી સહિત કુલ 12 ભારતીય ભાષાઓમાં લેવાશે, જેમાં દેશભરમાંથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે તેવી સંભાવના છે. NTA ના જણાવ્યા અનુસાર, પરીક્ષા દેશના 95 હજારથી વધુ વર્ગખંડોમાં યોજાશે અને દરેક રૂમને સીસીટીવી નેટવર્કથી કનેક્ટ કરાયો છે.

જૅમર્સ અને ડિજિટલ દેખરેખનો કિલ્લો

ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અથવા બ્લૂટૂથના માધ્યમથી થતી નકલ રોકવા માટે પરીક્ષા કેન્દ્રો પર કુલ 51,311 હાઇ-પાવર જૅમર્સ (Jammers) લગાવવામાં આવ્યા છે. જેમાંથી 17,054 જૅમર્સ ECIL દ્વારા અને 34,257 જૅમર્સ BEL દ્વારા પુરા પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર દેશમાં કુલ 1,38,560 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે, જેનું લાઈવ પ્રસારણ (Live Feed) રાષ્ટ્રીય, રાજ્ય અને મંત્રાલય સ્તરે કંટ્રોલ રૂમમાં મોનિટર કરવામાં આવશે. આ કેમેરાની ફૂટેજનું એનાલિસિસ કરવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) ટેકનોલોજીનો ઉપયોગ કરાશે, જે કોઈપણ શંકાસ્પદ હિલચાલને તરત જ પકડી પાડશે.

ફેસ ઓથેન્ટિકેશન અને કડક તપાસ સ્ટાફ

વિદ્યાર્થીઓની ઓળખ સુનિશ્ચિત કરવા અને ડમી વિદ્યાર્થીઓને રોકવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન સ્ટાફની સંખ્યા બમણી કરવામાં આવી છે. દેશભરમાં 38,795 ફ્રિસ્કિંગ કર્મચારીઓ અને 48,448 બાયોમેટ્રિક વેરિફિકેશન કર્મચારીઓ તૈનાત કરાયા છે. આ વખતે બાયોમેટ્રિકની સાથે-સાથે 'ફેસ ઓથેન્ટિકેશન' ની ટેકનોલોજી પણ ફરજિયાત કરવામાં આવી છે જેથી તપાસ પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને. દરેક ક્લાસરૂમમાં 2 ઇન્વિજિલેટર હાજર રહેશે. આ ઉપરાંત દરેક સેન્ટર પર 10 થી વધુ વધારાના પરીક્ષા કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. ટેકનિકલ ખામી અને સીસીટીવીની દેખરેખ માટે તમામ 5,440 કેન્દ્રો પર એક-એક સેન્ટર સિસ્ટમ્સ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. સેન્ટ્રલ લેવલ પર નજર રાખવા માટે NTA એ અંદાજે 6,700 ફિઝિકલ ઓબ્ઝર્વર્સ અને 100 થી વધુ વર્ચ્યુઅલ ઓબ્ઝર્વર્સ મેદાનમાં ઉતાર્યા છે.

લશ્કરી કક્ષાની સુરક્ષા અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ

પરીક્ષાના સુચારુ સંચાલન માટે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક પોલીસ, અર્ધસૈનિક દળો, ભારતીય વાયુસેના અને ટપાલ વિભાગ સાથે મોટું જોડાણ કર્યું છે. દરેક પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ 40 થી 50 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશે. અત્યંત ગુપ્ત અને સંવેદનશીલ પરીક્ષા સામગ્રીને સુરક્ષિત રાખવા માટે દેશની આશરે 1500 બેંક શાખાઓમાં બેંક અધિકારીઓની વિશેષ ડ્યુટી લગાવવામાં આવી છે, જ્યારે પરીક્ષા પૂરી થયા બાદ દેશના 700 કલેક્શન સેન્ટરો પરથી OMR શીટ્સ એકત્રિત કરવાની જવાબદારી ભારતીય ટપાલ વિભાગને સોંપવામાં આવી છે. શનિવારે આ તમામ સિસ્ટમ્સ, જેર્મસ અને બાયોમેટ્રિક ડિવાઇસ યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તે ચકાસવા માટે દેશભરમાં એક સફળ 'મોક ડ્રીલ' પણ આયોજિત કરવામાં આવી હતી.

આ પણ વાંચો- ગુજરાત સહિત 8 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, જાણો હવામાનની લેટેસ્ટ આગાહી

વિદ્યાર્થીઓ માટે વિશેષ સુવિધાઓ

ભીષણ ગરમીને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, ORS ના પેકેટ્સ, એમ્બ્યુલન્સ અને વાલીઓ માટે આરામદાયક વેટિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. પરીક્ષાખંડમાં સમય જોવા માટે દીવાલ ઘડિયાળ, રફ વર્ક માટે વધારાના પેજ અને ડાબા હાથે લખતા વિદ્યાર્થીઓ માટે ખાસ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. એન્ટ્રી પ્રોસેસમાં થતી સઘન તપાસના કારણે વિદ્યાર્થીઓનો સમય ન બગડે તે માટે આ વખતે પરીક્ષાનો કુલ સમયગાળો પણ થોડો વધારવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEETReExam NTASecurity NEETUG2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ